SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો સાંભળતા ચંદ્રગતિ વિરક્તિ અનુભવે છે. તે ભામંડલનો રાજયાભિષેક કરી પોતે દીક્ષા લે છે. સીતા-રામ-જનક સૌને સમાચાર મળ્યા, બધા આનંદિત થઈ જાય છે. જૈન ધર્મ અનુસાર પોતાનું હિત ચાહતો આત્મા દીક્ષા ગ્રહણ કરે છે, તેમ જનકરાજા પણ હવે સંસારી કર્મોથી મુક્તિ ઇચ્છી દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છે છે. અહીં ભૌતિક વૈભવ કે સંપત્તિ પણ માણસના મનને લોભાવી શકતી નથી. જે ઉચ્ચ આત્મા છે, તે પોતાનું હિત સાધી જ લે છે, એવો એક સંદેશો પણ મળે છે. | જિમ સુખ તિમ કરિજયો તુમ્હરે, હું લેઈસિ વ્રતભાર, વિષમ મારગજો આવી તણઉ રે, તુહે જામ્યો હુસિયારો રે. જૈન કથા સંસારની અસારતાને વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. સીતાએ પોતાના જીવનની શરૂઆત કરી છે, પણ તેને ગયા જન્મે જે સાધુની નિંદા કરી હતી, તેનું ફળ તેને આ ભવમાં ભોગવવાનું છે. પશ્ચાત્તાપ કે ભૂલની જાગૃતિ થવી એટલું પૂરતું નથી, પરંતુ કર્મનું ફળ ભોગવીને જ કર્મનો ખપ થાય છે. રામના વનવાસની મુખ્ય ઘટનાઓ વાલ્મિકી રામાયણની પરંપરામાં અને ‘પઉમચરિય’ ની પરંપરામાં એકસરખી છે. સીતા-રામ અને લક્ષમણ - કકેયીના વરદાન માગવાને કારણે રાજગાદીને બદલે વનવાસ ભોગવે છે. અહીં “મંથરા’ નામનું પાત્ર નથી આવતું. સીતારામ ચોપાઈના પાંચમા ખંડથી રાવણ કથાનો પ્રારંભ થાય છે. દક્ષિણ દિશામાં રાક્ષસ નામના દ્વીપમાં ચિત્રકૂટગિરિ નામના પર્વતમાં લંકા નામની નગરી આવેલી છે. ત્યાં વંશાશ્રવ નામનો વિદ્યાધર રાજા રાજ કરતો + ૧૮૬ + -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો હતો, એનો પુત્ર તે રાવણ. રાવણને નાનપણમાં તેના પિતાએ દિવ્ય રત્નોનો એક હાર પહેરાવ્યો હતો. એ હારના નવરત્નોમાં રાવણના મૂળનું સ્પષ્ટ પ્રતિબિંબ પડતું હતું. એટલા માટે રાવણને દશમુખ કહેવામાં આવતો હતો. રાવણ નામ માટે એવી દંતકથા છે કે એક વખત બાલી નામના ઋષિએ એને એક પહાડ નીચે કચડવા પ્રયત્ન કર્યો ત્યારે રાવણે ‘વ’ અર્થાત્ રુદન શરૂ કર્યું. એટલા માટે ‘રવ કરનાર' તે રાવણ એવું તેનું નામ પડી ગયું. જૈન કથામાં રસિક તત્ત્વોનું આલેખન કરાયું હોય છે. અકલ્પનીય વર્ણનો, પ્રસંગો પ્રજાને કથા તરફ ખેંચી રાખે છે. જેમ પ્રેમાનંદ પોતાની કથામાં રસને વળ ચઢાવી ચઢાવી ભાવકને તલ્લીન બનાવતો તેમ અહીં પણ સર્જક કથામાં જયાં શક્ય હોય ત્યાં તે રસની તીવ્રતાનો અનુભવ કરાવે છે, પણ મૂળ એનું અમન શાંત રસમાં થાય છે. સીતારામ ચોપાઈમાં રાવણ સાધુવેશે સીતાનું અપહરણ નથી કરતો. અહીં રામ સીતા સાથે કુટિરમાં હોય છે અને લક્ષ્મણ લડાઈ પર ગયા હોય છે ત્યારે લક્ષ્મણ જેવી દહાડ પાડી અને કુટિરમાંથી દૂર જાય છે અને જટાયુને ઘાયલ કરી પછી રાવણ સીતાનું અપહરણ કરે છે. રસ્તામાં રાવણ વિચારે છે કે ભલે સીતા અફસોસ કરતી પણ એકવાર પોતાની સંપત્તિ જોશે એટલે તેનું મન પીગળી જશે. ખિણ રોયઈ કરઈ વિલાપ, ખિલ કહઈ પોતંઈ પાપ, ખિણ કરઈ ગીત નઈ ગાન, ખિણ કરઈ જાપ નઈ ધ્યાન, ખિણ એક ઘઈ હુંકાર, કારણ વિના બાર બાર, નાખઈ મુખઈ નીસાસ, ખિણ ખંચિનઈ પડઈ સાસ. લંકા પહોંચ્યા પછી સીતા, રામ-લક્ષ્મણના કુશળ સમાચાર ન મળે ત્યાં સુધી રત્નજળનો ત્યાગ કરે છે. આ કથામાં સીતાની શોધ સુગ્રીવ કરે છે - ૧૮૦
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy