SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પરુ અને લોહી વહેતું. સાક્ષાત્ નરકના દર્શન થાય એવું દુઃખ ભોગવતો હતો. પૂર્વભવની મોજથી તેનો પોજ જોવો ન ગમે. તેની આકૃતિ જોતાં આત્મામાં એક અનોખું સંવેદન થતું. મૂકી દે મનવા મનગમતી મોજ, માથે ફરે છે કર્મની ફોજ, દિવસે દિવસે વધશે કર્મનો બોજ, ભાવિમાં બદલી જશે પોજ. શાસ્ત્રમાં ત્રણ પ્રકારના આત્મા બતાવ્યા છે. (૧) જગતને કેન્દ્રમાં રાખીને જીવે તે બહિરાત્મા. (૨) જગદીશને કેન્દ્રમાં રાખીને જીવે તે અંતરાત્મા (૩) જાતને કેન્દ્રમાં રાખીને જીવે તે પરમાત્મા. મૃગાલોઢિયાએ જગદીશ અને જાતને બાજુમાં રાખી જગત ઉપર સત્તાનું જોર જમાવ્યું હતું. કર્મની ૧૫૮ પ્રકૃતિઓમાંથી ૧૦૩ પ્રકૃતિઓ પ્રાયઃ દેહ માટે રોકાયેલી છે. દેહ માટે જીવ કેટલાં કર્મ બાંધે છે તેનો વિચાર કરો. એક અંતર્મુહૂર્તમાં સાધારણ વનસ્પતિના જીવો ૬૫,૫૩૬ ભવ કરે. પ્રત્યેક વનસ્પતિ ૩૨ હજાર ભવ કરે. એકેન્દ્રિય ૧૨,૮૩૪ ભવ કરે. બેઈન્દ્રિય ૮૦ભવ કરે, તેઈન્દ્રિય ૬૦ભવ કરે, ચૌરેન્દ્રિય ૪) ભવ કરે, અસંજ્ઞી તિર્યંચ ૨૪ ભવ કરે, સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ ૧ ભવ કરે. મનુષ્ય ગતિના જીવો ભવ ઓછા કરે પણ પાપની પગદંડીએ ચડી પરિણતીને બગાડી પરિગ્રહના લાલચે, સત્તાના મોહમાં અનંત ભવ કરે છે. सुचिण्णा कम्मा सुचिण्णा फला भवन्ति । दुचिण्णा कम्मा दुचिण्णा फला भवन्ति ।। સારા કર્મ કર્યા હોય તો સારું ફળ મળે છે અને ખરાબ કર્મ કર્યા હોય તો ખરાબ ફળ મળે. મૃગારાણીને પ્રથમ પુત્ર મૃગાલોઢિયો હતો. ત્યાર પછી ચાર પુત્રો થયા હતા; જે સુંદર, સોહામણા અને રૂપ - ગુણથી યુક્ત હતા. - ૨૮ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો એક સમયે મૃગાપુર નગરમાં ભગવાન મહાવીર પધાર્યા. સમૃદ્ધિમાન વિજયક્ષત્રિય એ ધરતીનો રાજવી હતો. તે રાજાની ધન-ધાન્ય અને ધર્મની સમૃદ્ધિ ભલભલાની આંખમાં વસી જાય તેવી હતી. પરિવાર અને નગરજનો સહિત તે પ્રભુની દેશના સાંભળવા ગયા. તે જ નગરમાં એક દીન, હીન, અવયવથી બેઢંગ, જન્માંધ, કપડાં ચીંથરેહાલ, ચાલવાના ઠેકાણા નહિ, માથે માખી બણબણતી હતી એવી તે વ્યક્તિએ નગરમાં થતાં કોલાહલને સાંભળીને કોઈ દેખતા પુરુષને પૂછ્યું, “હે દેવાનુપ્રિય ! શું આજે મૃગગામમાં ઈન્દ્રાદિ મહોત્સવ છે? સ્કંધ મહોત્સવ છે? રાજ મહોત્સવ છે? ઉદ્યાન કે પર્વતની યાત્રા છે ? કે જેથી આ ઉગ્રવંશી અને ભોગવંશી આદિ ઘણા પુરુષો એક જ દિશામાં, એક જ તરફ નગર બહાર જઈ રહ્યા છે ?” તે પુરુષે કહ્યું, “હે દેવાનુપ્રિય ! આજે નગરમાં ઈન્દ્રાદિનો મહોત્સવ નથી. આ નગરમાં બ્રહ્મના બ્રહ્મા, વિશ્વના વિષ્ણુ, કિંકરના શંકર, જીવના શિવ, ચાકરના ઠાકર, ઇન્સાનના ઈશ્વર અને માનવના મહાવીર ભગવાન પધાર્યા છે. તેની દેશના સાંભળવા સૌ જઈ રહ્યા છે.” જન્માંધ વ્યક્તિએ કહ્યું, “મને તમે સાથે લઈ જાવ.” દેખતા પુરુષે તેનો હાથ પકડીને ભગવાનના સમવસરણમાં લઈ આવ્યો. જન્માંધ વ્યક્તિ પ્રભુની પર્યાપાસના કરી દેશનામાં બેસી ગયા. ભગવાન મહાવીર માલકૌંસ રાગમાં દેશનાનો ધોધ વરસાવ્યો. સંસાર કેવો અસાર છે “યુવે સાસન્મિ ” શરીર કેવું અનિત્ય છે “મેં શરીર વે” અનિત્ય શરીરમાંથી સાર શોધો. કર્મના કોયડાને ઉકેલો. “દન ર્મની ત:” કર્મ ભલભલાને પણ છોડતા નથી. શ્રેણિક મહારાજાને હરણી હણવામાં ૮૪ સેકંડ નહિ થઈ હોય પણ તેના ફળ સ્વરૂપે ૮૪ હજાર વર્ષ સુધી નરકમાં રહેવું પડ્યું. કર્મ કરતાં ચેતી જાઓ. બેંકમાં એક સેવિંગ્સ ખાતું અને
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy