SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો --જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો વગેરે વૈયાવૃત્ય કરનારના ગુણ છે. વૈયાવૃત્યતા શ્રાવકો માટે મુખ્ય અને સાધુઓ માટે ગૌણ છે. વૈયાવૃત્ય એ ધ્યાનના ઊંડાણની પારાશીશી છે. વૈયાવૃત્ય એ પોતાની જાતમાંથી બહાર નીકળવા માટેનું બારણું છે. ધ્યાન દ્વારા તપસ્વી જેને અંતરના ઊંડાણમાંથી પામવા મથે છે તેને જ વૈયાવૃત્ય દ્વારા પ્રત્યક્ષપણે પામી શકાય છે. આત્માનો વિસ્તાર થતો અનુભવાય છે. એક એવી પરમ અવસ્થા પામી શકાય છે કે જયાં ધ્યાન અને વૈયાવૃત્ય એકરૂપ બની જાય છે. શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ ઉપદેશકની ૧૮ મી ગાથામાં કહ્યું છે કે, સાધકે માન અને અપમાનમાં કેટલી સમતા કેળવી છે ? તેની ભિક્ષામય જીવનથી કસોટી થાય છે. ભિક્ષા એ ત્યાગી જીવનનું કપરું અને કઠિન વ્રત છે. ભિક્ષા અને પાદવિહાર એ બે એવાં જ્ઞાનના સાધનો છે, કે જે જ્ઞાન ભૂગોળના કે માનસશાસ્ત્રોના અનંત ગ્રંથોથીય ન મળી શકે એવું લોકમાનસનું જ્ઞાન આ બે સાધનો દ્વારા મળી રહે છે અને ત્યાગી જીવનના આદર્શનો પ્રચાર પણ આ બે સાધનો દ્વારા સહેલાઈથી, ગામડે ગામડે ઘરે ઘરે પહોંચી વળે છે. એ દૃષ્ટિએ જ શ્રમણસંસ્થા માટે આ બે સાધનો નિર્માયા છે.” પ્રથમ તીર્થકર ઋષભદેવ આદિનાથથી શરૂ કરી ચરમતીર્થકર ભગવાન મહાવીરસ્વામી સુધીના તમામ તીર્થકરોએ પાદવિહાર અને ભિક્ષાચરી દ્વારા સંયમજીવનનું પાલન કર્યું. ભગવાન મહાવીર નિર્વાણ પછીના કેટલાક સમય સુધી તો જૈન મુનિ ભગવંતો ગામબહાર ઉદ્યાનમાં ચાતુર્માસ કરતાં. શેષકાળમાં પણ મુનિઓ ગામબહાર રાજા, શ્રેષ્ઠી, શ્રાવકોના ચૈત્યો, ઉપવનો, વિહારો કે ઉદ્યાનમાં રોકાતા અને સ્વની સાધના સાથે પરનું કલ્યાણ કરતાં. સમયના સાંપ્રત વહેણમાં શ્રાવકોના વસવાટને કારણે ગામ, નગર અને મહાનગરોમાં અનેક ધર્મસ્થાનકો થયા અને સાધુસંતો તેમાં ચાતુર્માસ અર્થે કે શેષકાળમાં પધારી સ્વસાધના અને ધર્મજાગૃતિનું કાર્ય કરવા લાગ્યા. - પ્રદૂષિત હવા-પાણીના કારણે અને કાળના પ્રભાવે, શરીરના સંઠાણ (સંઘયણ) પરિવર્તનોને કારણે ખાસ કરીને મોટી ઉંમરના સાધુ-સંતો માટે પાદવિહાર કઠિન બની ગયો. શ્રાવકો માટે સંતોની વૈયાવચ્ચ માટે બે પાસાં ઊપસી આવ્યાં. એક વિહાર કરી શકે તેવી ઉંમર અને શારીરિક ક્ષમતા ધરાવતા સંતોની બીમારી કે અકસ્માત વખતેની વૈયાવચ્ચ અને મોટી ઉંમરના વિહાર કે ગોચરી માટે ફરી ન શકે તેવી શારીરિક ક્ષમતા ગુમાવેલા સંતો, નાની ઉંમર હોવા છતાં ભયંકર રોગનો ભોગ બનેલા કે અકસ્માતને કારણે શારીરિક વિકલાંગતા કે અશક્તિ આવતા વિહારાદિની શારીરિક ક્ષમતા ગુમાવતા સંતોના સ્થિરવાસ અને વૈયાવચ્ચની વ્યવસ્થા કરવાનું શ્રાવકો માટે જરૂરી બન્યું. વિશ્વની તમામ ધર્મપરંપરાએ સહાનુભૂતિની વાત કહી છે, જયારે જૈન ધર્મ ત્યાંથી આગળ વધીને સમાનાભૂતિની વાત કરી છે. સહાનુભૂતિમાં અનુકંપા અને દયા અભિપ્રેત છે, જયારે સમાનાભૂતિમાં ગૌરવ અભિપ્રેત છે. અન્યને દુ:ખ કે પીડા ઉત્પન્ન થતાં હું દુઃખી થાઉં, પીડિત વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ પાઠવું તે એક વાત, પણ અન્યનાં દુ:ખ કે પીડા જોઈ માત્ર દુઃખી ન થાઉં, પરંતુ મને એવા જ પ્રકારનું દુઃખ થયું છે એવી અનુભૂતિ કરું. જેવો મારો આત્મા છે એવો જ સામેની પીડિત વ્યક્તિનો આત્મા છે. આ દુઃખ મને થઈ રહ્યું છે એવી વેદનાની અનુભૂતિ કરું અને પછી તેની સેવા-વૈયાવૃત્ય કરું - ૨૪૨ - - ૨૪૩
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy