SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) સામાજિક કુરૂઢિઓ સામે શાંત છતાં સફળ અને અસરકારક જેહાદ જગાવી, તે સમયે કન્યાવિક્રય ખૂબ થતો. તેમણે પૈસાની આ લેવડ-દેવડ બંધ કરાવી. રડવા-કૂટવાના રિવાજો એવા હતા કે અણસમજુ બહેનો વિધવા થતાં ભીંત સાથે માથું પછાડતી, છાતી કૂટતી. આ બધું જ બંધ કરાવ્યું. મરણ પાછળ જમણ, નાત જમાડવી વગેરે કુરિવાજોથી થતા નુક્સાનો સમજાવી ઉપદેશ આપ્યો. આમ, તેમણે કુરૂઢિઓને બંધ કરાવી સદાચાર સ્થાપવા ભગીરથ પ્રયાસો કર્યા, રાષ્ટ્રપિતા ગાંધીજીએ નારીશક્તિને ચાર દીવાલમાંથી બહાર કાઢી સર્વ ક્ષેત્રમાં કામ કરવા પ્રોત્સાહન આપ્યું. તેવી જ રીતે તેમણે પણ સમાજમાં સ્ત્રીઓના સ્થાનને ગૌરવાંકિત કરવા અને નિરાધાર વિધવાઓ સ્વમાનભેર પોતાની રોજી-રોટી મેળવી શકે એવા શુભાશયથી મહિલામંડળ સ્થાપવાની પ્રેરણા આપી. ઠેર ઠેર મહિલાપ્રવૃત્તિઓ વિકસાવી અને તેમાં નિર્વધ ઉદ્યોગો તથા શિક્ષણનું સંકલન ગોઠવ્યું. તેમજ જીવનનિર્વાહ માટે પોતાના પગ ઉપર ઊભી રહી શકે તે માટે અનેક સ્થાનોમાં શ્રાવિકાશાળાઓ સ્થાપી. આમ, નારી-ઉત્કર્ષના કાર્યમાં મહત્ત્વનો ફાળો આપ્યો. નાના નાના ગામડાઓના જૂથોથી વીંટળાયેલા શહેર-કસબા વિસ્તારમાં છાત્રાલયોની શુભ પ્રવૃત્તિઓ વિકસાવી. સ્થાન સ્થાન પર લાયબ્રેરી, પાઠશાળા, બોર્ડિંગ આદિ સંસ્થાઓની સ્થાપના કરી ને માટીમાંથી માનવનું ઘડતર કર્યું. આજે પણ વકીલ, ડૉક્ટર, પ્રોફેસર આદિ અનેક વિદ્યાર્થીઓ એમની સ્થપાયેલી સંસ્થામાંથી શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ સ્તર પર પહોંચી સામાજિક સેવા કરી રહ્યા છે. તેવી જ રીતે ધાર્મિક ક્ષેત્રે પણ જે અવિવેકમય ક્રિયાકાંડ થતા હતા તેમાં પણ સુધારો કરી તેમણે સત્યમાર્ગની દિશાનો નિર્દેશ કર્યો. તેમની વાણીમાં (૧૨૧) જ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) મીઠો રણકાર અને શબ્દોમાં જાદુ હતો. તેઓ કટાક્ષમાં કહેતા કે, સમજણ વિના તો બાંધે સામાયિક, પડિક્કમણું બોલે પોકારી, પોષો સજે પણ રોષો તજે નહીં, વાતો છોડે ના વિકારી.” જૈનદર્શન એ વિશ્વદર્શન છે. અન્ય દર્શનીઓને જૈનદર્શનની સાપેક્ષવાદની વ્યવહારુ પ્રતીતિ થાય એ માટે માત્ર ઉપાશ્રયો અથવા ધર્મસ્થાનોમાં જ વ્યાખ્યાનો આપવાની રૂઢિગત પ્રણાલિકાનો વિસ્તાર કરી અન્ય સ્થળોએ જૈન-જૈનેતર જનતામાં લોકભોગ્ય અને અસરકારક વ્યાખ્યાનો આપવાનો નવો ચીલો ઉપસાવ્યો. મહાત્મા ગાંધીજીએ સર્વધર્મોના અનુયાયીઓને પ્રાર્થનાના માધ્યમથી પોતાની રાજકીય અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડ્યા હતા. ગાંધીજીની આ સર્વધર્મ પ્રાર્થનામાં તેમને રસ પડ્યો. તેમણે પણ સાંજના સમયે પ્રતિક્રમણ બાદ સર્વધર્મ સમન્વય પ્રાર્થનાઓ અને પ્રવચનોની પ્રક્રિયા શરૂ કરી. જેનાથી જૈન અને જૈનેતરની હાર્દિક એકતાનો ટેકો મળ્યો. આ પ્રવૃત્તિથી તેમણે જૈનતત્ત્વને ગાજતું કર્યું. મહાત્મા ગાંધીના ઉપદેશને ઝીલવા કટિબદ્ધ થયેલા અનેક યુવાનોને તેઓ પોતાની આકર્ષક વાણી દ્વારા પ્રોત્સાહન આપતા. યુવાશક્તિમાં પૂરો વિશ્વાસ હોવાથી તેઓએ યુવકોને ઉદ્ધોધન આપવા યુવક પરિષદોમાં હાજરી આપી, ધર્મ અને નીતિના સંસ્કારોના પ્રેરણાબીજ રોપવા ભગીરથ પુરુષાર્થ કર્યો. આ સંતપુરુષમાં સાંપ્રદાયિક ભાવનો જરાપણ આગ્રહ ન હતો. તેમની સર્વધર્મ સમન્વયની વાસ્તવિક યથાર્થ દૃષ્ટિ પ્રશંસનીય હતી. નયવાદનું રહસ્ય તેમણે બરાબર પચાવ્યું હતું. તેઓએ સર્વદર્શનોનો અભ્યાસ કર્યો હતો. ધર્મમાં ભેદ ન હોય અને ભેદ હોય ત્યાં ધર્મ ન હોય – આવું માત્ર બોલીને જ બેસી ન (૧૨૨)
SR No.034403
Book TitleJain Darshan Ane Gandhi Vichardhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy