SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોહજી પેલું પાત્ર દેખાય છે. થૂકમિશ્રીત આહાર કેમ ગળી શક્યા હશે? વિચારતા કંપારી છૂટે છે. જૈન ધર્મમાં આવી આકરી સામા છેડાની કસોટીઓ છે. સ્થૂલિભદ્ર યાદ આવે ને ! દષ્ટિવિષ સર્પનો જીવ, ક્રોધ કે કષયાના વિષને જીતી લેવા અચળ આસને બિરાજમાન થઈ ગયો ! સમતાની સાધના આપણામાં પ્રગટે, આપણો સ્વભાવ બને એ પ્રાર્થના કરીએ. (વિદ્વાન લેખકે સ્વામી આનંદના જીવન અને સાહિત્ય ઉપર શોધ પ્રબંધ લખી પી.એચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. તેઓ ઉત્તમ નિબંધકાર, વક્તા અને અધ્યાપક છે.) - જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો આટલું હળાહળ અપમાન થયું. ચારે તપસ્વીઓએ ધિક્કાર્યા છતાં કુરાડુ તો ઠંડા ને ઠંડા ! સમતાનો સાથ એમણે ન છોડ્યો કે સમતાએ એમનો સાથ ન છોડ્યો. કહેવું મુશ્કેલ ! | કુરઘડુ મનમાં વિચારે છે, “ધિક્કાર છે મને ! હું નાનું સરખું તપ નથી કરી શકતો, ભૂખને રોકી નથી શકતો, હું પ્રમાદને વશ છું. આજે આ તપસ્વી મુનિરાજોના ક્રોધનું સાધન-નિમિત્ત હું બન્યો' પાત્રનો આહાર વાપર્યો. શુક્લધ્યાનમાં પહોંચી જતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાનનો મહોત્સવ ઊજવવા દેવતાઓ વિમાને ચડીને આવ્યા. તપસ્વી મુનિઓ સમજયા કે દેવ અમારે માટે આવ્યા છે, પણ અહીં તો જુદી જ વાત બની. તપસ્વી મુનિઓને પણ સમજાયું કે અમે દ્રવ્ય તપસ્વી રહ્યા જયારે કુરઘડુ તો ભાવ તપસ્વી છે. કુરઘડુને ખમાવ્યા. છેવટે એ ચારે ક્ષમાપ્રાર્થી મુનિઓને પણ કેવળજ્ઞાન થયું. કુરઘડુની તો મુક્તિ થઈ પણ એ પાત્ર મનમાંથી ખસતું નથી. કસોટીની પરાકાષ્ઠા તો જુઓ ! અપમાનની ચરમસીમાં, પણ એ અપમાનની આગ કુરઘડુને ન અડી શકી કારણ કે એ તો સમતાના મેરુ પર બિરાજમાન હતા. તપસ્વી મુનિઓનું ક્રોધિત થવું માનવસહજ હતું. તિરસ્કારનો ભાવ આવે જ. કુરઘડુ તરફની ધૃણા કેવી તીવ્ર હતી. પોતે તપસ્વી ને પેલો ખાઉધરો, સરખામણી. કુરઘડુ ભૂખ પાસે નબળા પણ ક્રોધ કષાય સામે સબળા. આ સહનશીલતા, નમ્રતા, વિનય શ્વાસમાં હતા, લોહીમાં હતા. સહજ હતા. અંતરંગ હતા. કંઈ નવું ન લાગ્યું. એ સ્વભાવ હતો. સ્વનો ભાવ જ આખરે જીતે છે. - ૪૬ -
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy