SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવી દીધી. સમ્યક સંબોધિને કારણે જ એમનો આ જન્મ અંતિમ જન્મ બની ગયો, મૃત્યુ પણ અંતિમ બની ગયું. આ અંતિમ જન્મ છે હવે પુનર્જન્મ નહીં થાય. જન્મ અને મૃત્યુ પર સહજ વિજય પ્રાપ્ત થઈ ગયો. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ વૈશાખી પૂર્ણિમાના એ પરમ પવિત્ર દિવસને શાનદાર રીતે ઊજવે છે. વિદેશમાં બૌદ્ધ ધર્મ: આશરે ૧૨મી શતાબ્દી પછી બૌદ્ધ ધર્મ, ભારતમાંથી પ્રાયઃ લુપ્ત થયો પરંતુ એ પહેલાં જ એણે પોતાનું મહત્ત્વપૂર્ણ સ્થાન વિદેશોમાં જમાવી દીધું હતું. વિદેશોમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવાનો યશ સમ્રાટ અશોકને ફાળે જાય છે. અશોકના આશ્રયે થયેલી ત્રીજી સંગીતિનું ફળ એ છે કે બૌદ્ધ ધર્મ ભારતની સીમા ઓળંગી. તેણે શ્રીલંકા, બર્મા, થાઇલેન્ડ, કંબોડિયા આદિ દક્ષિણ દેશોની અને નેપાલ, તિબેટ, ચીન અને કોરિયા, જાપાન આદિ ઉત્તર દેશની જનતાના હૃદય ઉપર સ્થાન જમાવ્યું. આજે પણ આ બધા દેશોમાં બૌદ્ધ ધર્મનો શાંત પ્રકાશ ફેલાયેલો છે અને કરોડો લોકોની પરમશાંતિનો માર્ગ દર્શાવવાનું પુણ્ય કાર્ય કરી રહેલ છે. વિશ્વની માનવજાતને શાંતિ, મૈત્રી, કરુણા, પ્રેમ, અહિંસા અને સમાનતાના ઉત્તમ આદર્શો આ ધર્મ સમજાવી રહેલ છે. અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને સૌપ્રથમ બૌદ્ધ ધર્મના પ્રચારકાર્ય માટે શ્રીલંકા મોકલ્યા. લંકાથી એ ધર્મ બર્મા, થાઇલેન્ડ, કંબોડિયામાં ફેલાયો અને તે પછી તિબેટ, ચીન, કોરિયા, મંગોલીઆ, જાપાન વગેરેમાં પણ આ ધર્મને ખૂબ મહત્ત્વનું સ્થાન મળ્યું છે, મલ્યદ્વીપ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, અફઘાનિસ્તાન, મધ્ય એશિયામાં, સોવિયેત તુર્કસ્તાન કોરિયા, જાવા, સુમાત્રા, બાલિ, બેબિલોનિયા અને મિસર વગેરે દેશોમાં પણ આ ધર્મનો પ્રભાવ પડ્યો છે. અભ્યાસીઓ એવું પણ દર્શાવે છે કે બૌદ્ધ ધર્મે પોતાનો પ્રભાવ ફક્ત પૂર્વના દેશો ઉપર નથી પાડ્યો, પાશ્ચાત્ય દેશો પર પણ એનો સારો એવો પ્રભાવ પડ્યો છે. જો બાઇબલનું સૂક્ષ્મ દૃષ્ટિએ અધ્યયન કરવામાં આવે તો સ્પષ્ટ ખાતરી થશે કે બુદ્ધ અને ઈશુના ઉપદેશમાં ઘણી સમાનતા છે. બૌદ્ધ ધર્મનું વિશ્વને પ્રદાનઃ વિશ્વની દાર્શનિક વિચારધારામાં અત્યંત ગૌરવવંતુ સ્થાન બૌદ્ધદર્શનનું છે. અન્ય ભારતીય દાર્શનિકોને એણે ઊંડું ચિંતન કરવા પ્રેર્યા તેથી ભારતીય દર્શનમાં ઊંડાણ અને સૂક્ષ્મતાનું આગમન થયું. | વિશુદ્ધ નૈતિકવાદના શાસ્તા હોવાને કારણે બુદ્ધ, જગતના વિચારકોમાં અનોખું સ્થાન ધરાવે છે. પોતાના માનવીય દૃષ્ટિકોણને કારણે તેઓ માનવનું શરણ બન્યાં છે. ‘કલ્યાણમાર્ગ’ની પ્રતિષ્ઠા કરનાર બુદ્ધ હતા. ચિંતન જગતના ઇતિહાસમાં બુદ્ધ એક પ્રકાશસ્તંભ છે. દેવતાઓના યુગનો અંત કરીને એમણે માનવયુગ પ્રવર્તાવ્યો. મનુષ્યને દેવતાઓની દાસતામાંથી મુક્ત કર્યો ને સ્વ-પ્રયત્નથી મુક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ પણ તેમણે દર્શાવ્યો. તેઓ સાચા સાધક હતા, એમના વિચાર તો મૌલિક હતા જ, એમનું વ્યક્તિત્વ પણ મૌલિક હતું. એમનું સાધનાસભર જીવન યુગોના યુગો સુધી માનવને પ્રેરણાનાં પીયૂષ પાશે. આ પ્રથમ ભારતીય ધર્મ હતો. જે વિશ્વધર્મનું રૂપ પામ્યો. વિશેષતઃ એશિયામાં એવી કોઈ પ્રાચીન ભાષા ભાગ્યે જ હશે જેમાં બૌદ્ધ ધાર્મિક ગ્રંથોના અનુવાદો ન થયા હોય, પોતપોતાની પ્રકૃતિને અનુકૂળ આવે તે રીતે ભિન્ન ભિન્ન દેશ અને જાતિના લોકોએ, આ ધર્મ અપનાવ્યો. બહુજનહિતાય, બહુજનસુખાયના આશયથી આ ધર્મનો પ્રચાર-પ્રસાર થયો છે, પૂર્ણ જનવાદી આ ધર્મ છે, એની અભિવ્યક્તિ પણ જનભાષામાં થઈ છે. વિશ્વના ઇતિહાસમાં વિદ્યાપ્રસાર અને જ્ઞાનવિકાસને માટે જે કાર્ય ભિક્ષુસંધે કર્યું છે તેને માટે સમગ્ર માનવજાત તેની ઋણી રહેશે. નાલંદા, વલ્લભી, વિક્રમશીલા જેવાં વિશ્વવિદ્યાલયો અને વિદેશનાં અનેક વિદ્યાકેન્દ્રો આ ધર્મની અજોડ ભેટ છે. ભિક્ષુવિહારો, વિશ્વવિદ્યાલયનું રૂપ સહેલાઈથી લઈ શક્યા અને શિક્ષણ અનેક શિક્ષકોની સંધિક વિદ્યાસેવાની સંસ્થા બની ગયું. સર્વધર્મ દર્શન ૫૪ સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy