SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સુવર્ણ જેવી થઈ જાય છે. દેવો તો જોતા રહી જાય છે. મુનિ તેઓને કહે છે કે મારે તો મારો વિરોગ મટાડવો છે. આ બધા રોગો તો મારા કર્મના ઉદયે છે, એ એનું કામ કરે, હું, મારો આત્મા, મારું કામ કરું છું. દેવોએ કહ્યું.. અમે તો પામર છીએ, આપ અનંત શક્તિશાળી, લબ્ધિધારી છો... કહી સ્તુતિ કરી સ્વ સ્થાને ચાલ્યા જાય છે. ૭00 વર્ષ સુધી સનતકુમાર અસહ્ય પીડા આપનારા રોગોને સહન કરે છે. સ્વયંની પાસે રોગ દૂર કરી શકે તેવી લબ્ધિ હોવા છતાં, તેના ઉપયોગ વિના રોગના પરિષદને સમતાભાવે સહન કરે છે. એકપણ ઔષધોપચાર કરાવ્યા વિના દેહાત્મભાવની વિભિન્નતાનું, જ્ઞાતા દૃષ્ટાભાવે અવલોકન કરતાં જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીની આરાધના કરતાં, તપશ્ચર્યાદિથી અનંતા, કર્મોની નિર્જરા કરી.. પરમપદના, સિદ્ધપદના અધિકારી બને છે. આપણે પણ આ કથાનકથી વેદનીયકર્મના ઉદયે સનતકુમારમુનિ જેવી સહનતાને કેળવીએ તેવી અંતરભાવના.. સ્થાનકવાસી જૈનધર્મમાં ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ના સુશિષ્ય તપોધની તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતીલાલજી મહારાજસાહેબે જીવનમાં અનેકાનેક પરિષહોને સ્વયંના આત્માની ઉજાગરદશાએ, જ્ઞાન-ધ્યાન-જપ-તપની સાધનાના સહારે પરાસ્ત કરેલ. તેમાં પણ આક્રોશ પરિષદને સહજ સમતાભાવે જીતતા પૂ. ગુરુદેવને અમે જોયા છે, અનુભવ્યા છે. ઘણીવાર અજ્ઞાની જીવો, ઘમંડી આત્માઓ, વિરોધીઓ પૂ. ગુરુદેવનો તિરસ્કાર કરે, અપમાન કરે, અપશબ્દો બોલે, નિંદા કરે, આવેશમાં આવી ગુસ્સો કરી બોલે તો પણ તેને એક પણ શબ્દનો ઉત્તર ન વાળે; એટલું જ નહીં પણ પૂ. ગુરુદેવની મોઢાની એ જ પ્રસન્નતા, આંખોની એ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) જ અમીરાત, હૃદયના ભાવોની એ જ ભાવુકતા, મનના વિશુદ્ધ પરિણામો અમોને જોવા મળ્યા છે. એ સમયે પૂ. ગુરુદેવ અમોને કહેતા કે એણે (વિરોધીએ) ભાવોને બગાડી પોતાના વચનનો દુરુપયોગ કરી શક્તિ વેડફી નાંખી, એમાં આપણને શું ? ક્યાં કંઈ ચોંટી ગયું છે ? એટલું જ નહીં બીજા દિવસે એ જ વિરોધી વ્યક્તિ દર્શને આવે તો પૂ. ગુરુદેવ “આ તો શ્રેષ્ઠિપુત્ર છે' એમ કહી તેનો વાંસો થાબડે ! આવા આક્રોશપરિષહને જીતનાર પરમ ઉપકારી પૂ. ગુરુદેવ ! આપની ક્ષમતાને, સહનતાને, સહિષ્ણુતાને, અંતરાત્માની નિર્મળભાવનાને, જતું કરવાની મનોવૃત્તિને, ઉદારતાને ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. પૂ. ગુરુદેવ ! અનેક પરિષદોને જીતનારા આપ ! આપના સહસ્રરશ્મિ ગુણોની ગરિમાનું એકાદ કિરણ પણ અમારા જીવનને અજવાળે તેવી કૃપાધારા વરસાવવા અંતરની આરજુ !! (૭૧) (૨)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy