SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ વિશ્વકલ્યાણની વાટે દિવ્ય વૈશ્વિકબેંકનો ચેક જૈનશાસ્ત્રોમાં અમરાવતીના શ્રેષ્ઠી સુમેદની એક સરસ ક્યા આવે છે, તેનો સાર નીચે પ્રમાણે છે : અમરાવતી નગરીના સૌથી ધનાઢચ શેઠનું અવસાન થયું. તેઓ સુમેદના પિતા હતા. અંત્યેષ્ટિની ક્રિયામાં ભેગાં થયેલાં બધાં સગાં-વહાલાંઓએ વિદાય લી ધી. પછી શેઠના મુનિમે સુમેદ સમક્ષ આવીને બધો હિસાબ-કિતાબ રજૂ કર્યો. પિતાનાં ધન, દોલત, સંપિત્ત કેટલી છે તે જણાવી. પિતાનો કારભાર ક્યાં અને કેટલો વિસ્તૃત ફેલાયેલો છે, દેશમાં ક્યાં કેટલી પેઢીઓ છે, વેપાર-ધંધામાં કેટલું રોકાણ થયેલું છે તેની વિગતવાર સમજણ અને માહિતી આપી. ત્યાર પછી મુનિમ સુમેદને ભોંયરામાં લઈ ગયો. ભંડારો અને તિજોરીઓની ચાવીઓ સોંપતાં કહ્યું કે, હવે તમે આ બધી જ સંપત્તિના માલિક છો. સુમેદે સઘળો હિસાબ-કિતાબ જોયો, ભંડારો અને તિજોરીઓ જોઈ, મૂલ્યવાન હીરા-માણેક, ધન-દોલત અને સર્પત્તિ જોઈ જેનું મૂલ્ય અબજો અને ખર્ચો રૂપિયાનું હતું. (એક ખર્વ = ૧૦ અબજ) આટલી અઢળક સંપત્તિ જોયા બાદ સુમેદને કશામાં મોહ, મમતા કે લોલુપતા ન દેખાઈ, તે જાણીને મુનિમને ખૂબ જ આશ્ચર્ય કે થયું. સુમેદ સામે નજર કરી તો એની આંખોમાંથી આંસુ ટપકતાં હતાં. એટલે મુનિમે પ્રશ્ન કર્યો, ‘તમે આટલી અબજો રૂપિયાની સંપત્તિના માલિક છો, વારસદાર છો. આપના પૂર્વજોની સંપત્તિ છે પછી તમે કેમ રડો છો ?' ૧૦૩ વિશ્વકલ્યાણની વાટે ક સુમેદે મુનિમને કહ્યું, ‘મારે તમારી પાસેથી એક વાત સમજવાની છે. મારા વડદાદા મૃત્યુ પામ્યા. તેઓ પણ આ સંપિત્ત સાથે ન લઈ ગયા. મારા દાદા પણ આ સંપિત્ત અહીં જ છોડી ગયા અને મારા પિતાજી પણ આ સંપિત્ત તેમી સાથે ન લઈ ગયા. તમે હવે કોઈ યુક્તિ બતાવો કે મારા મૃત્યુ પછી આ બધી સંપત્તિ મારી સાથે લઈ જવા માગું છું, તેને અહીં છોડી જવા નથી માગતો. કાલ સવાર સુધી કોઈ ઉપાય શોધી મને બતાવજો. કદાચ મારું મૃત્યુ પણ થાય પછી. આ સંપત્તિ મૃત્યુ પછી સાથે ન લઈ જઈશ કે ન મારાં સંતાનો તેમના મૃત્યુ બાદ આ સંપત્તિ સાથે લઈ જઈ શકશે. હવે હું આ સંપત્તિનો નિકાલ કરી દેવા માગું છું.' મુનિમે સુમેદને જવાબ આપ્યો, ‘શેઠશ્રી, આવું તો કદી બન્યું જ નથી અને બનવાનું પણ નથી. કોઈ મૃત્યુ બાદ સાથે સંપત્તિ લઈને ગયું જ નથી !' આખરે સુમેદે યુક્તિ શોધી લીધી. યુક્તિ હતી સંપત્તિનું દાન કરી સંસાર ત્યાગવાની. તેણે મુનિમને યુક્તિ જણાવી. યુક્તિ જણાવવાની ક્ષણે જ તેણે આ સઘળી સંપત્તિનું દાન કરી દીધું અને સંયમના માર્ગે જવા સઘળું ત્યાગી દીધું. પુણ્ય નામની દિવ્ય વૈશ્વિક કોસ્મિક બૅંકનો ટ્રાવેલર્સ ચેક ભવોભવ સાથે રહે છે. ૧૦૪
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy