SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) અનેકાન્તવાદ અને ગાંધીવિચાર - કનુભાઈ શાહ (જૈનધર્મના અભ્યાસુ કનુભાઈ ગ્રંથાલયની પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. જૈન સાહિત્ય સંમેલનો અને જ્ઞાનસત્રોમાં શોધપત્રો રજૂ કરે છે.) ગાંધીવિચારની વાત કરતાં પહેલાં જૈન દૃષ્ટિએ અનેકાન્તવાદને સમજીએ તો ગાંધીવિચાર અને અનેકાન્તવાદની વાત કરવાનું સરળ બને. સ્યાદ્વાદ અને અનેકાન્તવાદઃ સ્યાદ્વાદ શબ્દ ‘ચાતુ’ અને ‘વાદ' એ બેથી બનેલો છે. ‘સ્માતુ” એટલે “અમુક અપેક્ષાએ’, ‘અમુક દૃષ્ટિકોણથી'. એ (ચાતુ) અહીં અવ્યય છે અને અનેકાન્તસૂચક છે. એટલે અનેકાન્તરૂપે કથન એ સ્યાદ્વાદનો અર્થ થયો. આથી જ સ્યાદ્વાદનું બીજું નામ અનેકાન્તવાદ'. ‘અનેકાન્ત’ માં ‘અનેક’ અને ‘અન્ત’ એમ બે શબ્દો છે. તેમાં ‘અન્ત' નો અર્થ અહીં ધર્મ, દૃષ્ટિ, દિશા, અપેક્ષા, બાજુ એવો કરવાનો છે. આ ઉપરથી “અનેકાન્તવાદ' નો અર્થ અનેક દૃષ્ટિઓથી વિવિધ દિશાઓથી - ભિન્ન ભિન્ન અપેક્ષાથી (વસ્તુનું) અવલોકન કે કથન કરવું એવો થાય છે. આમ, ‘યાદ્વાદ' અને “અનેકાન્તવાદ' એ બંને શબ્દો એકાર્થક છે. આ રીતે ‘અનેકાન્તવાદ' નો અર્થ એના નામમાં જ સ્પષ્ટ થઈ જાય છે. વસ્તુ એક જ દૃષ્ટિથી – એક જ બાજુથી, ભિન્ન ભિન્ન દેષ્ટિબિંદુઓથી અવલોકન કરતી દષ્ટિ એ અનેકાન્ત દૃષ્ટિ, એટલે એ વિશાળ યા વ્યાપક દૃષ્ટિ. એનાથી વસ્તુની બરાબર માહિતી મળે. એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓથી સંગત થઈ શકતા જુદા જુદા - વિવિધ દેખાતા - ધર્મોનો પ્રામાણિક સ્વીકાર એ સ્યાદ્વાદ છે. જેવી રીતે એક જ પુરુષમાં પિતા-પુત્ર, કાકા-ભત્રીજા, મામા-ભાણેજ, સસરા-જમાઈ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા વગેરે પરસ્પર વિરુદ્ધ લાગતા વ્યવહાર ભિન્ન ભિન્ન સંબંધની અપેક્ષાએ સંગત થતા હોઈને માનવામાં આવે છે, તેવી રીતે એક જ વસ્તુમાં સ્પષ્ટીકરણ માટે એક વિશેષ વસ્તુ ઉઠાવીને કહીએ તો એક જ ઘરમાં નિયત્વ અને અનિત્યત્વ વગેરે વિરુદ્ધરૂપે ભાસતા ધર્મો જુદી જુદી અપેક્ષા દૃષ્ટિએ સંગત થતા હોઈને સ્વીકારી શકાય છે. આમ, એક વસ્તુમાં ભિન્ન દૃષ્ટિએ સંગત થઈ શકે તેવા ભિન્ન ભિન્ન ધર્મોનો સમન્વય કરવો એ સ્યાદ્વાદ અથવા અનેકાન્તવાદ છે. વિવિધ દૃષ્ટિબિંદુઓ દ્વારા શક્ય અન્વયો કરી ભિન્ન યા વિરુદ્ધ દેખાતા મતોની સમુચિત રીતે સંગતિ કરવી એ અનેકાન્ત દૃષ્ટિનું સ્વરૂપ છે. આ ઉપરથી એ દૃષ્ટિની વ્યાપકતા, મહત્તા અને ઉપયોગિતા સમજી શકાય છે. આ ઉદાર દૃષ્ટિના પવિત્ર બળથી જ મતસંઘર્ષોથી ઉપજતા કોલાહલો શમી જઈ માનવસમાજમાં પરસ્પર સમભાવ સધાય છે. આ સમભાવ અથવા સામ્યનો પ્રચાર એ અનેકાન્તવાદનો ઉદ્દેશ છે. આના ફળસ્વરૂપે એમ કહી શકાય કે અનેકાન્તવાદ એટલે સમન્વયવાદ, અને એમાંથી નીપજનારું કલ્યાણકારી ફળ તે સમભાવ. સમન્વયવાદ અને સમભાવ દ્વારા નીપજતો વ્યાપક મૈત્રીભાવ એ સરવાળે માનવીના હિત દ્વારા વિશ્વ કલ્યાણમાં પરિણમે. ગાંધીજી અને જૈન ધર્મ : ગાંધીજીનું પ્રત્યેક કાર્ય ધર્મ છે. ધર્મ એ વિચારપૂર્ણ આચાર છે. ગાંધીજીનો ધર્મ એ આચારધર્મ છે. ગાંધીજીનું સમગ્ર જીવનકાર્ય એ અહિંસાના માર્ગે સત્ય ધર્મને માપવાના પુરુષાર્થનું પરિણામ છે. ગાંધીજીની ધર્મભાવના વ્યાપક છે. આ ધર્મભાવના ગાંધીજીના બધા જ કાર્યક્ષેત્રોમાં પ્રસરેલી છે. રૂશાવામહે સર્વમ્ - આ આખુંયે વિશ્વ ઈશ્વરથી વ્યાપ્ત છે - એ અનુભવ, એ દર્શન ગાંધીજીએ કર્યું છે, એવું એમના આચારવિચાર પરથી જણાય છે. પ્રાચીન સાધકોની જેમ ગાંધીજીએ પણ ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કારને પોતાના જીવનનું ધ્યેય માન્યું હતું. ‘આત્મકથા’ ની (૨) (૧)
SR No.034403
Book TitleJain Darshan Ane Gandhi Vichardhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy