SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૨૪ કિર ૧૪: શ્રી અનંતનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ જૈન ધર્મની વર્તમાન ચોવીસીના ૧૪મા તીર્થકર શ્રી અનંતનાથ સ્વામી થયા. ભરત ક્ષેત્રના કોશલ દેશના અયોધ્યાનગરમાં ઈસ્વાકુવંશના સિંહસેન નામના રાજા રહેતા હતા. તેમને સુયશા નામે પટરાણી હતી. પદ્મરથ મુનિનો જીવ દેવલોકથી ઍવી શ્રાવણ વદ ૭ના સુયશારાણીની કુક્ષિમાં અવતર્યો. શ્રી અનંતનાથ ભગવાનના ત્રણ ભવ થયા છે. પ્રભુનો જન્મઃ ગર્ભસમય પૂર્ણ થતાં વૈશાખ વદ ૧૩ના રેવતી નક્ષત્રમાં સુયશાદેવીએ સીંચાણા (બાજ) પક્ષીના લાંછનવાળા સુવર્ણવર્ણ પુત્રને જન્મ આપ્યો. તેઓ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં મોતીની અનંત માળાઓ જોઈ હોવાથી અથવા શ્રી અનંતનાથ સ્વામીમાં જ્ઞાન વગેરે અનંત ગુણ હોવાથી અથવા તો તેઓ ગર્ભમાં હતા ત્યારે પિતા સિંહસેન રાજાએ શત્રુઓના અનંતબળને જીત્યું હોવાથી પ્રભુનું અનંતનાથ નામ રાખવામાં આવ્યું. યૌવનવયે અનંતકુમારનાં અનેક રાજકન્યાઓ સાથે લગ્ન થયાં, યોગ્ય સમયે અનંતકુમારનો રાજ્યાભિષેક પણ થયો. એવા ઉલ્લેખો મળે છે કે ૧૫ લાખ વર્ષ પર્યત અનંતરાજાએ ઉત્તમ પ્રકારે રાજ્ય કારભાર સંભાળ્યો અને પ્રજાના સવાંગી વિકાસ તથા રક્ષણ માટેની પ્રવૃત્તિ સંભાળી, લોકોમાં ખૂબ આદર અને માન પ્રાપ્ત કર્યા હતાં. લોકોના હદયસિંહાસને આ રાજવીનું ગૌરવવંતુ સ્થાન હતું. 4th Proof પ્રભુની દીક્ષા: ભોગાવલી કર્મનો ક્ષય થતાં સાગરદત્તા નામની શિબિકામાં આરૂઢ થઈ અનંતરાજવી સહસ્ત્રામવનમાં પધાર્યા. વૈશાખ વદ ૧૪ના રેવતી નક્ષત્રમાં, ૧૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠ તપ કરી પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે વર્ધમાનનગરમાં વિજયરાજાના મંદિરે ખીરથી પ્રભુનું પ્રથમ પારણું થયું. મૌનભાવે સાધના કરતાં આર્યક્ષેત્રમાં વિચરી પ્રભુ પુન: સહસ્ત્રામવનમાં પધાર્યા, પ્રભુનું કેવળજ્ઞાન: ત્રણ વર્ષ સુધી છઘસ્થપણામાં વિચરી પ્રભુ પુનઃ અયોધ્યાના સહસ્ત્રામવનમાં પધાર્યા. અશોકવૃક્ષની નીચે વૈશાખ કૃષ્ણ ચતુર્દશી (ચૈત્ર વદ ચતુર્દશી)ના દિવસે રેવતી નક્ષત્રમાં છઠ્ઠના તપસ્વી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુએ જીવાદિ તત્ત્વોનો વિશદ પરિચય ધર્મદેશનામાં આપ્યો. દેશનાથી બોધ પામી અનેક આત્માઓએ સર્વવિરતિ, દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. યશ આદિ ૫૦ રાજકુમારોને પ્રભુએ ગણધરપદે સ્થાપના કર્યા. પ્રભુના શાસનમાં મગરના વાહનવાળો પાતાલ નામે યક્ષ અને પદ્માસને આરૂઢ અંકુશા નામે દેવી થઈ. અશોકવૃક્ષ નીચે અથવા પીપળાના વૃક્ષ નીચે પ્રભુ શુકલધ્યાનસ્થ બન્યા. પ્રભુએ લોકભાવના તથા નવ તત્વના સ્વરૂપને વર્ણવતી પ્રથમ દેશના આપી. ‘હે ભવ્યજીવો! તત્ત્વને નહીં સમજનારા જીવો, દ્રવ્યથી દેખતા હોવા છતાં ભાવથી અંધ છે. તાત્ત્વિક જ્ઞાનના અભાવમાં જીવ સંસારરૂપી મહાભયંકર, અટવીમાં ભટકતો રહે છે. જન્મમરણના ફેરામાંથી મુકિત 28
SR No.034400
Book TitleJain Dharmna 24 Tirthankar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2014
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy