SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે કામ ૧૪ વિશ્વકલ્યાણની વાટે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું : ‘અમને એક મણ ચંદનનાં સૂકાં લાકડાં જોઈએ છે, એ તમારા જેવા દાતા પાસેથી જ મળી શકે એમ છે, બીજે ક્યાંય નહીં, કારણકે અત્યારે વરસાદ પડે છે.' યુધિષ્ઠિર : ‘અત્યારે ? અત્યારે સૂકાં લાકડાં ક્યાંથી લાવીશું આ વરસાદમાં ? અને તમને તો સૂકાં લાકડાં જોઈએ છે ને ?' શ્રીકૃષ્ણ: ‘હા, એકદમ સૂકાં જોઈએ. અમને યજ્ઞ માટે જરૂરી છે.' યુધિષ્ઠિર : ‘જો એકાદ શેર જોઈતાં હોય તો આપી શકત, પણ મણ લાકડાં માટે તો થોડી રાહ જોવી પડશે.' યુધિષ્ઠિરની પરીક્ષા લીધા બાદ બંને બ્રાહ્મણ વેશમાં કર્ણ પાસે પહોંચ્યા અને એને પણ એ જ કહ્યું: ‘અમને એક મણ ચંદનનાં સૂકાં લાકડાં જોઈએ છે.' કર્ણ : ‘અત્રે તો વરસાદ પડે છે, પરંતુ થોભો ભૂદેવા મારા મહેલના દરવાજાનાં લાકડાં ચંદનનાં છે અને સૂકાં છે. એ હું હમણાં તમને આપી દઉં છું.' આમ કહીને કર્ણો પોતાના મહેલના દરવાજા કાઢી આપ્યા. પલંગ વગેરે બીજું જે કંઈ ચંદનમાંથી બનાવેલું રાચરચીલું હતું એ બધું પણ કાઢી આપ્યું અને બ્રાહ્મણ વેશધારી શ્રીકૃષ્ણ અને અર્જુનની મનોવાંચ્છા પૂરી કરી. ત્યારે બ્રાહ્મણ વેશધારી શ્રીકૃષ્ણે કહ્યું : ‘કર્ણ ! તમે અમારી આ તુચ્છ ઇચ્છા માટે મહેલના દરવાજા શા માટે કાઢી આપ્યા ?' કર્ણ : “બ્રાહ્મણદેવતા! કોને ખબર કાલે હું જીવતો હોઈશ કે નહીં, તેથી આજે જ આ હાથથી જેટલું સત્કર્મ થઈ જાય એટલું સારું છે. કોને ખબર કાલે મોત આવી જાય તો ?' મોત ક્યારેય પણ આવી શકે છે, ક્યાંય પણ આવી શકે છે, કોઈ પણ નિમિત્તે આવી શકે છે. આ વાત આપણે સદૈવ યાદ રાખવી જોઈએ. સરળતા અને ઋજુતા : પ્રભુ સાથે જોલી પવિત્ર કી દસ યતિધર્મમાં સરળતાને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. ભદ્ર પુરુષનું ઉત્તમ લક્ષણ સરળતા છે. જેના જીવનમાં સરળતા તાણાવાણાની જેમ વણાયેલી હોય તેના જીવનમાં જ સંતત્વ પ્રગટી શકે. જેનામાં સરળતા હોય તેનો કોઈ દુમન ન હોય. સરળતાવાળી વ્યક્તિ સ્વયં અજાતશત્રુ બની શકે છે. જેના જીવનમાં ઋજુતા અભિપ્રેત છે તેને કોઈ સાથે શત્રુતા ન જ સંભવી શકે. વક્તા અને કુટિલતાનો ત્યાગ કરીએ તો આપણા જીવનમાં સ્વયં સરળતા પ્રગટશે. જ્ઞાનીઓ કહે છે કે સોયની રચના સીધી છે એટલે એ જોડે છે. કાતરની રચનામાં વક્રતા છે. વાંકી-ચૂકી કાતર કાપે છે. સરળ વ્યક્તિમાં ગુણોની સમૃદ્ધિ હોય છે. વક્તા બુદ્ધિમાં ભ્રમ પેદા કરે છે. વક્ર વ્યક્તિ બુદ્ધિનો વ્યભિચાર પણ કરી શકે. સરળ વ્યક્તિમાં બુદ્ધિની શાલીનતા હોય, તે પારદર્શક હોય. મૂર્ખતા અને સરળતા વચ્ચે એક પાતળી ભેદરેખા છે, જે વિવેકીજન જ પારખી શકે. સરળતાયુક્ત બુદ્ધિની શાલીનતા સમ્યક જ્ઞાન તરફ લઈ જાય જેનું પ્રજ્ઞામાં પરિણમન થાય. શુદ્ધ, સાત્ત્વિક જ્ઞાનનો વિસ્ફોટ સરળતામાં જ થાય. શુદ્ધિમાં જ ધર્મ ટકી શકે છે. બાળકના જીવનમાં સરળતાનું સૌંદર્ય ઝળકતું હોય છે, કારણકે તે કપાયો, સ્વાર્થ કે પ્રપંચથી દૂર હોય છે. નિર્દોષતાભરેલું તેનું હાસ્ય બધાને આકર્ષી શકે, માટે જ ૫૦ ૪૯
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy