SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) નથી. મને મારા મકાનમાં આસક્તિ છે માટે મૃત્યુ પામ્યા બાદ હું અહીં જ રહું છું ને મારું સ્થાન - મારું મકાન કોઈ પડાવી ન લે એ માટે હું અહીં કોઈને રહેવા દેતો નથી ને જે રહેવા આવે તેને મારી નાખીશ !” ત્યારે પૂ. માણેકચંદ્રજી મ. સાહેબ પૂછે છે કે તું શું કરવા ઇચ્છે છે? ‘હું આપને કહું છું અહીંથી ચાલ્યા જાવ.' ત્યારે પૂ. શ્રી કહે છે, સાંભળ ભાઈ ! અમે તો સાધુ છીએ. તારું મકાન કે બીજું કાંઈ અમારે જોઈતું નથી. અમે તો કાલ સવારે સૂર્યોદય થતાં જ અહીંથી ચાલ્યા જઈશું પણ તું તારો તો વિચાર કર ! મનુષ્યભવની શુભકમાણી, પુણ્યકમાણીના યોગે દેવગતિને પામ્યો છું. એ દેવગતિના દિવ્યસુખો અને આલિશાન ભવનો છોડી અહીં આવા ઈંટ-ચૂના ને માટીના મકાનમાં મમતા-આસક્તિ કેમ રહી ગઈ ? જો આ સ્થાનની આસક્તિ વધતી જ જશે તો તેને સાચવવા, કોઈ પડાવી ન લે તે માટે વધુ ક્રૂરતા, હિંસકતા ને ભયાનકતા આચરવા જશો ને તમારું દેવાયુ પૂર્ણ થયા પછી તમારે નીચ ગતિમાં જવું પડશે. જો દુર્ગતિમાં ન જવું હોય તો આ સ્થાન પ્રત્યેની મમતા-આસક્તિ છોડી દો. આ મકાનમાં જે કોઈ રહેશે તે તમને આશીર્વાદ આપશે ને એનાથી તમારું કલ્યાણ થશે માટે સમજી જા. આ સ્થાન છોડી ચાલ્યો જા.” પેલો વ્યંતરદેવ વિચાર કરે છે કે ખરેખર ! આ મહાત્માની વાત સાચી છે. કેવી મીઠી વાણીમાં – નિર્ભયતાથી મને બોધ આપી રહ્યા છે ને તે વ્યંતરદેવ પૂ. માણેકચંદ્રજી મ.સા. ને વચન આપતા કહે છે કે હે પૂજય મુનિવર ! આપની ઉપદેશવાણી સાંભળી મને મારી ભૂલ સમજાઈ છે અને આજથી જ આ મકાન પ્રત્યેની મારી વાસનાનો ત્યાગ કરી હું કાયમ માટે આ સ્થાન છોડી ચાલ્યો જાઉં —-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ઉપસર્ગમાંથી સાધના-આરાધનાના બળે વિજેતા બન્યા ને ત્યારથી કીમ સ્ટેશનની બાજુમાં આવેલું તે મકાન કાયમ માટે ભૂત-પ્રેતના નિવાસથી મુક્ત થઈ નિર્ભય બની ગયું. સંતોની સંયમસાધના આગેકદમ કરવા લાગી. અમારા જ બોટાદ સંપ્રદાયના બા.બ્ર.પૂ. મંજુલાબાઈ મ.સ. એ સં. ૨૦૧૭ માં બોટાદ મુકામે ચતુર્થ સાધ્વીતીર્થની સ્થાપના સમયે ચાર બહેનોએ દીક્ષા લીધેલી, માત્ર ૧૯ વર્ષની ઉંમર ને દીક્ષા બાદ થોડા જ સમયમાં કહેવાય છે કે કોઈએ ઈર્ષ્યાદિ કોઈ કારણસર (પૂર્વકર્મના ઉદયે) કંઈક કરી નાખેલું. જેના કારણે શરૂઆતમાં તો ગેસબલ સમજી ઉપચારો કરાવ્યા પણ પછીથી ત્રિસંધ્યા સમયે તકલીફો વધવા લાગી ને આ ભીંતથી સામી ભીંતે પટકાતા!ન સૂઈ શકે, ન બેસી શકે, પણ કોઈ પાપકારી ઉપાયો કરવાની સખત ના. ને કહેતા કે પાંચમની છઠ્ઠ કરનાર કોઈ નથી. કર્મની અસુરસેના ઉપસર્ગરૂપે આવી ને સમતાભાવપૂર્વક સહન કરતાં કરતાં માત્ર ૨૭ જ વર્ષની યુવાનવયે નવ વર્ષનો સંયમપર્યાય પાળી ઉપસર્ગમાં જ આ દેહપિંજર છોડી ચાલ્યા ગયા. આ સંપ્રદાયને પડેલી આ ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી. આવો જ દેવકૃત ઉપસર્ગ દરિયાપુરી સંપ્રદાયના આદ્ય સ્થાપક પૂ. ધર્મસિંહજી મ.સા. ના જીવનમાં પણ બન્યો હતો. સાધકજીવનમાં સંયમીઓ અને શ્રાવકો આવા ઉપસર્ગો-પરિષહોને સમભાવે સહન કરી કર્મક્ષય કરવા પુરુષાર્થવંત બને છે. આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, અહંન્નક શ્રાવક આદિ શ્રાવકો પણ કસોટી કરવા આવેલા દેવોના ઉપસર્ગમાંથી ઉગરીને આત્મકલ્યાણ પામી ગયા છે. પૂ. માણેકચંદ્રજી મ. સાહેબ આદિ સંતો વ્યંતરદેવ તરફથી આવેલ (૨૩) (૨૪)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy