SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો સૌરાષ્ટ્ર દેશની દ્વારકા નગરીના રાજા વસુદેવ અને રાણી દેવકીના પુત્ર તે ગજસુકુમાલ, જેઓ શ્રી કૃષ્ણ વાસુદેવના અનુજ અને બાવીસમા તીર્થંકર નેમનાથનાં પિતરાઈ પણ અને શિષ્ય પણ. તેમનું કથાનક જોતાં તેમનો જન્મ અદ્ભુત સંયોગોથી થયો હતો. માતા દેવકી સાત-સાત પુત્રોને જન્મ આપવા છતાં એક પણ પુત્રને પોતે રમાડી કે ઉછેરી શક્યા નહીં તેના વિષાદ સાથે એક પુત્રને રમાડવાનો લ્હાવો લેવાની અંતરની અભિલાષા પુત્ર શ્રી કૃષ્ણએ જાણી. માતા પાસેથી નીકળી જયાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા. ભૂમિનું પ્રમાર્જનપ્રતિલેખનાદિ કરી, અઠ્ઠમ તપ સાથે દર્ભના આસને આરાધનામાં મગ્ન થઈ ગયા. શ્રીકૃષ્ણ વાસુદેવે દેવની આરાધના કરી જાણ્યું કે હજુ એક પુત્રનો યોગ છે, પરંતુ તે પુત્ર સોળ વર્ષનો થતાં સંસારત્યાગ કરી આત્મકલ્યાણ સાધશે. પુત્રનો યોગ જાણી દેવકીમાતા સંતુષ્ટ પામી હર્ષિત થયા. એક શુભ રાત્રિએ દેવકીમાતાએ સિંહનું સ્વપ્ન જોયું. સવા નવ માસે દેવકીમાતાને સૂર્યની પ્રભા સમાન તેજસ્વી, ચંદ્ર સમાન સૌમ્ય, કાંત, પ્રિય, મનોહર સુંદરતાવાળા પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તે બાળક ગજલાલુ અર્થાત્ હાથીનું તાળવું સમાન, જેની વિશિષ્ટ પ્રભા છે, કાંતિ છે, રંગ છે, ચમક છે તેવા અત્યંત સુકોમળ હોવાથી ગજસુકુમાલ નામ પાડ્યું. અતિ લાડકોડ, સર્વ પ્રકારની અનુકૂળતા સાથે ૭૨ પ્રકારની કળાઓમાં પારંગત થતા સોળમું વર્ષ બેઠું. તીર્થંકર પ્રભુ નેમિનાથ દ્વારકાનગરી પધાર્યા છે. શ્રીકૃષ્ણ વાસુદેવ ગજસુકુમાલ આદિ પરિવાર સાથે હાથી પર બેસીને પ્રભુના દર્શન કરવા જઈ રહ્યા છે. તે સમયે દ્વારિકાનગરીના વિદ્વાન પંડિત સોમિલ નામના બ્રાહ્મણની અત્યંત રૂપ-લાવણ્યમય કાંતિ ધરાવતી સોમા નામની કન્યા પર નજર પડી. ગજસુકુમાલ સોળમા વર્ષે સાધુ બની જશે, તે દેવની + ૨૪૮ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોવાત તેમનાં લક્ષમાં હતી. તેથી પાણી પહેલા પાળ બાંધવા સોમાની યોગ્યતા જાણી. તપાસીને ગજસુકુમાલની ભાવિ પત્ની તરીકે સોમિલ પાસે યાચના કરી. સોમિલની સંમતિ મળતાં સોમાને અંતઃપુરમાં મોકલી, યથાસમયે લગ્ન કરાવવાનું નક્કી કર્યું. વૈરાગ્યભાવ અને દીક્ષાની આજ્ઞાપ્રાપ્તિઃ ગજસુકુમાલનો વિવાહ નક્કી થઈ ગયો છે, પરંતુ ભવિતવ્યતા તો કાંઈક જુદી જ હતી, નેમિનાથ પ્રભુ સમીપે ધર્મશ્રવણ સાંભળી ગજસુકુમાલને વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય છે. ગજસુકુમાલ પ્રભુની સંમતિ મેળવી માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા મેળવવા વાર્તાલાપ કરે છે. માતા-પિતાને પોતાની ધર્મરુચિ ને અને અણગાર બનવાની ઇચ્છા પ્રદર્શિત કરી. સાથે મનુષ્યભવ અનિત્ય, અધ્રુવ, અશાશ્વત, વિનશ્વર, પાણીના પરપોટા સમાન, વીજળીના ચમકારા સમાન, સંધ્યાના રંગ સમાન, સ્વપ્નદર્શન સમાન, ચંચળ અને રોગોથી સડવા યોગ્ય, ક્ષણભંગુર, ક્ષીણસ્વભાવી, અવશ્ય ત્યાગવા યોગ્ય આદિ અનેક શબ્દોથી અનેક ઉપમાઓથી મનુષ્યભવની નશ્વરતાનું વર્ણન કરે છે. કોણ જાણે છે કે પ્રથમ કોનું મૃત્યુ થશે ? ઈત્યાદિ વચનો સાંભળી દેવકીમાતા લાવણ્યરહિત, નિસ્તેજ, દીન, હીન થઈ ગયા. પુત્રપ્રેમથી મોહવશ માતા પોતાના પુત્રને રાગયુક્ત પ્રલોભનો, સંયમમાર્ગની મુશ્કેલીઓ, પ્રતિકૂળતા આદિ અનેક પ્રકારે યોગથી ભોગ તરફ વાળવાની યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા સમજાવટ કરે છે, પરંતુ ગજસુકુમાલનાં જ્ઞાનગર્ભિત દેઢ વૈરાગ્યથી માતા-પિતા ઝૂકી જાય છે. શ્રીકૃષ્ણ, વાસુદેવ દ્વારા કસોટી અંતે ગજસુકુમાલની ભવ્ય દીક્ષાઃ શ્રીકૃષ્ણ ગજસુકુમાલની વિરક્ત થવાની વાત સાંભળી ઉત્તર રૂપે તેને - ૨૪૯
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy