SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો જીવી શકે છે અને આસપાસના વાતાવરણને પણ શાંત બનાવી શકે છે. આ રીતે ધન્ય સાર્થવાહ અને ભદ્રા સાર્થવાહીનો જીવનવ્યવહાર વાચકોને શાંત અને સુરક્ષિત જીવન જીવતા શીખવે છે. - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ત્યારે તે યથાર્થ હોતું નથી, જેમકે ભદ્રા સાર્થવાહીને કારાગૃહમાં રહેલા પોતાના પતિ પુત્રઘાતક ચોરને આહાર આપે છે, તે સમાચાર મળ્યા. તુરંત તેને પતિ પ્રતિ અત્યંત અભાવ, રોષ અને નારાજગીના ભાવો પ્રગટ કર્યા. પતિ કેવા સંયોગોમાં કેવી રીતે આહાર આપે છે તે જાણવાનો પ્રયત્ન કર્યા વિના જ પતિની ઉપેક્ષા કરવા લાગી. જયારે પતિ પાસેથી સર્વ હકીકત જાણી અર્થાત્ એકાંતદૃષ્ટિ છોડીને અનેકાંત દૃષ્ટિ અપનાવી, ત્યારે તેનો રોષ ઉતરી ગયો. આમ કોઈપણ સમસ્યાના સમાધાન માટે અનેકાંત દૃષ્ટિ એક ઔષધનું કામ કરે એકાંત દૃષ્ટિકોણ સમસ્યા છે, અનેકાંત દૃષ્ટિકોણ સમાધાન છે. એકાંત દૃષ્ટિકોણ રાગ-દ્વેષજનક છે, અનેકાંત દૃષ્ટિકોણ વીતરાગતા તરફનું ગમન છે. એકાંત દૃષ્ટિકોણ અજ્ઞાન છે, અનેકાંત દૃષ્ટિકોણ સમ્યગુજ્ઞાન છે. એકાંત દૃષ્ટિકોણ કર્મબંધનું કારણ છે, અનેકાંત દૃષ્ટિકોણ કર્મમુક્તિનો માર્ગ છે. આજના યુગમાં પ્રાયઃ વ્યક્તિના માનસ સંકુચિત, શુદ્ર અને સ્વાર્થબહુલ થઈ ગયા છે. અન્ય વ્યક્તિના એકાદ વ્યવહારને જોઈને સામી વ્યક્તિ માટે અભિપ્રાયો આપે છે, અનુમાનો બાંધે છે. પોતાની ઇચ્છાથી આંશિક પણ વિરુદ્ધ વ્યવહારને જોઈને તેનો ઉશ્કેરાટ પ્રગટ થાય છે. ક્ષણવારમાં તે સંબંધોને બગાડી નાંખે છે, પરંતુ જો ભદ્રસાર્થવાહીએ પતિની સાંભળીને પોતાનો અભિપ્રાય બદલી નાંખ્યો અને શાંતિથી જીવન વ્યતીત કરવા લાગી, તે જ રીતે એક વ્યક્તિ પોતાની વિશાળ દૃષ્ટિથી બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરે તો આવેશ કે ઉશ્કેરાટને અવકાશ રહેતો નથી. તે સ્વયં શાંતિથી સંબંધોની વિચિત્રતામાં સમભાવઃ સંસારના સંબંધો વિચિત્ર છે. જેના વિના એક ક્ષણ પણ જીવી શકીશ નહીં, તે પ્રમાણે જીવની માન્યતા હોવા છતાં તેના વિના અનંતકાળ વ્યતીત કરવો પડે છે અને જેનું મુખ ક્યારેય જોઈશ નહીં તેવો દ્વેષભાવ રાખતા જીવને તે વ્યક્તિને ત્યાં જ પુત્ર રૂપે ઉત્પન્ન થવું પડે છે, તેની સાથે રહેવું પડે છે. જેમ ધન્ય સાર્થવાહને પુત્રઘાતક વિજયચોરની સાથે જ એક બેડીમાં બંધાઈને કારાગૃહમાં રહેવું પડ્યું, કુદરતી હાજતના નિવારણ માટે વિજયચોરની જ અધીનતા સ્વીકારવી પડી. સંસારના સંબંધોની આ જ વિચિત્રતા છે. વ્યક્તિ જો આ વાસ્તવિકતાને સ્વીકારે, તો સંબંધીજન્ય રાગ-દ્વેષના ભાવોને ઘટાડી શકે છે. આ રીતે કથાનક ટૂંકું હોવા છતાં જીવન વ્યવહારમાં તે અત્યંત બોધપ્રદાયક છે. | (સૌરાષ્ટ્ર કેસરી પ્રાણપરિવારના તપસમ્રાટ પૂ. રતિલાલજી મહારાજના આજ્ઞાનુવર્તી પૂજ્ય મૂક્ત-લીલમના શિષ્યરત્નાવિરલ પ્રજ્ઞા પૂજ્ય વીરમતીબાઈ મ.સ.નાશિષ્યા આરતીબાઈ મ.સ. પ્રાણ આગમ બત્રીસીના સહસંપાદિકા છે અને તેઓએ ખતરગચ્છના પૂ. દેવચંદ્રજી સ્વામી પર શોધ પ્રબંધ લખી પી.એચ.ડી. કરેલ છે. પૂજ્યશ્રી જૈન વિશ્વકોશના પરામર્શ દાતા છે.) ૨૪ - ૨૫ -
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy