SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે તે જ મુક્ત થઈ શકે જેણે જાણી લીધું છે કે સમસ્ત જીવન મૃત્યુ છે જેને આપણે જીવન કહીએ છીએ. જ્ઞાનીજનો તેને મૃત્યુની દીર્થયાત્રા ગણે છે, હકીકતમાં મૃત્યુની એક લાંબી પ્રક્રિયા ગણે છે. જન્મ પછી આપણે બીજું કાંઈ કરીએ કે ન કરીએ, પરંતુ મૃત્યુ તરફ્ની અવિરત યાત્રા તો નિશ્ચિતપણે કરીએ જ છીએ. અન્યના મૃત્યુ જોનારા આપણે આપણા મૃત્યુની કલ્પના પણ નથી કરતા, પરંતુ જીવનને જે મૃત્યુની લાંબી પ્રક્રિયારૂપ જોઈ લે છે તે જીવતાજીવ પોતાના મૃત્યુનો સાક્ષી બની જાય છે. એટલે જીવતાજીવ પોતાના મૃત્યુની અનુભૂતિ કરી લે છે. સત્પુરુષો કહે છે કે, આ અનુભવ પછી જીવનમાં વાસના રહેશે નહીં, ચોરી, જૂઠ, હિંસા કે કષાયો જીવનમાં રહેશે નહીં, કારણકે અહીં જિજીવિષાનો દ્વંદ્વ પૂરો થાય છે. ભગવાન બુદ્ધ જેવા સત્પુરુષો કહે છે કે, જેના જીવનમાંથી જિજીવિષા ચાલી ગઈ છે તે જીવનમુક્ત બની ગયો, તે મૃત્યુનો સહજતાથી સ્વીકાર કરી શકશે. આ વિષાદની વાત નથી. જીવનની પ્રસન્નતાના સ્ફુલિંગો ખીલેલી વસંતનાં પતંગિયાંની જેમ ઊડાઊડ કરતા હશે. જીવનનો નિર્દોષ આનંદ માણતા હશે. આવા જીવનમુક્ત આપણી જેમ ખાતા-પીતા, ઊઠતા-બેસતા બધી સામાન્ય ક્રિયા કરી જીવતા હોવા છતાં તેનું જીવન ગુણાત્મક રીતે પરિવર્તિત થઈ ગયું હોય છે. સદ્ધર્મના માર્ગની વાતો ભલે આપણે જીભને ટોડલે ટીંગાડી રાખી હોય, પરંતુ એ વચનો અને વિચારો આચરણમાં ઊતરે તો જ સાર્થક થાય છે. સદ્ગુરુના યોગે જે સમ્યક્ પુરુષાર્થની પ્રેરણા મળતા એ પ્રવૃત્તિનું જીવનમાં અવતરણ થાય અને તે જ આપણા માટે કલ્યાણકારી છે. આત્મોપયોગ જ અટલ છે એવા આત્મજ્ઞાની, અપૂર્વ વાણી અનુભવપ્રધાન જેનું વચન છે એવા સત્પુરુષો સોનાની ખાણના ખાણિયા સમાન છે. જે ખાણમાં માટી મિશ્રિત સોનું છે. તેને પ્રક્રિયા દ્વારા શુદ્ધ સોનું કરે છે જેમાંથી આભૂષણો બને છે. તેમ સત્પુરુષો શાસ્ત્રોમાંથી આત્માના આભૂષણ જેવાં વચનો શોધી આપે છે. પનિહારી કૂવામાંથી પાણી લાવી પીવાલાયક બનાવે છે, તેમ સત્પુરુષો તત્ત્વનાં રહસ્યો સુપાચ્ય બનાવી આપે છે જેથી પનિહારી સમાન છે. આ સકળ વિશ્વમાં શોધ કરવાલાયક જો કાંઈ હોય તો તે સત્પુરુષ જ છે. નિજ સ્વરૂપની પ્રાપ્તિ માટે કંઈ શોધ કરવી છે તો માત્ર સત્પુરુષની જ શોધ કરી લે અને કહે છે કે એના ચરણે સમર્પિત થઈ જા, તેની આજ્ઞામાં ચાલ્યો જા, સફળતા નિશ્ચિત છે. તેમણે નિર્દેશેલા પંથે જા, મુક્તિનો માર્ગ તારી રાહ જુએ છે. ૩૧ વિશ્વકલ્યાણની વાટે કર્મોથી મુક્તિ મેળવવાનો પંથ બતાવે તે જ સાચા સંત છે. આવા સત્પુરુષની કૃપાથી જ આપણામાં પરિવર્તન આવી શકે છે. આપણા બદલી જવાથી જગત બદલાઈ જવાનું નથી. જગત તો એ જ રહેવાનું છે, પરંતુ આપણું નિજી ભાવજગત, આપણો સંસાર બદલાઈ જવાનો છે. મારા ઘરના આંગણાનો બગીચો બગીચો જ રહેવાનો છે. સત્પુરુષની પ્રેરણાથી જોવાની દિષ્ટ બદલાઈ જશે. એ બગીચો ‘મારો’ નહિ રહે. મારું મમત્વ, મારો રાગ એ જ મારી પીડા અને મારું દુ:ખ હતું. બગીચા અને મારી વચ્ચે મમત્વબુદ્ધિ હતી. જ્યારેજ્યારે બગીચો જોઉં ત્યારે એ મારો છે એ જાગૃત વિચાર રહ્યા કરતો. સત્પુરુષો પ્રેરિત સાક્ષીભાવથી મમત્વ ઘટતાં બાગનું સૌંદર્ય પૂર્ણ રીતે ખીલી ઊઠે છે. ખરેખર સત્પુરુષો મોક્ષમાર્ગમાં દીવાદાંડી સમાન છે. ૩૨
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy