SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ એ સમયે ઈરાનમાં માની નામનો એક ધર્મપંથ ચાલતો હતો. એ ધર્મ પાખંડી હતો. જરથુષ્ટ્રે મૂર્તિપૂજા અને જાદુનો છડેચોક વિરોધ કરવા માંડ્યો. અને લોકોને કહેવા લાગ્યા : ‘અહુરમઝદ (ઈશ્વર) એક છે. એ સર્વજ્ઞ છે : સર્વશક્તિમાન છે અને સર્વનો સરજનહાર છે. એ પરમ દયાળુ છે. એ પ્રકાશસ્વરૂપ છે. સૂર્ય-ચંદ્ર એની આંખો છે. આકાશ એનું વસ્ત્ર છે. પૃથ્વી અને આકાશનો એ જ આધાર છે. પાણી, વાદળાં, વાયુ અને વનસ્પતિનો એ માલિક છે. એનાં સાક્ષાત્ દર્શન કરવા હોય તો પ્રકાશની પૂજા કરો. અંધકારથી દૂર રહો. અંધકાર એ જ અસુર (અહિરમાન) છે. જૂઠ, કપટ, લાભ, લાલચ એ જ અંધકારનાં સ્વરૂપો છે. ઈશ્વરને પામવા માટે પ્રકાશનો રાહ પકડો. નમ્ર બનો, ઉદાર બનો. સૌની સાથે ભલાઈ અને સચ્ચાઈથી વર્તો. વિચારમાં સાચા બનો, આચારમાં સાચા બનો, મનથી સાચા બનો. જરથુષ્ટ્રે આ માટે ત્રણ શબ્દો વાપર્યા છે : “મનની, ગવની અને હવની. પ્રકાશ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. એ પ્રકાશ આપણને સૂર્ય, ચંદ્ર અને અગ્નિ આપે છે. પ્રકાર એ જ જીવન છે. માટે અગ્નિને પવિત્ર ગણીને એની પૂજા કરવાનું કહ્યું છે. જરથોસ્તીઓ અગિયારીઓમાં અગ્નિની પૂજા કરે છે. આ અગ્નિ એ જ પરમાત્માનું પ્રગટ રૂપ છે. આ પૂજાનો અગ્નિ જુદી જુદી સોળ જગ્યાએથી એકત્ર કરવામાં આવે છે અને હજારોના ખર્ચે સેંકડો વિધિઓ દ્વારા શુદ્ધ કરી એને પૂજાપાત્રમાં પધરાવવામાં આવે છે. એ સોળ જગાઓમાં એક સ્મશાનની ચિતા પણ છે. અગ્નિને પવિત્ર ગણ્યો હોવાથી પારસીઓ શબને બાળતા નથી. પારસીઓએ અગ્નિની જેમ પાણીને પવિત્ર ગણ્યું છે. પાણી શરીરને પવિત્ર કરે છે. રોજ સ્નાન કરવું, છિદ્રોવાળાં માટીનાં વાસણ વાપરવા નહિ. ધાતુનાં વાસણો પણ ધોઈને સાફ રાખવાં. કુદરતી હાજતે જઈ આવ્યા પછી હાથપગ ધોવા. બીજાનું બોટેલું પાણી પીવું નહિ. મલિન કે સડેલી ચીજ કૂવામાં કે નદીમાં નાખવી નહિ. મડદાને અડકવું નહિ. સર્વધર્મ દર્શન ૯૫ પૃથ્વીને પણ પવિત્ર ગણી છે. એને ‘અહુરમઝદની દીકરી’ કહી છે. નમ્રતા એ પૃથ્વીનો ગુણ છે. માણસે એ ગુણ ધારણ કરવો જોઈએ. સર્વ ધંધામાં ખેતી એ ઉત્તમ ધંધો છે. જે અનાજ વાવે છે એ ધર્મ વાવે છે. જે અનાજ લણે છે એ ધર્મ લણે છે. માટે હે જરથોસ્તી ! તું બુદ્ધિની સાથે હાથપગ હલાવ. ખેતી કર. અનાજ ઉગાડ. ધરતીને હરિયાળી અને ફળદ્રુપ બનાવ. ધરતીને જે લીલુડાં વસ્ત્ર પહેરાવે છે એના પર ધરતીમાતા પ્રસન્ન થાય છે, પણ ધરતીને લીલુડા વજ્રથી જે વંચિત રાખે છે એને ઘેરઘેર ભીખ માગવી પડે છે. અગ્નિ પવિત્ર, પાણી પવિત્ર, ધરતી પવિત્ર, ત્રણે પવિત્ર એટલે શબના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા એ પ્રશ્ન આવીને ઊભો માટે જરથોસ્તી ધર્મે ‘દુખમા'ની વ્યવસ્થા કરી છે. વસતિથી ઘણે દૂર કોઈ ઊંચી ટેકરી પર એક મોટું ગોળાકાર મકાન બાંધવામાં આવે છે. તેને દખમું કહે છે. એમાં ત્રણ ગોળાકાર ગેલેરીઓ હોય છે : પુરુષની, સ્ત્રીની અને બાળકની. આ ગેલેરીમાં શબને મૂકવામાં આવે છે. થોડી વારમાં પક્ષીઓ એને સાફ કરી નાખે છે. શબનાં હાડકાં દખમાની વચ્ચેના કૂવામાં નાખી દેવામાં આવે છે. જરથોસ્તી ધર્મનો ટૂંક સાર આટલો જ છે : મન, વચન અને કર્મથી સાચા બનો. બીજા પ્રત્યે સહાનુભૂતિ રાખો. વેરીને પણ વહાલ કરો. મૂંગા પ્રાણીઓ પ્રત્યે દયા રાખો. બધાને માફી આપો. પણ જૂઠું બોલનારને માફી આપશો નહિ. માતાપિતા અને ગુરુની સેવા કરો. માબાપ અને ગુરુને દુઃખી કરવા જેવું દુનિયામાં બીજું કોઈ પાપ નથી. જે મા-બાપને રાજી રાખે છે તે સુખી થાય છે. સંસારનો ત્યાગ કરી, સંન્યાસી થવાની જરૂર નથી. સંસારમાં જે સીધી રીતે રહે છે એ સંન્યાસીનો પણ સંન્યાસી છે. ઈરાનના શહેનશાહ ગુસ્તાસ્યને ધર્મની વાતો સાંભળવામાં રસ હતો. ધર્મ શું ? ખોટું શું ? શું કરવાથી ઈશ્વર રાજી નથી ? શું કરવાથી માણસ સુખી થાય ? આ બધું જાણવાની તાલાવેલી એને લાગી હતી. ૯૬ સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy