SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા 'ગાંધીવિચાર ક્ષેત્રે મુનિ સંતબાલજીનું પ્રદાના - ડૉ. પાર્વતી નેણશી ખીરાણી (જૈન સિદ્ધાન્ત આચાર્ય M.A. (Jainology) Ph.D. (જૈન સાહિત્ય) M.A. (Sanskrit), જૈન ધર્મનો અભ્યાસ કરનાર અને કરાવનાર, જ્ઞાનસત્ર - જૈન સાહિત્ય સમારોહમાં સંશોધનપત્રો રજૂ કરનાર, છાડવા ધાર્મિક શિક્ષણ બોર્ડમાં સક્રિય છે.) પૂ.મહાત્મા ગાંધીએ જે મહાવ્રતની કેડી કંડારી એના પર પગલા પાડનાર નરરત્ન એટલે એક સૈકા પહેલા જન્મેલા જૈનમુનિ ‘સંતબાલજી'. તા. ૨૬૦૮-૧૯૦૪ વિ.સં. ૧૯૬૦ ના રોજ નાગજીભાઈ દેવજીભાઈના ધર્મપત્ની મોતીબહેનની કુક્ષિએ એમનો જન્મ થયો. બાળપણનું નામ શિવલાલ હતું. એમને પાંચ વર્ષ નાની મણિબેન નામની બહેન હતી. નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગઈ પછી માતાએ સ્વમાનપૂર્વક ઉછેર્યા. શિવલાલમાં વૈરાગ્યવૃત્તિ વધતા જૈનસંતોનો પરિચય થયો. રાજસ્થાનથી પધારેલ પૂ. સૌભાગ્યમલજી મુનિથી પ્રભાવિત થઈને તેમને ગુરુ તરીકે સ્વીકારી દીક્ષા લેવાનો વિચાર કર્યો, પણ પછી ગાંધીવિચારથી રંગાયેલા ક્રાંતિકારી વિચારક, માનવતાના મસીહા એવા ગુરુ નાનચંદ્રજીનો વિશેષ પ્રભાવ પડ્યો. એ દરમ્યાન માતુશ્રીનું માંદગીથી અવસાન થયું. એમની વૈરાગ્યવૃત્તિ સબળ બની. તેથી જેની સાથે સગાઈ થઈ હતી તેને બહેન બનાવી તેની આજ્ઞા માગી તથા મોસાળ અને કુટુંબીજનોની આજ્ઞાથી દીક્ષા લઈને સૌભાગ્યચંદ્ર મુનિ બન્યા. જૈનધર્મ અનુસાર સંયમનું પાલન કરતાં કરતાં વિવિધ શાસ્ત્રોદર્શનનો ખૂબ અભ્યાસ કર્યો. સારું એવું સાહિત્ય-સર્જન કર્યું. શતાવધાનના પ્રયોગ કર્યા. એક વર્ષ માટે સંપૂર્ણ મૌનની સાધના દરમિયાન ધાર્મિક અને (૧૦૧) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા આધ્યાત્મિક સાધના કરતા કરતા લોકકલ્યાણની પ્રવૃત્તિ માટેના ક્રાંતિકારક વિચારો ઉદ્ભવ્યા. આ વિચારોની રજૂઆત કરતાં જ જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો. ત્યારે તેમણે પોતાના વિચારોની રજૂઆત કરતાં કહ્યું કે “જૈનસંત તરીકે દીક્ષા લીધા પછી તેઓ એક વિશાળ વિશ્વયોજનાનો ભાગ છે. જૈનસાધુએ સમાજની સુધારણા માટે કામ ન કરવું જોઈએ એવી કોઈ મનાઈ ફરમાવવામાં આવી નથી.' આ નિવેદનથી તેમને જૈનસમાજમાંથી બરતરફ કરવામાં આવ્યા અને જાહેર કરવામાં આવ્યું કે કોઈપણ ઉપાશ્રયમાં એમને ઉતારો ન આપવો તેમજ ભિક્ષા પણ ન આપવી. એમણે હિંમત હારી નહિ. ત્યારે એમના ગુરુદેવ પણ દબાણ લાવીને એમને ગુરુદેવથી છૂટા કરાવ્યા. જાહેર નિવેદન અને જાહેર લોકસેવાના કાર્યોને લીધે સંપ્રદાયથી જુદા થયા. ખરા પણ સાધુવેશ ન છોડ્યો અને પોતાના ગુરુદેવ સાથે અંતિમ સમય સુધી વિનયભાવે સંબંધ સાચવ્યો. પોતે સંતશિષ્ય તરીકે ઓળખાતા ગુરુ નાનચંદ્રજીના બાળક બની રહેવા માગતા હતા. તેથી પોતાનું નામ “સંતબાલ” રાખ્યું અને એ નામથી જ પ્રસિદ્ધિ પામ્યા. એમના ગુરુદેવ પણ કહેતા કે સંતબાલ જૈન સાધુ નહિ પણ જગતસાધુ છે. ગુરુના વચનાનુસાર એમણે ભાલનળકાંઠાના ગામડાઓના ખેડૂતોનો ઉદ્ધાર કર્યો. ૐ મૈયા કુદરતી ઉપચાર કેન્દ્ર, માતૃ સમાજ ઉદ્યોગગૃહ, ચીંચણમાં મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર આદિ સંસ્થાઓની સ્થાપના કરી. પોતાની લોકકલ્યાણ પ્રવૃત્તિઓને વેગ આપ્યો. મહાવીરનગરમાં ૧૯૭૦ થી ૧૯૮૨ સુધી સ્થિરવાસ રહીને વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા. છેલ્લે તબિયત બગડતા હરકિશન હૉસ્પિટલ મુંબઈમાં દાખલ કર્યા. ત્યાં જ તા. ૨૬-૦૩૧૯૮૨ ના અંતિમ શ્વાસ લીધા. તેમના નશ્વર દેહને મુંબઈથી ચિચણ મહાવીરનગરમાં લાવવામાં આવ્યો ત્યારે તેમની પાલખી ઉપાડનાર ચાર (૧૦૨)
SR No.034403
Book TitleJain Darshan Ane Gandhi Vichardhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy