SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આ સક્રિયતા સાત્વિક હોય, જે આપણને સત્યની તરફ પ્રવૃત્ત કરે. જેણે સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે તે એક ક્ષણ પણ નિષ્ક્રિય થઈને બેસતો નથી. આપણે સારા કામ અને ખોટા કામ વચ્ચે અંતર રાખતા શીખવું જોઈએ. સેવા પ્રત્યે અનન્ય સમર્પણથી મનુષ્યમાં સારા અને ખોટા કર્મોની વચ્ચે અંતર કરવું સહજ રૂપે આવી જાય છે. અપરિગ્રહના આલંબન સૂત્ર અપરિગ્રહની ચેતનાનો વિકાસ કરવાને માટે પરિગ્રહથી પોતાને દૂર રાખવા. પદાર્થોના પ્રતિ મમત્વભાવ, મૂચ્છ ન કરે. મમત્વ કરવાવાળા ગાઢ બંધન કરે છે. મમત્વના બે પ્રકાર છે : - જડના પ્રતિ રાગભાગ - ચેતનના પ્રતિ રાગભાવ બંને પ્રકારના પરિગ્રહને જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો પરિહાર કરવો જોઈએ. અપરિગ્રહની પુષ્ટિ માટે અપરિગ્રહી બનવાનો સંકલ્પ પણ આવશ્યક છે. હો ૩છાને અને રાહત મવરસામો | આપણે અપરિગ્રહી થઈશું - આ ભાવના જાગૃત નહીં થાય ત્યાં સુધી અપરિગ્રહની દિશામાં ગતિ નહીં થઈ શકે. સંકલ્પનું જાગરણ મૂચ્છ પર અસર કરે છે. મૂર્છા તૂટવાથી અપરિગ્રહની સ્થિતિ સ્વતઃ ઘટિત થઈ જાય છે. પરિગ્રહી વ્યક્તિ અધ્યાત્મમાં રમણ કરી શકતો નથી. જો સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા હોય તો અપરિગ્રહી બનવું આવશ્યક છે. આ ચિંતનથી પોતાને ભાવિત કરવા અપરિગ્રહની ભાવના પુષ્ટ કરવી. પરિગ્રહી વ્યક્તિ સ્વયં સુખી થઈ શકતી નથી અને બીજાને દુઃખમુક્ત કરી શકતી નથી. આથી પરિગ્રહની ચેતનાનો વિકાસ કરવો જોઈએ. (૮૯) ગાંધીજીએ પણ કહ્યું છે કે માણસ પોતાની જરૂરિયાતથી વધારે વસ્તુ ન રાખે એટલું પૂરતું નથી. અપરિગ્રહ વ્રતના પાલનને સારુ તો આપણે પોતાની ગણાતી વસ્તુઓ, દેહ સુદ્ધા પર પણ માલિકીની ભાવનાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ એવું ગાંધીજીનું માનવું હતું. દેહ પણ સેવાર્થે ઈશ્વર તરફથી મળેલું સંપેતરું છે એમ સમજી એના પર આસક્તિ ન રાખતાં એનો પરોપકારાર્થે ઉપયોગ કરવો જોઈએ. અપરિગ્રહની સિદ્ધિનો ઉપાય: અપરિગ્રહની સિદ્ધિનો મહત્ત્વપૂર્ણ ઉપાય છે – લોકને જાણીને લોક સંજ્ઞાનો ત્યાગ કરવો. લોકનો અર્થ લોભ કે મમત્વ છે. લોક સંજ્ઞા - લોભની મતિ કે મમત્વની મતિ. લોક કે લોકસંજ્ઞાનું તાત્પર્ય છે - પરિગ્રહના સ્વરૂપનું જ્ઞાન કરવું, તેના પછી પરિગ્રહની સંજ્ઞા, સંસ્કારોનો પરિષ્કાર કરવો. સંસ્કારોનો પરિષ્કાર કરવાને માટે પ્રતિપક્ષી ભાવોનું ચિંતન ઘણું કાર્યકારી હોય છે. પરિગ્રહીને આત્માનુભૂતિ નથી થતી. આત્માનુભૂતિ માટે અપરિગ્રહ આવશ્યક છે. અપરિગ્રહની સિદ્ધિ માટે નિર્દેશ આપવામાં આવ્યો છે કે અપરિગ્રહને માટે પરાક્રમ કરો. અપરિગ્રહનું ચિંતન પ્રતિસ્ત્રોતનું ચિંતન છે. અપરિગ્રહની સિદ્ધિ માટે સહિષ્ણુ બનવું પણ આવશ્યક છે. સહિષ્ણુતાના અભાવમાં વ્યક્તિ વિચલિત થઈ જાય છે. અનુકૂળતા - પ્રતિકૂળતામાં મધ્યસ્થતા રહેતી નથી. પરિગ્રહથી વિરત અનગાર, અપરિગ્રહી અનગાર પરિષહોને જીવનપર્યત સહન કરે છે. પરિગ્રહનો ત્યાગ કરવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે એના માટે તૈયાર રહે છે તે અપરિગ્રહની સાધનામાં સફળ થાય છે. ગાંધીજીનું જીવન અપરિગ્રહના આ વિચારોના ઉદાહરણ રૂપ હતું. (૮૮)
SR No.034403
Book TitleJain Darshan Ane Gandhi Vichardhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy