SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો સગર ચક્રવર્તી - જીવનચરિત્ર - એક અધ્યયન અને કથામાં આધ્યાત્મિકનિરૂપણ - જસવંત ધનજીભાઈ શાહ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો એટલે ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળભદ્ર. એટલે આ ગ્રંથમાં વર્તમાન કાળના આ ભરતક્ષેત્રના ૬૩ શલાકા પુરુષોના જીવનચરિત્રોનું વર્ણન ઉપલબ્ધ છે. આ ગ્રંથના ગુજરાતીમાં ભાષાંતર કર્તા (4) શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈ છે. પ્રકાશનકર્તા શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ - ૩૮૦૦૧. (૫ મી આવૃત્તિ – ૨OO૬) વર્તમાનકાળના ૧૨ ચક્રવર્તીમાં પ્રથમ ચક્રવર્તી – જે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી હતા. દ્વિતીય ચક્રવર્તી – સગર ચક્રવર્તી - તીર્થકર શ્રી અજિતનાથના સમયમાં થયા હતા. અત્રે એ પણ ઉલ્લેખ કરવો અનુચિત નહીં ગણાય કે મહાભારતની કથાઓમાં પણ સગર ચક્રવર્તીનો ઉલ્લેખ જોવા મળે છે. સગર ચક્રવર્તીનું જીવનચરિત્ર આ ગ્રંથમાં બીજા પર્વના સર્ગ ૪, સર્ગ ૫ અને સર્ગ ૬ માં એમ ત્રણ સર્ગમાં સંકલિત કરવામાં આવેલ છે. સર્ગ ૪ માં ચક્રવર્તીના દિગ્વિજયનું તથા તેમના અભિષેકનું વર્ણન છે. સર્ગ ૫ માં સગર ચક્રવર્તીના પુત્રોનું તીર્થરક્ષા નિમિત્તે થયેલ નિધનનું વર્ણન છે અને સર્ગ ૬ માં શ્રી અજિતનાથ સ્વામી તથા સંગર ચક્રવર્તીની દીક્ષા અને કેવળજ્ઞાન પ્રાપ્તિનું વર્ણન છે. સગર ચક્રવર્તીનું જીવન ચરિત્ર અતિ સંક્ષેપમાં કાંઈક આ પ્રમાણે વર્ણવી શકાય: ઉપર જણાવ્યા પ્રમાણે ગ્રંથના પર્વ ૨ ના સર્ગ ૪ થી વિશેષરૂપે સગર ચક્રવર્તીના ચરિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સર્ગમાં સગર ચક્રવર્તીના છ ખંડ પરના વિજય - દિગ્વિજયનું ખૂબજ સુંદર વર્ણન કરવામાં આવેલ છે. સગર રાજાના શસ્ત્રમંદિરમાં સુદર્શન નામે ચક્રરત્ન ઉત્પન્ન થયું. આ ચક્રનું વર્ણન પર અત્યંત આલંકારિક અને સૌમ્યભાષામાં કરવામાં આવ્યું છે. નમ: સિદ્ધભ્ય: જ્ઞાતા જ્ઞાન તથા સેયં દ્રષ્ટા દર્શનદેશ્યભુ: | કર્તા હેતુઃ ક્રિયા યસ્માત તસ્મ જ્ઞાણ્યાત્મને નમઃ // સર્વજ્ઞ વીતરાગ દેવને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદન આપ સર્વમાં શક્તિરૂપે વિરાજમાન આત્મા પરમાત્માને મારા પ્રણામ જૈનદર્શનમાં ત્રિષષ્ટિ શલાકા પુરુષના જીવનચરિત્રનો ઉલ્લેખ જોવા મળે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યલિખિત ગ્રંથ આ વિષયનો અગ્રગણ્ય ગ્રંથ છે. ત્રિષષ્ટિ એટલે ૬૩ ત્રેસઠ - શલાકા એટલે ઉત્તમ - અર્થાત્ ત્રેસઠ ઉત્તમ પુરુષોના જીવનચરિત્રોનું આલેખન કરતો આ ગ્રંથ છે. જૈનદર્શન પ્રમાણે આ ત્રેસઠ ઉત્તમ પુરુષો પ્રત્યેક અર્ધચક્રકાળમાં હોય છે. આ ત્રેસઠ પુરુષો ૯૫
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy