SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા મહાત્મા ગાંધી કહેતા, “મારા ધર્મસંબંધી વિચારોનું મૂળ ભગવદ્ગીતામાં છે. મારા જીવનમાં નિરાશા ને સંઘર્ષ ઓછા નથી, પણ તેનો મારા આત્મા પર કોઈ ડાઘ નથી રહેતો તે ભગવદ્ગીતાને કારણે.” તેઓ માનતા કે ધર્મ સાર્વત્રિક તત્ત્વ છે. માનવીને પોતાના ને વિશ્વના અસ્તિત્વ માટે જે સવાલ થાય તેનો તેમાં જવાબ છે. બ્રહ્માંડમાં એક જ શક્તિ છે અને વિશ્વ તેનું પ્રગટીકરણ છે. જુદા જુદા ધર્મો એ એક જ શક્તિને શોધવા-સમજવાના ભિન્ન ભિન્ન માર્ગ છે. સૌ એક જ શક્તિને ઉપાસે છે. તેથી સૌએ અન્ય ધર્મને આદરથી જોવો જોઈએ. જોકે દરેક ધર્મ માનવે બનાવેલો છે. તેથી તેમાં કોઈને કોઈ ખામી પણ હોવાની. મહાત્મા ગાંધીએ પોતાના ઘરમાં વૈષ્ણવ ધર્મ જોયો હતો. હવેલીનો વૈભવ અને અસ્પૃશ્યતા તેમને કદી ગમ્યા ન હતા. મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે ધર્મમાં પણ તેમણે જેમ સારી, તેમ અમુક અસ્વીકાર્ય બાબતો જોઈ હતી. શ્રીમ રાજચંદ્ર સાથેના પત્રવ્યવહારમાં તેમની ધર્મતત્ત્વની શોધની ઝાંખી થાય છે. તેમણે પૂછેલું, ‘જો વેદ ઈશ્વરપ્રણીત હોય તો બાઈબલ કે કુરાન કાં નહીં ?' બીજે તેઓ લખે છે, ‘હું સદાચરણને જ ધર્મ માનું છું. કોઈપણ ધર્મની વ્યક્તિ જો કપટી, ક્રૂર, લોભી હોય તો તે પોતાને ધાર્મિક ન ગણાવી શકે !” વળી કહે છે, “મહમ્મદનો જ્ઞાનભંડાર ફક્ત મુસ્લિમ માટે નથી, સમગ્ર માનવજાત માટે છે. કોઈએ પૂછ્યું, ‘તમે હિંદુ છો?” “હા, હું હિંદુ છું. હું મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ ને યહૂદી પણ છું.' મહાત્મા ગાંધીનો જીવનકાળ ૧૮૬૯-૧૯૪૮ હતો. વિનોબા ભાવે ૧૮૯૫ માં જન્મ્યા અને તેમનું નિધન ૧૯૮૨ માં થયું. મહાત્મા ગાંધીએ તેમને પોતાના આધ્યાત્મિક વારસ ગણાવેલા. તેમનું સૂત્ર હતું ‘જય જગત’ અને તેમની પ્રાર્થના હતી ‘ઓમ તત્સત’. વિનોબાએ બધા ધર્મોનો ઊંડો અભ્યાસ (૧૫) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) કરેલો અને કુરાન અને બાઈબલ પર પુસ્તકો લખેલા; જેમાં કુરાનસાર, ખ્રિસ્તી ધર્મ સાર, ગીતા પ્રવચનો, ઈસ્લામ કા પૈગામ, એસેન્સ ઓફ ક્રિશ્ચન ટિચિંગ મુખ્ય છે. ભારતનો આત્મા ગામડામાં વસે છે તે તેમણે જોયું હતું. ગ્રામજન પોતાની મુશ્કેલીઓનો ઉપાય ધર્મમાં શોધે છે. આ ધર્મ શ્રદ્ધાનો, સબૂરીનો, શાંતિનો છે. આ પાયા પર જ તેમણે સર્વોદય અને ભૂદાન પ્રવૃત્તિ શરૂ કરી હતી. ભારતભરમાં ફરતા રહી તેમણે ભૂમિહીનોને ભૂમિ અપાવી હતી. ૧૩ વર્ષનું ભારતભ્રમણ, છ આશ્રમની સ્થાપના અને અત્યંત સંતુલિત પ્રજ્ઞા. વિનોબાજી કહે છે કે દરેક ધર્મ અહિંસા અને કરુણાના પાયા પર રચાયેલો છે. સંતબાલજી ૧૯૦૪ માં જન્મ્યા હતા. વિનોબાજીની જેમ ગાંધી-વિચારોથી રંગાયા હતા. બાળપણથી સેવા, ભક્તિ અને પ્રામાણિકતાના દેઢ સંસ્કાર તો હતા જ. પચ્ચીસ વર્ષની ઉંમરે તેમણે નાનચંદ્રજીની નિશ્રામાં દીક્ષા લીધી અને મુનિ સૌભાગ્યચંદ્ર નામ ધારણ કર્યું. જૈન ગ્રંથો ઉપરાંત વિશ્વભરના ધર્મગ્રંથોના તેઓ ઊંડા અભ્યાસી હતા. પ્રવચનોમાં તેઓ માનવમૂલ્યોનો બોધ આપતા, પુસ્તકોમાં પણ માનવતાનો જ ઉપદેશ આપતા. તેથી ચુસ્ત જૈનો તેમનો વિરોધ કરતા. નર્મદાકિનારે એકાંત સાધના કર્યા બાદ તેમણે માનવધર્મ સિદ્ધાંતો પર આધારિત સમાજરચનાનો ક્રાંતિકારી વિચાર આપ્યો. જે સંઘે દીક્ષા આપેલી તે સંઘે જ તેમનો બહિષ્કાર કર્યો, પણ તેઓ અડગ રહ્યા. ધર્મનું જે અંગ સમાજને ઉપયોગી નથી, વિભાજિત કરે છે તેનો ત્યાગ કરવો જોઈએ અને દરેક ધર્મના સારા, સમાજોપયોગી તત્ત્વને જાળવવું જોઈએ એવું માનતા. કહેતા કે દરેક ધર્મનું મૂળ સત્ય અને કરુણા છે, ભારતીય સંસ્કૃતિને આ તત્ત્વોથી બાંધવાની છે. સંઘના બહિષ્કારને શાંતિ અને ધર્યથી સહી લઈ તેઓ પોતાની રીતે જીવ્યા. (૧૬)
SR No.034403
Book TitleJain Darshan Ane Gandhi Vichardhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy