SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો બેસાડી સહસ્ત્ર યોજન સુધી મોકલી દઈશ.” સિંહ બોલ્યો, “સ્વામી ! હું તમારી આજ્ઞા પ્રમાણે કરીશ.” તે સાંભળી રાજા હર્ષ પામ્યો અને પોતાના પુત્ર અને સૈન્ય સાથે સિંહશ્રેષ્ઠીને દરેક વાતમાં આગેવાન ઠરાવી કુમાર સાથે મોકલ્યા. માર્ગમાં આગળ ચાલતાં સિંહઠીએ પ્રતિબોધ આપી ભીમકુમારની સંસારવાસના તોડી નાખી. સો યોજન ચાલ્યા બાદ જ્યારે સિંહશ્રેષ્ઠી આગળ ચાલ્યા નહીં. તેથી સૈનિકોએ એકાંતમાં રાજકુમારને જણાવ્યું કે, “કુમાર ! અમને રાજાએ ગુપ્તપણે આજ્ઞા કરી છે કે, જો સિંહશ્રેષ્ઠી સો યોજનથી આગળ ચાલે નહીં તો તમારે તેને બાંધીને નાગપુર લઈ જવો.” આ વાત કુમારે પોતાના ધર્મગુરુ સિંહશ્રેષ્ઠીને જણાવી. શ્રેષ્ઠીએ રાજકુમારને કહ્યું, “કુમાર ! આ સંસારમાં પ્રાણીને શરીર પણ પોતાનું થતું નથી ! તો બીજું કોઈ તો ક્યાંથી થાય? માટે હું તો અહીંથી પાદોપગમન અનશન કરીશ પછી તેઓ મને બાંધી લઈ જઈને શું કરશે.” આમ કહી પોતાના વ્રતના પાલન માટે સિંહષ્ઠી સિંહની જેમ અનશન લેવા ચાલ્યો. કુમાર પણ તેની સાથે ગયો. રાત્રિ થતાં સુધી સૈનિકોએ કુમાર અને સિંહશ્રેષ્ઠીને જોયા નહીં તેથી તેને શોધવા લાગ્યા. શોધતા તેઓ બંને થોડે દૂર આવેલા એક પર્વત પર જોવામાં આવ્યા, પરંતુ દીક્ષા લઈ અનશન આદરી બેઠેલા તેમને જોઈને સૈનિકો પ્રણામ કરી બોલ્યા કે, “હે મહાશયો ! અમારો અપરાધ ક્ષમા કરો, પણ આ ખબર જાણી મહારાજા અમને ઘાણીમાં પીલી નાંખશે.” આ પ્રમાણે ઘણી વિનંતીઓ કરવા છતાં પણ તેઓ બંને પોતાના વ્રતમાં અડગ રહ્યા. અનુક્રમે આ વાત કીર્તિપાલ રાજાના જાણવામાં આવી. તેને ખૂબ ક્રોધ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, “કુમારને બાંધીને પરણાવવો અને સિંહને શત્રુની જેમ મારી નાંખવો.’ આવા વિચારથી રાજા તેમની પાસે આવ્યા. ત્યાં વાઘ, સિંહ વગેરે પ્રાણીઓને તે બંનેના ચરણની સેવા કરતાં જોઈ રાજાને આશ્ચર્ય (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) થયું. તેથી તેણે આ બંનેને ભક્તિ અને વિનયથી મનાવ્યા. પરંતુ દેઢ પ્રતિજ્ઞાવાળા તેઓ જરાપણ ચલિત થયા નહીં. માસોપવાસના અંતે કેવળજ્ઞાન પામી સુરઅસુર વડે વંદન પામેલા તેઓ બંને મુક્તિ પામ્યા. તેમનું મુક્તિપ્રયાણ જાણી કીર્તિપાલ રાજાએ દુઃખી સ્વરે કહ્યું, “હે મિત્ર ! તારો એવો નિયમ હતો કે સો યોજનથી દૂર જવું નહીં, પણ આ વખતે તું મને મૂકીને અસંખ્ય યોજન દૂર આવેલી મુક્તિપુરીમાં કેમ ચાલ્યો ગયો?” આવી રીતે વિલાપ કરતો કીર્તિપાલ રાજા પોતાના નગરમાં આવ્યો. સિંહશ્રેષ્ઠીએ પોતે લીધેલા વ્રતને ઉપસર્ગ આવ્યા છતાં પ્રાણના ભોગે પણ પાળ્યું અને અંતે અક્ષયસ્થિતિ પામ્યા. ઉપસંહાર: રાગ-દ્વેષને વશ બનીને મોક્ષમાર્ગમાં આવતી પ્રતિકૂળતાઓને અનુકૂળતામાં ન ફેરવવી, પરંતુ તે પ્રતિકૂળતાઓને પ્રાણાન્ત કષ્ટ વેઠીને પણ સામે ચાલીને સહન કરવી તેમાં પરિષદની જીત છે. પરિષદમાં સાધક પોતાના કર્મોની નિર્જરા કરવા માટે જાતે જ પ્રતિકૂળ પરિસ્થિતિઓ સહન કરે છે, જયારે ઉપસર્ગમાં કોઈના દ્વારા કષ્ટ આપવામાં આવે છે, છતાં મોક્ષમાર્ગમાં સ્થિર થયેલો સાધક પ્રાણાન્ત કષ્ટ વેઠીને પણ દેહભાન ભૂલીને આત્મામાં એવો સ્થિર થાય છે કે હજારો વર્ષની સાધનામાં જેટલા કર્મોના ક્ષય થતો નથી તેવા પૂર્વના સર્વે સંચિત કર્મોનો ક્ષય કરી થોડા સમયમાં જ કેવળજ્ઞાન પામે છે અને મુક્તિને વરે છે. ઉપસર્ગ અને પરિષહ સહન કરતાં સાધક માટે કહી શકાય કે, “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત.” સંદર્ભ સૂચિ:- તત્ત્વાર્થસૂત્રઃ શ્રી ઉમાસ્વાતિ, જૈન શાસનના ચમકતા હીરા લે. હરજીવન શાહ, ‘કલ્યાણ” માસિક. (૧૯૯) (૨૦૦).
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy