SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા સંલેખનાઃ મહાવીરના માર્ગનું આકર્ષણ રાખનારા વિનોબાએ દેહ છોડવા માટે પણ જૈન ધર્મનું અનુશીલન કર્યું. એકાદ mild heart stroke નો અનુભવ કર્યા પછી વિનોબાજીને લાગ્યું કે હવે આ દેહ વધુ ચાલી શકે એમ નથી તો રોગ કરતાં યોગ માર્ગે શા માટે દેહ ન છોડવો? એમણે અન્નજળ ત્યાગ કરી નવેમ્બર ૧૯૮૨ માં સંલેખના શરૂ કરી. કેટલાકના કહેવા પ્રમાણે એમણે ગામ માટેની અર્થાત્ પ્રાણીમાત્ર માટેની કરુણાથી ઉપવાસ શરૂ કર્યા, પરંતુ રીતિ તો એમણે જૈનની અપનાવી. પેટમાં અલ્સર હોવાથી ડૉક્ટરો કહેતા રહ્યા કે પાણી વગર toxin ઉત્પન્ન થશે અને તેઓ બેહોશ થઈ જશે, પરંતુ વિનોબાજી અંતપર્યંત જાગૃત હતા. મહાવીર નિર્વાણના દિવસે સવારે ૯.૨૫ વાગ્યે ફ્રેંચ આશ્રમવાસી ઋતા આવી અને પ્યાલામાં પાણી લઈને વિનોબાજી સમક્ષ ઊભી રહી. વિનોબાજીએ એને જ પાણી પીવાનો અનુરોધ કર્યો અને ‘હું જાઉં છું' એમ ઈશારાથી બતાવી સવારે ૯.૩૦ વાગ્યે મહાવીરને મળવા તેઓ ઉપડી ગયા. બાળપણથી મૃત્યુ સુધીની એમની વૃત્તિ મહાવીરમય રહી ! - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) 'ગાંધીવિચાર ક્ષેત્રે પ્રદાન કરનારા ચિંતક અને સર્જક શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ - જાગૃતિ ઘીવાલા. (જૈન ધર્મના અભ્યાસુ જાગૃતિબેન નલીનભાઈ ઘીવાલાએ ગુજરાત વિધાપીઠમાં જૈનીઝમ પર એમ.ફીલ. કર્યું છે. હાલમાં તેઓ ‘પ્રશસ્ત ધ્યાન’ વિષય પર Ph.D. કરી રહ્યા છે.) શ્રી ગોપાલદાસ પટેલ એક અદભુત પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું. તેમના સમગ્ર વ્યક્તિત્વને થોડા પાનામાં વર્ણવવું ખૂબ મુશ્કેલભર્યું છે. તેઓએ સ્વતંત્ર ગાંધી વિચારક અને રાષ્ટ્રીય કેળવણીકાર તરીકે ગૌરવવંતુ પદ શોભાવ્યું છે. કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વને જાણવા તેમના પૂર્વજન્મને જાણવો આવશ્યક બને છે. શ્રી ગોપાલદાસ પટેલ ખાદીના સફેદ ધોતી-ઝભ્ભો, ઊંચી દીવાલવાળી ટોપી પહેરનાર એક સગૃહસ્થ હતા. ધીર-ગંભીર, ઓછા-બોલા, બહારથી નાળિયેરના કોચલા સમાન કઠણ, કડક, આગ્રહી પરંતુ અંદરથી અત્યંત ઋજુસૌમ્ય, પરદુઃખથી દ્રવી જનારા, ગુપ્ત રીતે મદદ કરનારા, ગાંધીવિચારના સમર્થક, નીડર પત્રકાર, ચિંતનશીલ, ગ્રંથ સમાલોચક, જૈન-બૌદ્ધ-શીખ-યોગ વગેરે તત્ત્વજ્ઞાનના અભ્યાસી, સંસ્કૃત-અંગ્રેજી ગ્રંથોના સિદ્ધહસ્ત, અગ્રગણ્ય અનુવાદકોની હરોળમાં સમર્થ સંપાદક વગેરે દ્વારા ગાંધીવિચાર ક્ષેત્ર અને ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય પ્રદાન આપનારા હોવા છતાં ઓછા જાણીતા હતા. પોતાના જીવનના અમૂલ્ય વર્ષો ગુજરાત વિદ્યાપીઠ માટે અર્પણ કરનારા શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ સાહેબનો સંક્ષિપ્ત પરિચય.... શ્રી ગોપાલદાસ પટેલનો જન્મ ગુજરાત - સરદાર પટેલના ગામ કરમસદમાં તા. ૨૮-૦૪-૧૯૦૫ માં થયો હતો. પિતાનું નામ શ્રી જીવાભાઈ પટેલ અને માતાનું નામ હીરાબેન હતું. પિતાજી શિક્ષિત અને પ્રતિષ્ઠિત (૪૬). ( ૫)
SR No.034403
Book TitleJain Darshan Ane Gandhi Vichardhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy