SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વધર્મ પ્રાર્થના ૐ તત્સત્ , શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું, સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું. બ્રહ્મ મજદ તું, આદ્યશક્તિ તું, ઈશુ પિતા પ્રભુ તું, રુદ્ર વિષ્ણુ તું, રામ કૃષ્ણતું, રહીમ તાઓ તું. વીર પ્રભુ તું, આત્મ તેજ તું, સહજાનંદી તું, વાસુદેવ ગો-વિશ્વ રૂપ તું, ચિદાનંદ હરિ તું. અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું, ૐ તત્સત્ , શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું. તાઓ ધર્મ ચીનના લોકોની એ માન્યતા છે કે ધર્મ તો માણસ માત્રને માટે નૈસર્ગિક અને સ્વાભાવિક બાબત છે. ધર્મ તો માનવસ્વભાવ સાથે જોડાયેલું તત્ત્વ છે. તાઓ ધર્મમાં વિશ્વ અને માનવનું મૂળભૂત ઐકય સ્વયંસિદ્ધ માન્યું છે. “તાઓ'નો અર્થ : ‘તાઓ’ શબ્દના અનેક અર્થ મળે છે – પ્રકૃતિ, ઈશ્વર, બુદ્ધિમત્તા, બ્રહ્મન, પરમતત્ત્વ વગેરે. ‘દૈવીમાર્ગ’ એ અર્થમાં ‘તાઓ’ શબ્દ વધુ પ્રચલિત છે. તાઓ ધર્મ સ્વરૂપસિદ્ધિનો માર્ગ છે. તે સનાતન માર્ગ છે, જેના પર તમામ અસ્તિત્વ ધરાવતી વસ્તુ ચાલે છે. છતાં આમાંની કોઈએ તેનું નિર્માણ નથી કર્યું, કારણ કે એનું અસ્તિત્વ સ્વયં છે. તાઓ ધર્મનું પ્રવર્તન આપનાર મહાપુરુષ મહાત્મા લાઓત્સુ હતા. આ વ્યક્તિવાચક નામ નથી પણ એનો અર્થ ‘પ્રાચીન ગુરુ' (old Master) થાય છે. તેમનું ખરું નામ ‘લિ' હતું. વૃદ્ધ બાળક અને પ્રાચીન ગુરુ તરીકે તેઓ, તાઓ ધર્મમાં જાણીતા છે. તેઓએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે, “સમાજ સુધારણા કરતાં પહેલાં તમારી જાતને જ સુધારો અને આંતરિક શુદ્ધિ પર ભાર મૂકો.” લાઓત્સુએ લખેલો ‘તાઓ-તે-ચિંગ’ તાઓ ધર્મનો આધારભૂત ગ્રંથ છે, તેની રચના ૮૧ નાનાં પ્રકરણોમાં કરવામાં આવી છે. તેમાં એકાંત આત્મચિંતન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. દુનિયાનાં દર્શનોમાં આ ગ્રંથ સૌથી ગહન શાસ્ત્રગ્રંથ છે, એવો પણ એક અભિપ્રાય છે. તેમાંના વિચારો સમજી શકાય તેવા છે. તેમાં જે વિચાર-મૌક્તિકો પડ્યાં છે તે આજે સર્વધર્મ દર્શન ૧૭ ૧૦૮ સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy