SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ભગવાનના સમયમાં ત્રણ કરોડ વાર્તાઓ હતી પરંતુ વર્તમાને જીવન જીવવાની કળા ૧૯ વાર્તા દ્વારા, બની ગયેલી ઘટનાઓના આધારે કરેલી છે. આ આગમમાં મહાપુરુષોના જીવનની સત્યઘટનાઓ અને ઔપદેશિક કથાનકોનો વિપુલ સંગ્રહ છે. આ ધર્મકથાનું શ્રવણ, બાલજીવોને ધર્મપ્રીતિ પ્રેરનારું બની રહે. ધર્મમાર્ગમાં સ્થિર કરનારું બની રહે. જીવન જીવવાના અનેક દૃષ્ટિબિંદુ આપેલાં છે. જેમ કે પોઝિટીવ થિકિંગ કઈ રીતે રાખવું, સમુદાયની વચ્ચેના જીવનમાં સમુદાયધર્મ કઈ રીતે નિભાવવો, પરિવારમાં વડીલોનું સ્થાન કેવું હોવું જોઈએ, નાનાએ મોટાનું કઈ રીતે સન્માન આપવું જોઈએ વગેરે. આ સૂત્રમાં ભગવાન મહાવીરે ‘ક્રિએટીવ પરસન’ કઈ રીતે પ્રગતિ કરી શકે છે, અંદરની જ્ઞાનશક્તિને વાપરવાથી કઈ રીતે સફળતા મળે છે તેનું વર્ણન છે. આ સૂત્રમાં વડીલો દ્વારા નાનાનો નિગ્રહ કેમ કરવો, કોઈપણ દુઃખની ક્ષણને સુખમાં કઈ રીતે પલટાવી શકાય તેનું વર્ણન કરેલું છે. ભગવાન મહાવીરે, આકર્ષણ અંતે પતનનું કારણ બને છે તે માર્મિક સત્યને અનેક કથામાં વર્ણન દ્વારા સિદ્ધ કર્યું છે. જ્ઞાતાધર્મકથા કથાસાહિત્યની દૃષ્ટિએ ઉત્તમ રહેલ છે, તેમાં તે સમયના નગરોની રચના, તે સમયનાં મકાનોની રચના અને સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર આ કથાઓમાં બતાવેલી છે. વાસ્તુશાસ્ત્ર, નગરરચના, જીવનવ્યવસ્થા, જીવનશૈલીમાંથી ઉદ્ભવતા પ્રશ્નો અને તેનું સમાધાન જાણવાની ઇચ્છાવાળાઓએ જ્ઞાતાધર્મકથા સૂત્ર વાંચવું જોઈએ. જ્ઞાતાધર્મ કથામાં દર્શાવેલી તે સમયની જીવનશૈલી આજે પણ ઉપકારક -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો છે તે કથા વાંચતા જરૂર સમજાઈ જશે. જીવન જીવવાનાં મૂલ્યો માટેનું કથાસાહિત્યનું ઉત્તમ આગમ છે. અહીં કેટલાક મનોવૈજ્ઞાનિક રહસ્યોનું ઉદ્ઘાટન થયું છે. શ્રીકૃષ્ણ યુદ્ધ કરવા જતી વેળાએ આત્મવિશ્વાસથી કહે છે કે હું જીતીશ અને તેમ જ થાય છે. આ પોઝિટીવ થિંકિંગની વાત છે. બે મિત્રોને મોરનાં ઈંડા મળે છે. પહેલો મિત્ર સતત ચિંતવે છે કે આ ઈંડામાંથી એક સુંદર બચ્યું જરૂર બહાર આવશે. બીજાને વિશ્વાસ નથી. તે વિચારે છે કે કદાચ બચ્ચું બહાર ન પણ આવે. પહેલાંને સુંદર બચ્ચું મળે છે. શંકા છે તેને મૃતપ્રાયઃ મળે છે. આ નકારાત્મક વિચારોનું પરિણામ દર્શાવે છે. માનવીય વૃત્તિ છે કે તેને જે વસ્તુની ના પાડવામાં આવે તેને તે કરવાનું વધુ મન થાય છે. તે વાત જિનપાલ અને જિનરક્ષિતની કથામાં છે. આપણા પૂર્વના વધુ દુઃખો કે અન્યના વધુ દુ:ખોની સરખામણી વર્તમાન દુઃખો સાથે કરતાં આપણું વર્તમાનનું દુ:ખ નાનું લાગશે, તે મેઘકુમારની કથા દ્વારા સમજાવવામાં આવ્યું છે. શેલક રાજર્ષિ અને બહુસૂત્રીય પંથકમુનિની કથા વિનય અને વૈયાવચ્ચેના ભાવને ઉજાગર કરે છે. એક સમયે શુક અણગાર વિચરતા વિચરતા શેલકપુર પધાર્યા. “શેલક રાજા પંથકજી” આદિ પાંચસો મંત્રીઓ સહિત દર્શનાર્થે આવ્યા અને દેશના સાંભળી વૈરાગ્ય પામી પાંચસો મંત્રી સહિત દીક્ષા લીધી. શુક અણગારે પંથકજી સહિત પાંચસો મુનિઓને શેલક રાજર્ષિને સોંપી, પોતાનો અંતિમ સમય આવ્યો જાણી પુંડરગિરિ પર સંથારો કરી શિષ્યો સહિત મોક્ષે ગયા. શેલક રાજર્ષિને નીરસ આહારાદિને કારણે પિત્તજવર લાગુ પડ્યો. વ્યાધિ સહિત વિચરતા શિષ્યો સાથે શેલકપુર પધાર્યા, મંડુક રાજાએ વ્યાધિથી ૨૩૬ ૨૩૦
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy