SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ઉધડો લઈ ક્રોધના અતિરેકમાં પાટી, પેન, પુસ્તક સળગાવી દીધાં. તેનું જ્ઞાનાવરણીય કર્મ ગંઠાઈ ગયું. તેણીએ બાળકોને ગુરુ વિરુદ્ધ ભડકાવતાં કહ્યું, “પુત્રો ! જો પંડિત વઢે તો તેને મારજો.” પ્રસંગોપાત જિનદાસ શેઠ નીતિકારનો ટૂચકો આપી પત્નીને જ્ઞાનની સંવેદનાથી ઝંકૃત કરવા કહે છે, “પ્રિયે ! પાંચ વર્ષ સુધી પુત્રને ઉછેરવો, દસ વર્ષ સુધી જ્ઞાનાર્જન માટે આવશ્યક પડે તો તાડન પણ કરવું અને પુત્ર સોળ વર્ષનો થાય ત્યારે તેની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો.” વિદ્યાદેવી સુંદરીને આ ઉપદેશ બળતામાં ઘી હોમાયા જેવું નીવડ્યું. તેણીએ પતિ સાથે મોટે પાયે કજિયો માંડ્યો. પરિવારના સંબંધોમાં તહેલકો મચી ગયો. પુત્રી માતાના કહેવાથી પિતાથી વિમુખ થયા. પ્રસંગોપાત કવિશ્રી (ઢા. ૬) માં કહે છે : “કુત્સિત, દુબુદ્ધિ, અતિક્રોધી સ્ત્રીઓ કલંકરૂપ છે. નિર્લજ્જ, નિર્દયી, દંભી, માયાવી અને મૂર્ખ સ્ત્રીનો વિનિયોગ થવો એ ઈશ્વર કે સિદ્ધપુરુષના અભિશાપરૂપ (અર્થાત્ પાપના ઉદયરૂપ) છે.’ સુંદરીની એલફેલ વાણીથી શેઠને ક્રોધનો આફરો ચડ્યો. તેમણે વિચાર્યા વિના જ બાજુમાં પડેલો પથ્થર ઊંચકી સુંદરીના કપાળે ઝીંકી દીધો. આ પથ્થર મર્મસ્થાને વાગતાં સુંદરી યમસદને પહોંચી ગઈ. તેણી કપૂરતિલકા શેઠાણીની કુશિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે જન્મથી મૂંગી થઈ. પ્રસંગોપાત કવિશ્રી લોકકહેવતમાં કર્મસિદ્ધાંતને ગૂંથી ઉપદેશે છે : “વિણ ભોગવ્યા ન છૂટર્જ, લિખિયો પૂરવ લેખ; કીધા કરમનો ક્ષય નહીં, કરહુ કોટિ ઉપાય; પાર્વ જેહવો તેહવો કરે, લોકે એમ કહેવાય.” સિંહદાસ શ્રેષ્ઠીએ સમસ્યાના નિરાકરણનો ઉપાય પૂછ્યો ત્યારે સૂરિજીએ જ્ઞાનપંચમીની વિધિ દર્શાવી. કાર્તિક સુદ પંચમીએ ગુરુગમથી ચૌવિહાર ઉપવાસના પ્રત્યાખ્યાન કરવા. બાજોઠ ઢાળી તેના ઉપર ગ્રંથ (આગમ) ને -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોસ્થાપિત કરી તેની સમક્ષ ચોખાનો સાથિયો કરવો. સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી, દીપક પ્રગટાવી પાંચ પ્રકારનાં ફળો નૈવેદ્ય તરીકે ધરવાં. દર માસની સુદ પંચમી એમ કુલ પાંચ વર્ષ સુધી વિધિપૂર્વક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક જ્ઞાનપંચમીની આરાધના કરવી. આ વિધિની સાથે સાથે ઈશાન ખૂણામાં શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા લઈ તેમની સન્મુખ મુખ રાખી ‘નમોનાણસ્સ' ની માળા ત્રણે યોગોને નિયંત્રિત રાખી એકાગ્રચિત્તે કરવાથી ગાઢ જ્ઞાનાવરણીય કર્મ અવશ્ય પાતળું પડે છે. ઢાળ : ૮ માં કવિરાજે પૂજાવિધિ સરળ શબ્દોમાં વિસ્તારપૂર્વક ફૂલગુંથણી કરી સમ્યક્ ક્રિયા બતાવી સમાજનું ઘડતર કર્યું છે. ઢાળ : ૯ ગુણમંજરીએ જ્ઞાનપંચમીની આરાધના કરી. પ્રસંગોપાત કવિરાજ કેસર, ચંદન આદિ વિવિધ સુગંધી પદાર્થોની અને તપના ઉજમણાના પ્રસંગે પૂજાની સામગ્રી તથા જ્ઞાનના સાધનોની પાંચ પાંચ વસ્તુઓની લાંબી યાદી ટાંકે છે, જે તેમના વ્યવહારિક જ્ઞાનનું કૌશલ્ય ઉજાગર કરે છે. જ્ઞાનપંચમીનું ફળ દર્શાવવા રચનાકાર ઉપમા અલંકાર અચૂક પ્રયોજે છે. “ધનથી દુષ્કાળ, સૂર્યથી, પૃથ્વીનો અંધકાર નષ્ટ પામે છે, તેમ સમ્યફપ્રકારે જ્ઞાનપંચમીની આરાધના કરવાથી રોગ નષ્ટ થાય છે.' અહીં એકાંત તપની પૂર્ણાહુતિ પ્રસંગે ઉજમણાનો નિષેધ નથી થયો. સાંપ્રાતકાળે તપની ઉજમણીને આરંભ-સમારંભમાં ખતવી તેની વગોવણી કરનાર માટે આ તથ્ય પડકારરૂપ છે. કારણ કે આવા પ્રસંગો દ્વારા ઘણાં હળુકર્મી આત્માઓ તપ ધર્મની આરાધનામાં જોડાય છે. ઢાળ ૧૦ અને ૧૧ : સોરઠી રાગમાં સૂરિજીએ વરદત્તકુમારના ઠોઠ રહેવાનું કારણ પ્રગટ કર્યું છે. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં શ્રીપુર નામના નગરમાં - ૧૬૦ - ૧૬
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy