SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર જરથોસ્તી ધર્મ સ્થાપ્યો. જરથુષ્ટ્રના આગમનથી પાપનો અંધકાર દૂર થઈ ઈરાનની ક્ષિતિજે પુણ્યના પ્રભાતનો ઉદય થયો. પ્રકાશનો પયગંબરઃ અષો જરથુષ્ટ્ર ઈ.સ.પૂર્વે ૬૬૦ના આસપાસના ગાળાનો એ સમય હતો. ઈરાનમાં ચારે તરફ ત્રાસનું સામ્રાજય ફેલાયું હતું. દુષ્ટતા દિનપ્રતિદિન માઝા મૂકી રહી હતી. સજજનોને શાંતિથી રહેવું મુશ્કેલ બની ગયું હતું. અસરના અગ્રેસર અહિમાનના સાથીઓ ચારે તરફ હિંસાનું તાંડવ ખેલી રહ્યા હતા. મનુષ્યો ત્રાહિ ત્રાહિ પોકારી રહ્યા હતા. અબોલ પશુઓ પર અસીમ અત્યાચાર ગુજારાતો હતો. પશુઓએ એકઠાં થઈને ઈશ્વરના સિંહાસન પાસે રહેતા પવિત્ર બળદ ગોસુરવાનને વિનંતી કરી : ‘ગોસુરવાન ! દુનિયા પર ત્રાસનું સામ્રાજય ફેલાયું છે. અમારા જેવાં અબોલ પ્રાણીઓ પર અસીમ અત્યાચાર ગુજરી રહ્યો છે. ઠેરઠેર હિંસા, ભય, છળ કપટ અને અવિશ્વાસ વ્યાપ્યાં છે. અમારો આ અવાજ ઈશ્વરના કાને પહોંચાડે. દુઃખી પ્રાણીઓની રક્ષા કરવાની એમણે જવાબદારી લીધી છે.” ગોસુરવાને એક હજાર મનુષ્યોના સમૂહનાદ જેવડો નાદ કાઢીને ઈશ્વર આગળ ફરિયાદ રજૂ કરી : “હે દયાળુ દેવ ! તે આ જગતના રક્ષણની જવાબદારી કોના ઉપર છોડી છે ! અત્યારે વસુંધરા પર વિનાશનાં વાદળાં છવાયાં છે. રસકસ વિના વનસ્પતિ સુકાઈ રહી છે. પૃથ્વી પરનાં પાણી અપવિત્ર બન્યાં છે. નિર્દોષ મનુષ્યો અને પશુઓનો વધ થઈ રહ્યો છે. આ જવાબદારી આપે સ્વીકારી છે, એથી આપ સત્વરે અદા કરો.' ગોસુરવાનનો અંતરનો પોકાર સાંભળીને ઈશ્વરે કહ્યું : ‘દુનિયાના દુઃખી જીવોને દુઃખથી મુક્ત કરવા હું સ્મિતમ જરથુષ્ટ્રને મારા પ્રતિનિધિ તરીકે ધરતી પર મોકલું છું.’ અરે પ્રભુ ! આ તો કોઈ મોટા દેવનું કામ છે. એક માણસથી આ કામ કેવી રીતે પાર પડશે ?” ઈશ્વરે મંદ મંદ હાસ્ય વેર્યું. પશ્ચિમ ઈરાનના મીડિયા પ્રાંતમાં વસતા પોરુશસ્તની ધર્મપત્ની દુગડોની કૂખે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. જન્મ થતાં જ આખી કુદરત આનંદથી ખીલી ઊઠી. ચારે તરફ દિવ્ય પ્રકાશની આભા પથરાઈ. સામાન્ય રીતે બાળક જન્મતાંની સાથે રડવા માંડે છે. જ્યારે જરથુષ્ટ તો જન્મતાં વેંત ખૂબ હસવા લાગ્યા. લોકોને નવાઈ લાગી : “અરે ! આ બાળક કેવું ? જન્મતાં વેંત ખડખડાટ હસે છે. એના મુખ પર કેવું દિવ્ય તેજ છે. ઊડતી ઊડતી આ વાત દુષ્ટ રાજાને કાને આવી. એને વહેમ પેઠો : ‘કહો, ના કહો, આ બાળકમાં કોઈ ઈશ્વરી આશ છે. જો એ જીવતો રહ્યો તો મારો ખાતમો બોલાવી દેશે.” આ વહેમથી પ્રેરાઈને દુષ્ટ રાજાએ જગતના આ ત્રાતાનું મૃત્યુ નિપજાવવા એક દુષ્ટને મોકલ્યો. ચોરપગલે એણે ઘરમાં પ્રવેશ કર્યો અને બાળ જરથુષ્ટ્રને પારણામાં જ પૂરો કરવાને ઈરાદે ડોક મરડી નાખવા હાથ લંબાવ્યો. પણ ત્યાં તો એક ચમત્કાર થયો. કકડભૂસ કરતી સૂકા લાકડાની ડાળી ભાંગે એમ એનો લંબાયેલો હાથ ભાંગી ગયો. દુષ્ટ તો “ઓ બાપ રે !” કરતો જાય ભાગ્યો ! એકમાં રાજા સફળ ન થયો એટલે બીજા દુષ્ટને મોકલ્યો. તેણે બાળ જરથુષ્ટ્રને ઉઠાવીને રસ્તા પર ફેંકયો. ઢોરોના પગ નીચે છુંદી નાખવાને ઈરાદે એ દૈત્ય અનેક ઢોરોને ભડકાવ્યાં, પણ ત્યાં તો એક બળદ આવીને બાળ જરથુષ્ટ્રની ઉપર ચાર પગ ખોડીને એનું રક્ષણ કરતો ઊભો રહી ગયો. બાળ જરથુષ્ટ્રનો વાળ વાંકો ન થયો. મહાજુલમી રાજાએ ત્રીજો દાવ અજમાવ્યો. એક દૈત્ય બાળ જરથુષ્ટ્રને સર્વધર્મ દર્શન ૯૦ સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy