SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ વિધાનો કરવામાં આવે છે. તીર્થક્ષેત્ર દિગંબર જૈનોનાં તીર્થક્ષેત્રોમાં સમેતશિખર ઉપરાંત ચંપાપુરી, પાવાપુરી, ગિરનાર, કુંભોજગિરિ, ગજપથા, મૂળબિદ્રી, માંગીતૂ ગી, શ્રવણબેલગોડા ઇત્યાદી ઘણાં સ્થળો છે. દિગંબર સંપ્રદાયની વિશેષતા ચાર ગતિમાંથી મોક્ષ ફક્ત મનુષ્યગતિમાં જ છે. મુનિદીક્ષા વગર મોક્ષ નથી અને સંપૂર્ણ દીક્ષા ફક્ત પુરુષો જ લઈ શકે છે. ટૂંકમાં પુરુષો જ મોક્ષપ્રાપ્તિ માટે અધિકારી છે. જૈનધર્મના તત્ત્વજ્ઞાનનો ઊંડાણથી અભ્યાસ કરવા જયપુરમાં ટોડરમલ સ્મારક ટ્રસ્ટ સંસ્થાના અન્વયે યુનિવર્સિટી માન્ય પાંચ વર્ષનો ડિગ્રી કોર્સ છે. તેમાં જૈન સિદ્ધાંતોનું જ્ઞાન મેળવી શકાય છે. આ સંસ્થા દ્વારા વિદ્વાન પંડિતો તૈયાર થાય છે. દિગંબર પંડિતો દેશવિદેશમાં જૈનધર્મ પર પ્રવચનો આપે છે. દિગંબર જૈન મુનિઓ મુખ્યતઃ લૌકિક માર્ગ છોડી લોકોત્તર માર્ગે આત્માની અંતરદશા તરફ વળવા પ્રતિ ભાર આપે છે. દેરાવાસી-મૂર્તિપૂજક સંપ્રદાય દિવસે વિશિષ્ટ રીતે ૧૪ સ્વપ્નાં ઉતારી મહાવીર જન્મકલ્યાણક ઊજવવામાં આવે છે. ભગવાનની મૂર્તિ સામે ખમાસણા આપી પદ બોલવા સાથે કરાતા આવા વંદનને ચૈત્યવંદન કહે છે. અલગ અલગ મંદિરોના દર્શન યાત્રાને ચૈત્યપરિપાટી કહે છે. સામાન્ય રીતે તે પર્વના દિવસોમાં કરવામાં આવે છે. તપગચ્છ, અચલગચ્છ, પાયચલગચ્છ (પાર્જચંદ્ર), ખડતરગચ્છ વગેરે સંપ્રદાયોનો સમાવેશ થાય છે. સાધુજીઓમાં આચાર્ય, ઉપાધ્યાય, પન્યાસ, ગણિ અને પ્રવર્તક જેવી પદવીઓ પ્રદાન થાય છે અને પ્રવર્તિનીની પદવી સાધ્વીજીઓને ખાસ આપી શકાય છે. સમેતશિખર, શત્રુંજય (પાલિતાણા), ગિરનાર, પાવાપુરી, ચંપાપુરી, ક્ષત્રિયકુંડ, શંખેશ્વર, ભદ્રેશ્વર, નાગેશ્વર, કેસરીયાજી, મહુડી વગેરે તીર્થસ્થળો છે. રાણકપુર અને આબુ દેલવાડાનાં દેરાં જૈન શિલ્પ સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના છે. ખંભાત, પાટણ વલ્લભીપુર, જેસલમેર, પાલિતાણા અને અમદાવાદમાં જૈન ગ્રંથભંડારો આવેલા છે. સમગ્ર ભારતભર અને વિદેશોમાં પણ આ સંપ્રદાયનાં દેરાસરો આવેલાં છે. તેમનો પૂજા ભક્તિમાર્ગ વિશિષ્ટ છે. શ્રાવકો દેરાસરમાં દરરોજ અષ્ટપ્રતિહારી પૂજા કરે છે. ભગવાનની મૂર્તિને વંદના કરી સ્તુતિ કરે છે. સ્નાત્રપૂજા, પંચકલ્યાણી પૂજા, વાસ્તુપૂજા, વેદનીય કર્મ (નિવારણ) પૂજા, અંતરાય કર્મ (નિવારણ) પૂજા , ૧૦૮ અભિષેક, ૧૭ ભેદી પૂજા , ઋષિમંડલ પૂજ, સિદ્ધચક્ર (યંત્ર) પૂજા, અર્હમ્ પૂજન વિ. પ્રસંગોપાત્ત પૂજાવિધિ કરવામાં આવે છે. જૈનધર્મમાં બતાવેલ બધાં વ્રત, જપ, તપ તો શ્રાવકો કરે છે. ૪૫ દિવસનું સાધુજીવન જેવું ઉપદ્યાન તપ એ વિશિષ્ટતા છે. રાત્રે દેરાસરો, જિન મંદિરોમાં ભગવાનની મૂર્તિને વિશિષ્ટ શણગાર કરવામાં આવે છે તેને આંગિ કહે છે અને ભાવપૂર્વક સમૂહમાં સંગીતના વાજિંત્રો સાથે ભક્તિગીતોનું ગાન, પ્રભુસ્તવના કરવામાં આવે તેને ભાવના કહે છે. પર્યુષણ પર્વમાં દેરાસરોમાં કલ્પસૂત્રના સંદર્ભે મહાવીર જન્મવાચનને સ્થાનકવાસી સંપ્રદાય વિક્રમના પંદરમા સૈકામાં લોકાશાહ નામના એક શ્રાવકને લાગ્યું કે નિવૃત્તિપ્રધાન જૈન ધર્મ અહિંસા સંયમ અને તપને પ્રધાનતા આપે છે. અનેકાંતવાદ સાપેક્ષવાદ કે સ્યાદવાદ તેનો સિદ્ધાંત છે. મૂર્તિપૂજામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઠામઠાઠથી થતા જો છે તેમાં આત્મઆરાધનાની પ્રધાનતા ઓછી દેખાણી. આરંભ-સમારંભ અને આડંબરમાં તેને ચૈત્યવાદનો વિકાર લાગ્યો. જૈનોના આગમનો કબજો સાધુ પાસે હતો. તે કહેતા, ‘શ્રાવકોથી શાસ્ત્રો વંચાય નહિ.' અને તેમાં એટલી બધી ધાક બેસાડેલી કે જે વાંચે સૂત્ર તેના મરે પુત્ર’ આવી બીકથી લોકો સૂત્રો વાંચતાં ડરતા હતા, અને લોકોને એમ ઠસાવતા કે સુત્રો વાંચવાનો અધિકાર ફક્ત સાધુઓનો છે અને આવી કેટલીક વાતો અધિકારવાદની શૃંખલા જેવી લાગી ઉપરાંત શ્રમણવર્ગની શિથિલતા જોઈ. સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy