SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ “આનંદઘન છે આત્મા, આનંદ એમાંથી મળે, અન્ય ન વલખાં મારતો, એ મારવાથી શું મળે.” આત્મા સત્, ચિત, આનંદસ્વરૂપ છે. સતું એટલે નિત્ય, ચિત એટલે જ્ઞાનયુક્ત ચૈતન્ય અને આનંદ એ પરમાત્મા સ્વરૂપ છે. આત્મા તરફ અંતરદૃષ્ટિ જ આનંદ આપી શકે, બહાર ગમે તેટલા ભટકીએ પરંતુ પર પદાર્થમાંથી આનંદ મળી શકે નહિ. આનંદ કર્યજન્ય નથી. આત્માની પોતાની અનુભૂતિ છે. ઉતરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું કે આત્માના સ્વરૂપનું અજ્ઞાન છે તેનાથી જ બધાં દુઃખો ઉત્પન્ન થાય છે. “સ્વ'ના જ્ઞાનમાં દુ:ખનાશ અભિપ્રેત છે. જૈન આગમ સાહિત્યના આધારે અનેક ગ્રંથોની રચના થઈ. આચાર્ય ઉમાસ્વાતિ, કુંદકુંદ આચાર્ય, આચાર્ય હરિભદ્ર સુરિ, સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાય યશોવિજયજી જેવા મહામનીષીઓએ પોતાના સાહિત્યમાં જૈનદર્શન પ્રમાણેના આત્મસ્વરૂપના વિચારો સ્પષ્ટ કર્યા છે. અવધૂત આનંદઘનજી બનારસીદાસ કે શ્રીમદ્ રાજચંદ્ર જેવા મહાન જૈને કવિઓએ પોતાની દિવ્ય કાવ્યકૃતિમાં આત્માની અમરતાને ગાઈ છે. જૈનદર્શન અનેકાંતવાદી છે, તેથી તે આત્માના જુદા જુદા સ્વરૂપે દર્શન કરાવે છે. કર્મથી લેપાયેલો જીવાત્મા સર્વ કર્મોથી મુક્ત થાય છે ત્યારે શુદ્ધાત્મા બને છે. દ્રવ્યાત્મક દૃષ્ટિએ આત્મા નિત્ય છે, એટલે મૂળ દ્રવ્ય તત્ત્વરૂપી આત્માનો ક્યારેય નાશ થતો નથી, પરંતુ પર્યાયાત્મક દૃષ્ટિએ આત્મા અનિત્ય છે, એટલે કર્મોને કારણે તે એક જ પર્યાયમાં નિત્ય રહી શકતો નથી, ટકી શકતો નથી. દાખલા તરીકે એક ગતિમાં તેનું આયુષ્ય પૂર્ણ થતાં કર્મ અનુસાર બીજી ગતિમાં અથવા બીજી યોનિમાં જવું જ પડે છે. આમ અનેકાંત દૃષ્ટિકોણથી પ્રચલિત દૃષ્ટિબિંદુ અને સત્ય કે યથાર્થ દષ્ટિબિંદુથી આત્માની સ્થિતિ સ્પષ્ટ કરી છે. જૈનાચાર્ય હરિભદ્રસૂરિએ આત્માને છ પદ દ્વારા સમજાવ્યો છે. (૧) આત્મા (૨) નિત્ય છે. (૩) કર્મનો કર્તા છે. (૪) કર્મફળનો ભોક્તા છે. (૫) આત્માનો મોક્ષ છે. (૬) અને મોક્ષનો ઉપાય સુધર્મ છે. ભારતમાં અન્ય દર્શનોએ કરેલી તાત્ત્વિક વિચારણા છ પદની અંદર સમાઈ જાય છે. ઉપરાંત આત્માને અનંત જ્ઞાન, દર્શન અને વીર્યશક્તિનો સ્વામી કહ્યો છે. તેજપુંજ સચિત અને આનંદસ્વરૂપ આત્માને અનંત સુખનો સ્વામી કહ્યો છે. આત્માનો મૂળ ગુણ જ્ઞાન છે. અક્ષરના અનંતના ભાગનું જ્ઞાન આત્માની જે દશામાં હોય તે આત્માની પ્રાથમિક અવસ્થા છે. તેને નિગોદની સ્થિતિ પણ કહે છે. કર્મક્ષય પ્રમાણે આત્માનો શુદ્ધતાનો ક્રમિક વિકાસ થાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ, આ વિકાસનો અંતિમ તબક્કો છે. ત્યાર પછી આત્મો સિદ્ધત્વ પામી દિગંતમાં બિરાજે છે. અનંત તીર્થકરી કહેતા આવ્યા છે કે રાગદ્વેષ છોડવાથી કર્મ આવરણ તૂટતા આત્મગુણોનું પ્રગટીકરણ થતાં આત્મા વીતરાગી બને છે અને તે મુક્તાત્મા બને છે. જૈનદર્શન સર્વ ભવિ આત્મામાં પરમાત્મા થવાની યોગ્યતા બતાવી છે. આ દર્શનો તે સનાતન સત્યોની ખોજમાં ઘૂમતી સમસ્ત માનવજાતિની બુદ્ધિપ્રતિભાનું અત્યંત કીમતી ફળ છે. ભારતીય દર્શનસાહિત્યમાં આત્મચિંતન દ્વારા મોક્ષપ્રાપ્તિનાં સાધનો અને માર્ગ બતાવ્યાં છે, મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક સત્યો પર આધારિત આ દર્શનોમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સુંદર સમન્વય છે. બુદ્ધિ સાથે શ્રદ્ધા પર ભાર મૂકીશું. વિવેક સાથે પુરુષાર્થ અને નીતિમત્તા પર લક્ષ રાખીશું તો આ પરંપરા સ્વપરના કલ્યાણનું કારણ બનશે. સર્વધર્મ દર્શન ૧૫ LYE સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy