SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સિદ્ધાંતોઃ ગરુ ગોવિંદસિંહ કહે છે, “સર્વ કર્મને ફોગટ જાણો, સર્વ ધર્મને નિષ્ફળ માનો. એક નામના આધાર વિના સર્વ કર્મ એ તો ભ્રમ છે.' શીખ ધર્મમાં આદિગ્રંથ’ અને ‘દશમગ્રંથ'માં પરમાત્માનાં સેંકડો નામોનો પ્રયોગ થયો છે. કદાચ એક હજાર કરતાં પણ વધુ નામનો પ્રયોગ થયો હશે, પરંતુ યથાર્થ નામ “સત્ય” શ્રેષ્ઠ છે. શીખોમાં પ્રભુનું ‘વાહિગુરુ' નામ જપ અને સ્મરણ માટે પ્રચલિત છે. આ નામની એક સમજૂતી, એ વાસુદેવ, હરિ, ગોવિંદ અને રામ એ ચાર હરિનામોના આદ્યાક્ષરો લઈને બનાવેલું છે. એમ આપવામાં આવે છે. ભાઈ ગુરુદાસ ‘વાહિગુરુ'ને ગુરુમંત્ર કહે છે અને લખે છે કે એ નામના જપથી પાપમળ ધોવાઈ જાય છે. “વાહિગુરુનો શબ્દાર્થ છે - વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો . એટલે પ્રભુભક્તિથી નિર્મળ થયેલો શીખ જયારે એકાલ પુરુષની લીલાની વિસ્મયકારી સૌંદર્યાનુભૂતિ કે એના સત-ચિત-આનંદ રૂપની અનુભૂતિ કરે છે ત્યારે ધન્ય ધન્ય થઈ જાય છે અને ચકિત થઈને સ્વાભાવિકપણે બોલી ઊઠે છે, ‘વાહિગુરુ’, વાહિગુરુ.” પરંતુ નામજપ એ કાંઈ જિદ્વાનો જપ નથી. એ તો હૃદયનો જપ છે, પ્રેમ છે, હરિ સાથે સંવાદ છે. ‘નામ આપણા સમસ્ત જીવન, આચાર અને વિચારને નિર્મળ કરે છે.’ નામજપથી – નામની પ્રાપ્તિથી સાધકને અનાહત નાદનો મધુર કાર સંભળાય છે અને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. એનું ચિત્ત નિર્મળ બને છે અને છેવટે પૂર્ણ પુરુષ પરમાત્મા સાથે એકાકાર થઈ જાય છે. શીખ ધર્મ પૂર્વજન્મના સંસ્કારોને તથા કર્મનાં શુભ-અશુભ રૂપોને માને છે પરંતુ અવતારમાં માનતો નથી. મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર, પણ એના ફળ ભોગવવામાં પરતંત્ર છે, એમ માને છે. મનુષ્યજીવનનું ધ્યેય છે અહંકારરૂપી દીર્ઘરોગમાંથી મુક્ત થવાનું. મનુષ્યને પરલોકમાં એ જ મળે. છે, જે એ પ્રામાણિકપણે કમાય છે અને એમાંથી બીજાને આપે છે.... અને તેઓ જ પવિત્ર છે જેના હૃદયમાં એ હરિનામનો નિવાસ છે. શીખ ધર્મમાં તંબાકુ અને નશીલી ચીજોનું સેવન, પરસ્ત્રીગમન, હલાલ કરેલ માંસનું ભક્ષણ કરવાનો કેશ કાપવાનો નિષેધ છે. પુત્રીને દૂધપીતી કરવાનો અને સતી થવાની પ્રથાનો પણ નિષેધ છે. કોઈની પાસે દાન ન માગવું અને આવકના દશમા ભાગનું દાન કરવું, મહેનતની કમાણીથી ગુજરાન ચલાવવું, ચોરી ન કરવી, ધર્માદાના ધનમાં ઘાલમેલ ન કરવી, નાતજાતના ખ્યાલ છોડીને એકબીજા સાથે બેસીને ભોજન કરવું, સૌને માનથી બોલાવવા, સ્ત્રી અને પુરુષને સમાન ગણવાં, મધુર અને સાચું બોલવું, સર્વ કાર્યોના આરંભે પ્રભુનું નામસ્મરણ કરવું વગેરેનો આદેશ મળે છે. કામ, ક્રોધ, મોહ અને અહંકાર એમ પાંચ દુર્ગુણોનો સગુણોના વિકાસ દ્વારા ત્યાગ કરવાનો અનુરોધ છે, શીખ ધર્મમાં ભક્તિભાવની અભિવ્યક્તિ, સવાર, સાંજ, રાતની પ્રાર્થનાઓ, ગુરુ ગ્રંથસાહેબનાં દર્શન, શીખ સમાજનો સત્સંગ, કીર્તન અને નામસ્મરણ દ્વારા થાય છે. આ ધર્મમાં જટિલ કર્મકાંડ નથી. શીખ ધર્મ સંન્યાસીના જીવન કરતાં પવિત્ર ગૃહસ્થ જીવનને શ્રેષ્ઠ માને છે અને ગૃહસ્થજીવનનો મહિમા કરે છે.. સીંગ (સિંહ) અથવા ખાલસા પંથીઓ કેશ વધારે, પાંચ ‘ક’ કાર રાખે. કેશ, કચ્છ, કડું, કંઘા (કાંસકી), કિરપાણ , પ્રાયશ્ચિત માટે સાધુ-સંત સમક્ષ ગુનો કબૂલી, શિક્ષા સ્વીકારવાની પ્રથા છે, જેમાં ગુરુવાણીનું કીર્તન અથવા સાધુસંગતની સેવા કરવાનો આદેશ મળે છે. સાધુસંગતને પંખો નાખવો, પાણી પાવું, ગુરુકા લંગર માટે લોટ દળવો વગેરે મહાન પુણ્યકાર્ય સમજવામાં આવે છે. આવાં સેવાકાર્યોથી મનમાં, નમ્રતા જેવા ગુણો વિકસે છે. ગુરુકા લંગરઃ દરેક મોટા ગુરુદ્વારમાં ગુરુકા લંગર હોય છે. એમાં ગરીબો અને યાત્રીઓને મફત ભોજન અપાય છે. યાત્રા: ઐતિહાસિક ગુરુદ્વારાઓની યાત્રા કરવાનો આદેશ છે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સાધુસંગતેમાં હાજરી અને સત્સંગ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ સાધવાનો છે : (૧) અકાલ તન્ન, અમૃતસર (૨) તખ કેશગઢ સાહેબ આંનદપુર સર્વધર્મ દર્શન ૬૮ સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy