SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) મજૂરોને ઋણમુક્ત કરવાની યોજના પણ એમણે બતાવી. એમ મજૂરોના પરિવારોનું સર્વેક્ષણ કરીને જરૂરિયાત પ્રમાણે કામધંધા માટે લોન પણ આપવામાં આવી. શ્રી વિજય મર્ચન્ટે પણ એમની હિન્દુસ્તાન સ્પીનિંગ અને વિવિંગ મિલમાં કામ કરતા કામદારોના વ્યક્તિગત અને સામુદાયિક હિતમાં એવા પગલાં ભર્યા કે જેથી એમને કેટલાક આર્થિક અને સામાજિક લાભો મળ્યા. મજૂરોની અંગત મુશ્કેલીઓ દૂર કરવામાં પણ સક્રિય રસ લઈ એમણે એમના દિલ જીતી લીધા. આ પ્રેરણા એમને ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાંથી જ મળી. તેમણે મજૂરોને માત્ર ઉત્પાદનના સાધનો તરીકે જ નહીં, પણ માનવ તરીકે અપનાવી એમની સાથે અત્યંત માનવતાપૂર્ણ વ્યવહાર કર્યો. મજૂરોએ પણ એનો સુંદર જવાબ આપ્યો અને શ્રી વિજય મર્ચન્ટ એમની મિલમાં ચલાવેલી સ્વૈચ્છિક રક્તદાન, કુટુંબનિયોજન, ક્ષયરહિત કાર્યક્રમ, કામદાર કલ્યાણ, દર્દીરહિત સંઘ વગેરે યોજનાઓમાં ખૂબ ઉત્સાહપૂર્ણ સાથ સહકાર આપ્યો. મુંબઈમાં શ્રી રામકૃષ્ણ બજાજે ફે૨૨-ટ્રેડ એસોસિએશન સ્થાપી વેપારમાં વ્યવહારશુદ્ધિ દાખલ કરી. હૈદરાબાદના ઓઈલ મિલ્સ એસોસિયેશનના પ્રમુખ ઠાકરસીભાઈએ એમના મંડળ તરફથી વેચાણવેરો ચુકવવાની જવાબદારી ઉઠાવી, જેને લીધે સરકારને વધુ કર મળ્યો. ભ્રષ્ટાચાર ઘટ્યો અને મિલવાળાઓને રોજિંદી પરેશાનીમાંથી મુક્તિ મળી. ઈંદોરમાં ૫૦વર્ષથી કામ કરતા અને ઈંદોરના ૮૦% કાપડના વેપારનું નિયંત્રણ કરતાં મહારાજા તુકોજીરાવ ક્લોથ બ્રોકર એસોસિએશન નામના મંડળે એવી પરંપરા વિકસાવી છે કે એનો એક પણ ઝઘડો કોર્ટમાં ગયો નથી. એ લોકો બાળમંદિરથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની શિક્ષણસંસ્થાઓ પણ ચલાવે છે. ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ટ્રસ્ટીશીપની દિશામાં મહાન પ્રયોગ વિનોબાજીના ભૂદાન આંદોલન દ્વારા થયો. એ ભૂદાન ગ્રામદાન-મૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનો પ્રારંભ ઈ.સ. ૧૯૫૧ માં થયો. એ આંદોલન દ્વારા વિનોબાજીએ સ્પષ્ટ કર્યું કે ભૂમિનો માલિક મનુષ્ય નહીં, પણ ભગવાન છે. આપણે સૌ ભૂમાતાના પુત્રો છીએ. એટલે આપણને ખેડીને ખાવાનો અધિકાર છે, સ્વામિત્વનો નહીં. દાન માટે પણ વિનોબાજીએ શંકરાચાર્યની ‘દાન સમ વિભાગઃ' એ વ્યાખ્યાન અપનાવી અને દાનમાં મળેલી જમીન, સંપત્તિ, સાધનો વગેરે જરૂરિયાતવાળાઓને વહેંચવાની પ્રક્રિયા આરંભી, યજ્ઞમાં સમર્પણભાવ સમાયેલો છે. આ આંદોલન મનુષ્યની ત્યાગ અને સમર્પણની ભાવનાનું પ્રતીક છે. એમાં દરેક મનુષ્ય સંપત્તિ, બુદ્ધિ, શ્રમ વગેરેમાંથી જે કંઈ પોતાની પાસે હોય તે આણી શકે છે. મનુષ્ય સામાજિક પ્રાણી હોઈ સમાજના સાથ સહકાર વિના એ જીવી શકતો નથી. એટલે સમાજ પ્રત્યેની એની ફરજરૂપે એણે સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું હોય તેના અમુક હિસ્સાને એણે નિયમિત રીતે સમાજના સ્વસ્થ સંચાલન માટે પાછો આપવો જોઈએ. જમીન વહેંચણીનો પ્રશ્ન ભારતના નવનિર્માણનો પ્રાણપ્રશ્ન છે. ભારતના ઘણા ખરા રાજયોમાં એ અંગે આઝાદી આવ્યા બાદ એક યા બીજા પ્રકારના કાયદા થયા છે. છતાં આ કાયદાઓ અને સમાજવાદીઓ અને સામ્યવાદીઓના આંદોલનોથી દેશમાં વીસ વર્ષમાં ભૂમિહીનો માટે જેટલી જમીન પ્રાપ્ત થઈ અને વહેંચાઈતે કરતાં કેટલીયે વધારે જમીન ભૂદાન આંદોલન મારફતે પ્રાપ્ત થઈ અને વહેંચાઈ છે. આ સિદ્ધિ ભારતના સમગ્ર પ્રશ્નની દષ્ટિએ ભલે અલ્પ ગણાશે પણ અહિંસક દૃષ્ટિએ તે અતિ સૂચક છે. આચાર્ય કૃપાલાનીના શબ્દોમાં કહીએ તો તેણે (ભૂદાન આંદોલન) બતાવી આપ્યું છે કે “ગાંધીજીના વિચારો અને ટેકનિકનું અંતત્વ (પોટેન્સી) ખતમ નથી થયું. પ્રજાના હિતમાં (૯૮). (૯૦)
SR No.034403
Book TitleJain Darshan Ane Gandhi Vichardhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy