SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા થોડા સમયમાં જ વિદ્યાપીઠમાં ‘ગુજરાત પુરાતત્વ મંદિર’ ની સ્થાપના થઈ. ગાંધીજીએ મુનિશ્રીને તેના આચાર્ય બનાવ્યા અને તેઓ ‘પુરાત્વાચાર્ય’ પદથી વિભૂષિત બન્યા. ‘ગુજરાત પુરાતત્ત્વ મંદિર’ ની મુલાકાતે આવનાર અને જૈન વિદ્યાક્ષેત્રે અવિસ્મરણીય પ્રદાન કરનાર જર્મન વિદ્વાન પ્રો. શુક્લિંગના નિમંત્રણને માન આપીને તેઓ ગાંધીજીની રજા લઈને જર્મની ગયા. ત્યાં દોઢ વર્ષના રોકાણ દરમિયાન લેખન-વાંચનના કાર્ય ઉપરાંત જર્મનીમાં રહેતા હિન્દુસ્તાનીઓને એકઠા થવા માટે ‘હિન્દુસ્તાન હાઉસ' નામની સંસ્થાની સ્થાપના કરી તેમજ ભારતીય સંસ્કૃતિ તેમજ રાજનૈતિક પ્રવૃત્તિઓને સંગઠિત કરવા ‘ઈન્ડો-જર્મન સેન્ટર' નામની એક સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપના કરી. તે દરમિયાન ભારતમાં આઝાદીના અહિંસક યુદ્ધ માટેની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હતી. ગાંધીજી સાથે તે બાબતે વિચાર-વિમર્શ કરવા તેઓ સને ૧૯૨૦ માં ભારત પાછા ફર્યા. ગાંધીજીની વિશ્વવિખ્યાત દાંડીકૂચ દ્વારા શરૂ થયેલા મીઠાના સત્યાગ્રહમાં મુનિશ્રી પણ જોડાયા તેના પરિણામે જેલમાં ગયા. સને ૧૮૮૭ ની સાલમાં લંડનમાં ભણવા-રહેવાની લક્ઝરી ભોગવી ચૂકેલા, બગીમાં બેસીને નાટક જોવા જનાર, સૂટ અને ટાઈ પહેરનાર, બાવીસ વર્ષફોરેનમાં રહેનાર અને આજના ચલણમાં કરોડોની પ્રેક્ટિસ કરનાર બેરિસ્ટર એવા ગાંધીજીએ દેશની સેવા માટે ઉપરની દરેક વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. દેશની સ્વતંત્રતા માટેની અહિંસક લડત માટે આખા દેશને એકતાંતણે બાંધનાર ગાંધીજીએ પોતાના જીવન દરમિયાન દેશ માટે શું નથી કર્યું ? દેશની આવતીકાલ માટે એમણે પોતાના જીવનને હોડમાં મૂકી દીધું. એક અજાણી ગરીબ સ્ત્રી પાસે મેલી સાડી બદલવા માટે બીજું કપડું નથી એ જોઈને સુટબૂટ તો ઠીક પણ ઝભ્ભો લેંઘો પણ છોડીને માત્ર હાથે કાંતેલી પોતડી પહેરવાની પ્રતિજ્ઞા કરીને (૭૫) જૈનદર્શન અને ગાંધી વિચારધારા આખા વિશ્વના કેમેરા પોતાની સામે મંડાયેલા હોવા છતાં તેને પાળી બતાવવાનું મનોબળ ગાંધીજીએ કેળવ્યું હતું. દેશની સેવા કરવા પોતપોતાના પદનો ત્યાગ કરનાર શ્રી જિનવિજયજી અને મહાત્મા ગાંધીજી બંને મુઠી ઊંચેરા કર્મઠ માનવીઓ હતા. મુનિશ્રીના મનમાં હંમેશાં દેશ અને સમાજની સમસ્યાઓ સંબંધી ચિંતન ચાલતું રહેતું. આઝાદી પછી અન્ન સમસ્યા જેમ જેમ ગંભી૨રૂપ ધારણ કરતી ગઈ. તેમ તેમ તેમનું ધ્યાન કૃષિ, શરીરશ્રમ અને સ્વાવલંબન તરફ ખેંચાતું ગયું. તો ગાંધીજીએ તો તેઓ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારથી જ શરીરશ્રમ અને સ્વાવલંબનને અપનાવ્યા હતા. મુનિશ્રી એક આદર્શ વિદ્યાપુરુષ હતા અને તેમની નામના પણ દેશના ઉચ્ચકોટિના વિદ્વાન તરીકે જ હતી એમ તેઓ પોતે પણ જાણતા હતા, છતાં આવી નામનાથી અંજાઈને કે લોભાઈને શ્રમનિષ્ઠા કે કર્મયોગને શિથિલ બનાવીને જ્ઞાનયોગની એકાંગી સાધના દ્વારા પંડિત તરીકેની વિશેષ નામના પ્રાપ્ત કરવાના મોહમાં તેઓ સપડાયા ન હતા. તો ભારતને આઝાદી મળ્યા બાદ ૧૫ મી ઓગસ્ટનું ફોટો ફંક્શન પડતું મૂકીને ૭૭ વર્ષની વયે કોઈ બોડીગાર્ડ વગર બંગાળની સળગતી સરહદોને ઠારવા પહોંચી જનાર પૂ. મહાત્મા ગાંધીના કીર્તિ અને નામના ત્યાગની ઊંચાઈને માપી શકાય તેમ નથી. બંનેના જીવનમાં દ્રવ્ય પરિગ્રહ તો હતો જ નહીં પરંતુ ઉપરની બાબત જોતાં બંનેના જીવન ભાવ અપરિગ્રહની પરાકાષ્ઠારૂપ હતા. ભગવત્ ગીતાના ‘અનાસક્તિ યોગ’ ને જીવી બતાવનાર આ બંને મહાપુરુષોને શત્ શત્ પ્રણામ. સંદર્ભ સૂચિ : - અમૃત સમીપે, રતિલાલ દેસાઈ - અર્વાચીન જૈન જ્યોતિર્ધરો, પૂ. આત્માનંદજી (os)
SR No.034403
Book TitleJain Darshan Ane Gandhi Vichardhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy