SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ઉદાહરણથી સમજાય છે કે તેઓ અભિમાનને કારણે જ પોતાનો વિનાશ નોતર્યો. પૂર્વે થયેલા ઘણા મહાપુરુષોના ચરિત્રો પરથી એક વાત જાણવા મળે છે કે મોટી મોટી તપસ્યા કરી હોય, પરંતુ અભિમાનને કારણે તેઓ એના ફળથી વંચિત રહ્યા. કૂલરાણીની કથા જાણીતી છે કે તેને તપાભિમાન થવાને કારણે શ્વાનનો અવતાર મળ્યો પણ ત્યારબાદ એ બોધ પામતાં પુનઃ મરીને સ્વર્ગ સિધાવી. મહામસ્તકાભિષેકની કથામાં અમાત્ય પોતે મોટા સાધક હતા, ઉપરાંત જૈનદર્શનને જીવનમાં વણી લીધેલ હોવાથી પોતાના મનથી થયેલ અપરાધને પણ ક્ષમત્વ ભાવમાં પરિણમન કર્યું. બાહુબલીની પ્રતિમા આપણને સૂચવે છે કે અભિમાનને કારણે ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચેલ સાધના હોવા છતાં કેવળજ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થાય જયારે ગર્વને ઓગાળી નાખવામાં આવે. એની પ્રતિમા કંડારનાર શિલ્પીને લોભ કષાય એટલો નડ્યો કે એ શરીરથી પરવશ થઈ ગયો. એણે મનથી પશ્ચાત્તાપ કર્યો અને શાસનદેવો તથા સર્વજનોની માફી માંગી, જેથી એની શક્તિ પુનઃ જાગૃત થઈ અને તેણે પ્રતિમાનું અધૂરું કાર્ય પાર પાડ્યું. મદ કે અભિમાન આઠ પ્રકારના હોય છે – જ્ઞાનાભિમાન, પૂજાભિમાન, કુલાભિમાન, જાતિઅભિમાન, બળાભિમાન, રિદ્વાભિમાન, તપાભિમાન, શરીરાભિમાન. કવિ દૌલતરામજી તેમના ‘છ ઢાળા’ ના સચિત્ર પુસ્તકમાં મદના પ્રકાર દર્શાવતું એક સુંદર પદ આપ્યું છે – ત્રીજી ઢાળ ગાથા - તેર -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો - પિતા ભૂપ વા માતુલ નૃપ જો, હોય ન તૌ મદ ઠાનૈ, મદ ન રૂપકૌ, મદ ન જ્ઞાનકૌ, દન-બલકી મદ ભાનૈ. ગાથા -ચૌદ તપકી મદ ન, મદ જુ પ્રભુતાકૌ કરે ન, સો નિજ જાનૈ. મદ ધારે તો યહી દોષ વસુ, સમકિતકો મલ ઠાને. અર્થ : ઉપરોક્ત ગાથા કહે છે કે પિતાનું કુળ જો પ્રતાપી રાજાનું હોય કે માતાના પક્ષે કોઈ રાજા થયો હોય તે કુળ અને જાતિ અભિમાન કહેવાય છે અને જે શરીરની સુંદરતાનો ગર્વ કરે તેણે રૂપમદ કર્યો છે એમ કહી શકાય. જે વિદ્યાનું અભિમાન કરે તથા કોઈને શીખવે નહીં તે વિદ્યાભિમાની તથા જે ધનનો ગર્વ કરે તે રિદ્ધિમદયુક્ત, એ જ પ્રમાણે બળનું અભિમાન બળમદ, તપનું અભિમાન તપમદ અને પ્રભુતાના મદને પૂજામદ કહે છે. આ કથા પ્રમાણે કષાયને કાબૂમાં રાખવાથી સમ્યગુ દર્શન શુદ્ધ થતાં આત્મામાં પરમજયોતિ પ્રગટે છે. આ આઠ મદ થકી આઠ દોષ લાગે છે, જે સભ્યત્વને દૂષિત કરે છે. જે પુરુષ આ આઠનો ગર્વ કરતો નથી તેને જ સમ્યત્વની પ્રાપ્તિ થાય છે. | (ડૉ. રેણુકાબહેન પોરવાલે આચાર્ય બુદ્ધિસાગરજીના સાહિત્ય પર શોધપ્રબંધ લખી Ph.D. કર્યું છે અને “જૈન જગત’ પત્રિકાના મહિલા વિભાગના સંપાદનમાં કાર્ય કરે છે. જૈન શિલાલેખોના સંશોધન કાર્યમાં રસ ધરાવે છે.) - ૨૧૮ - ૧૯
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy