SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ધ્યાન, સાધના અને આરાધના જીવને ક્યાંયથી ક્યાંય લાવીને મૂકી દે છે. જ્ઞાનીઓએ સાચું જ કહ્યું છે કે “જેવી મતિ તેવી ગતિ.” શ્રી માણેકશાહ શ્રી શેત્રુંજયના દાદાનું રટણ કરતાં કરતાં મૃત્યુ પામ્યા અને ભુવનપતિમાં વ્યંતર નિકાયમાં છઠ્ઠી ઇન્દ્ર શ્રી માણિભદ્ર ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થયા. કોઈના ઉપકારનો બદલો જ્યારે સમય આવે ત્યારે સવાયો વાળવો તે માનવીનું સાચું કર્તવ્ય છે. શ્રી માણિભદ્રવીરે જાણ્યું કે મારા પૂર્વગુરુદેવ મુશ્કેલીમાં છે, તેમના સાધુઓને મૃત્યુના મુખ સુધી પહોંચાડે છે, ત્યારે તે સમયસર એમને સહાય કરીને પોતાનું પૂર્વભવનું ઋણ અદા કરે છે. જિનેશ્વર પરમાત્માના શાસન પર જેને શ્રદ્ધા હોય, સુપાત્રને દાન દેવાતું હોય, સાધુ-સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ કરાતી હોય તેવો શ્રાવક મુક્તિપદને પામતો હોય છે તેવું માણેકશાહનું ઉજજવળ દેષ્ટાંત સહુના જીવનને પ્રેરણા પૂરી પાડે છે. બાહુબલીની વિશ્વ પ્રસિદ્ધ પ્રતિમાના અભિષેકની કથા - ડૉ. રેણુકા પોરવાલ નોંધ : લેખકશ્રી કનુભાઈ એફ. વલાણીએ પ. પૂજયપાદ શ્રી અશોકચંદ્રસૂરિજી પાસે સંયમમાર્ગ સ્વીકાર્યો છે. હવે તેઓશ્રી પ.પૂ. પંડિત મુનિશ્રી વિરાગશેખર મ. સાહેબ (ડહેલાવાળા) તરીકે ઓળખાય છે. કથાપરિચય: બાહુબલી અને ભરત બંને ઋષભદેવના પુત્ર હતા. ચોથા આરાના યુગલિક કાળની આ વાત છે. ઋષભદેવે મોટા પુત્ર ભરતને અયોધ્યા અને નાના બાહુબલીને તક્ષશિલા - પોદનપુરનું રાજય વહેંચી આપ્યું. પરંતુ પાછળથી ભરતને ચક્રવર્તી રાજા થવાની અભિલાષા જાગતાં અતુલ્ય બળવાન બાહુબલી સાથે યુદ્ધ કર્યું. બાહુબલીના એક જ પ્રહારથી ભરતનું મોત નિશ્ચિત જ હતું છતાં તેણે મોટાભાઈ પર હાથ ઉગામવાને બદલે એ જ હાથથી લોચ કરવાનું વધુ પસંદ કર્યું. દીક્ષા બાદ એક જ સ્થળે તક્ષશિલામાં ઘોર તપ કર્યું. શરીર પર વેલીઓ વીંટળાઈ ગઈ, પરંતુ મનમાં જે અહંકાર ભરાયો હતો તેને કારણે એ કેવળજ્ઞાનથી વંચિત રહ્યા. બાહુબલીને ત્યારબાદ બહેનોની માર્મિક ટકોર સમજાતાં એણે ભાઈને મળવા જેવો પગ ઉપાડ્યો કે તરત એમને કેવળજ્ઞાન - ૨૧૩ (જૈન ધર્મના અભ્યાસુ અમદાવાદ સ્થિત કનુભાઈ શાહ એ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તથા મહાવીર આરાધના કેન્દ્ર, કોબા વગેરના ગ્રંથ ભંડારમાં સેવા પ્રદાન કરે છે.) - ૨૧૨ -
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy