SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો ) સનતકુમાર ચક્રવર્તીના પરિષહની કથા - ડૉ. સાધ્વી ડોલર (ગો.સ. ના સૌરાષ્ટ્ર કેસરી પ્રાણ પરિવારના તપસમાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. તથા વિશાળ પરિવારધારકપૂ. મુક્ત-લીલમ ગુરુણીના સુશિષ્યા ડૉ. સાધ્વી ડોલરબાઈ મ.સ. એ “શ્રીપાળરાજાનો રાસ એક અધ્યયન-નવપદ તત્વદર્શન કથા પરંપરાના સંદર્ભમાં” વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી Ph.D. ની પદવી પ્રાપ્ત કરી છે. - વર્તમાન રાષ્ટ્રસંત યુગદિવાકર પૂ. નમ્રમુનિ મ.સા. તથા વીરલપ્રજ્ઞા પૂ. વીરમતીબાઈની પાવન નિશ્રામાં અમદાવાદ, સેટેલાઈટ ધર્માલયના ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજી રહ્યા છે.) જૈન ધર્મમાં અરિહંત પરમાત્મા તીર્થની (તીર્થ-સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા) સ્થાપના કરે, તે તીર્થમાં સાધુને પ્રથમ સ્થાન મળે છે એ જ તેની મહત્તા છે. સમ્યફ પ્રકારે ઉદયમાં આવેલ કર્મોને સહનાર, પંચ મહાવ્રતોનું પાલન કરનાર અને અષ્ટ પ્રવચનમાતાની ગોદમાં રહેનાર સાધુ સ્વ અને પરના કલ્યાણની, હિતની સતત ચિંતા કરનાર હોય છે. સંયમસાધનાના માર્ગ પર આગળ વધતાં ઘણા પ્રકારના કષ્ટ આવે છતાં સાધક એ કષ્ટથી ગભરાતો નથી. ઝરણું પથ્થરને, શિલાને તોડી આગળ વધે છે તેમ સાધક પણ પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. સ્વીકારેલા માર્ગે, ધારેલા ધ્યેયે પહોંચવા નિર્જરા માટે ચારેબાજુથી તે જે કંઈ સહન કરે છે તે પરિષહ છે. પરિષદની સાથે ઉપસર્ગ શબ્દનો પણ પ્રયોગ થાય છે. પરિષહનો અર્થ ફક્ત શરીર, ઈન્દ્રિય, મનને કષ્ટ આપવું એટલો જ નથી પરંતુ અહિંસા આદિ ધર્મોની આરાધના, સાધનામાં સ્થિર બનવું અર્થાત્ સાધક માટે પરિષહ (૬૦) (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) એ બાધક નહીં પરંતુ તેની આત્મવિકાસની પ્રગતિનું જ કારણ છે. તે કઈ રીતે છે તે કથાનકના માધ્યમે જોતા જાણીએ કે પૂર્વે જૈન આગમોમાં શ્રી ભગવતી સૂત્ર, શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રી ઉમાસ્વાતિજી કૃત તત્ત્વાર્થ સૂત્રમાં પરિષહની સંખ્યા ૨૨ બતાવેલ છે, સંખ્યાની દૃષ્ટિએ સમાનતા હોવા છતાં નામની દષ્ટિએ ક્યાંક વિભિન્નતા છે. પરિષહ આવવાનું કારણ આઠ કર્મોમાંથી ચાર કર્મ-જ્ઞાનાવરણીયકર્મ, અંતરાયકર્મ, મોહનીયકર્મ અને વેદનીયકર્મ જ છે. જ્ઞાનાવરણીયકર્મના ઉદયે પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહ આવે છે. અંતરાય કર્મના ઉદયે અલાભ પરિષહ આવે છે, દર્શન મોહનીયકર્મના ઉદયે દર્શન પરિષહ આવે છે. ચારિત્રમોહનીયકર્મના ઉદયે અરતિ, સ્ત્રી, નિષધા,આક્રોશ, યાચના, સત્કાર પરિષહ આવે છે. વેદનીયકર્મના ઉદયે ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ, જલ પરિષહ આવે છે. પરિષદ આ પરિષદોમાં વેદનીય કર્મના ઉદયે આવેલા રોગ પરિષદને સનતકુમાર ચક્રવર્તીએ સહન કર્યો. ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા મહાવીરસ્વામી અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમાં અધ્યયનમાં ચક્રવર્તીના નામ આવે છે તેમાંના સનતકુમાર ચક્રવર્તી હસ્તિનાપુરનગરના અશ્વસેન રાજાના અત્યંત સ્વરૂપવાન પુત્ર હતા. જેમના રૂપની પ્રશંસા સૌધર્મ દેવલોકમાં ઈન્દ્ર મહારાજ કરે છે. (૬૮)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy