SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા ‘શાંતિદૂત ગાંધી' નામના પુસ્તકમાં લેખિકા મનોરમા જફા જણાવે છે કે “એકવાર મોહને (ગાંધીએ) જોયું કે મારા પગ ઉપર વીંછી ચઢી રહ્યો છે. એણે જોરથી બૂમ પાડી, ‘વીંછી’.' માએ પોતાના હોઠ ઉપર આંગળી રાખીને મોહનને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને પોતાના પગને ઝાટક્યો, જેથી વીંછી જતો રહે. મોહને આશ્ચર્યથી માને પૂછ્યું કે, “એણે વીંછીને માર્યો કેમ નહીં?’ માએ કહ્યું, “એને પણ જીવવા દેવો જોઈએ !” - ગાંધીજીની માતાને ચોક્કસપણે જૈન સાધુઓના સત્સંગ અને સંપર્કમાં આવવાનું થયું હશે માટે વિલાયત જવા તૈયાર થયેલા મોહનદાસને માતા પૂતળીબાઈ બેચરદાસ નામના જૈન સાધુ પાસે લઈ જાય છે અને વિલાયતમાં માંસાહાર, શરાબ વગેરે નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. અહિંસાની અસરના એંધાણ આ ઘટનાથી વરતાવા માંડે છે. નાનપણના ગાંધીજીના અજ્ઞાત મનમાં રહેલા અંધકારનો ડર કાઢવામાં એમની રંભા નામની કામવાળીએ ઈશ્વર સ્મરણ, ભગવાનનું નામ લેવાના જે સંસ્કારો આપ્યા એનાથી અભયનો ભાવ પ્રગટ્યો... વિકસ્યો... આ અભય અહિંસાનું જ એક પાસું છે. અભય વગર અહિંસા આવિર્ભત નથી થતી અને અહિંસા વગર અભય ટકતો નથી ! આ સંસ્કારના મૂળમાં અહિંસા અને જીવદયાનો ભાવ વ્યાપેલો છે. આ રીતે નાનપણથી જ ગાંધીજીમાં અહિંસાના બીજોનું વાવેતર થતું રહ્યું. જૈન ધર્મ અને દર્શન ત્યાગપ્રધાન પરંપરાના અગ્રણી છે. સમગ્ર જૈન ધર્મનો પાયો ત્યાગ-વૈરાગ્ય અને અલિપ્તતાના સિદ્ધાંતો ઉપર મજબૂત બન્યો છે. જૈન ધર્મની અહિંસા તીર્થકર ભગવંતો અને આચાર્ય ભગવંતોથી પ્રેરિત હોવાથી વધુને વધુ સૂક્ષ્મ બનતી ચાલી... જયારે ગાંધીજીની અહિંસા ભાવાત્મક રૂપે સૂક્ષ્મમાં પરિણમી પણ સ્કૂલ અને વ્યવહારની ભૂમિકાએ જુદા પાસાઓમાં ઉજાગર થઈ! (૩૩) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ગાંધીજી કદાચ અહિંસાના સિદ્ધાંતને સર્વગ્રાહી રીતે મૂલવતા રહ્યા હતા અને સમયે સમયે આવશ્યકતા પ્રમાણે એના રૂપ-સ્વરૂપના બદલાવને સ્વીકારતા રહ્યા. ગાંધીજી પ્રયોગ કરીને પરિણામ મેળવવામાં પાવરધા હતા. પ્રયોગમાં વૈવિધ્ય, નાવીન્ય અને પારદર્શિતા આવવાના લીધે ગાંધીજીએ અપનાવેલી અહિંસા સમગ્ર વિશ્વ માટે આવશ્યક નહીં પણ અનિવાર્ય હતી. એટલું જ નહીં, ગાંધીજી અસહકાર અને સત્યાગ્રહ જેવા વલણ સાથે પણ અહિંસાને વળગી રહ્યા ! સામાન્ય રીતે આ સ્થિતિ અસમંજસભરી હોય છે. ગાંધીજી ઉપર જૈન ધર્મની સીધી અસરનો તબક્કો એમના શ્રીમદ્ રાજચંદ્ર સાથેના પત્રવ્યવહારથી પ્રારંભાય છે. ગાંધીના અનેક પ્રશ્નોના જવાબો શ્રીમદે આપ્યા છે. એમના પત્રવ્યવહાર આ વાતનો સાક્ષી છે. ૨૭ જેટલા પત્રોમાં અનેકવાર જુદા-જુદા પ્રશ્નોના સંદર્ભમાં અહિંસાની વાત પણ કરાઈ . (Shrimad Rajchandra's Reply to Gandhiji's Questions : Shrimad Rajchandra Ashram : AGAS) માર્ક શેપર્ડ (Mark Shepard) ના મુજબ ગાંધીજીએ અહિંસાને આજ પહેલા ક્યારેય ન પહોંચેલી ઊંચાઈ પર પહોંચાડી હતી. (Mahatma Gandhi and his Myths : Shepard Publications, Los angeles, 2002) જયારે કૃષ્ણા કૃપલાની જણાવે છે કે માનવ ઈતિહાસમાં ગાંધી પહેલી વ્યક્તિ છે કે જેમણે અહિંસાના સિદ્ધાંતને વ્યક્તિગત સ્તરથી સમાજ અને રાજકરણના સ્તર સુધી પહોંચાડી ! (M.K. Gandhi, Autobiographical Reflections. The Continuum publishing Co. New York. 1990) ગાંધીજીના સમકાલીન ગાંધીવાદી વિચારકો કિશોરલાલ મશરૂવાલા તથા કેદારનાથજી વગેરના અહિંસા વિષેના ચિંતન અને વિચારણામાં અહિંસાના અનેક પાસાઓ મૂલવવામાં આવ્યા છે, જે ગાંધી-વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે. (38)
SR No.034403
Book TitleJain Darshan Ane Gandhi Vichardhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy