SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે આવ્યો છે. આપણાં પુરાણો, વેદ, ઉપનિષદો, આગમ ઉપરાંત આપણાં મહાકાવ્યો, રામાયણ-મહાભારતમાં પણ ભરપૂર સ્થાનકો સંગ્રહિત છે. કથાઓમાં પંચતંત્ર, હિતોપદેશ, ઈસપની નીતિકથાઓ,જાતકકથાઓ, પરીકથાઓ, જૈન કથાસાહિત્યમાં આગમયુગની કથાઓ, બાલાવબોધ ઉપદેશમાલાનાં કથાનકોનો સમાવેશ થાય છે. ધર્મમાં શ્રદ્ધા વધારવા માટે પર્વથાઓ, વ્રતકથાઓ અને તત્ત્વબોધકથાઓનો ફાળો નોંધપાત્ર છે. જૈન ધર્મમાં જ્ઞાનપ્રાપ્તિ માટેના માર્ગ-અનુયોગ દ્વારના ચાર પ્રકાર બતાવ્યા છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ છે. ધર્મકથાનુયોગમાં ત્રિષષ્ટિશલાખા પુરુષ આદિ મહાત્માઓ, દાની, શ્રાવક શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓનાં પ્રેરક જીવનને કથાનકો દ્વારા વર્ણવવામાં આવ્યાં છે. જૈન કથાસાહિત્યમાં જ્ઞાતાધર્મક્યા આગમમાં સાડા ત્રણ કરોડ કથાઓ હતી તેવી શ્રુતપરંપરાથી માહિતી મળે છે, પરંતુ આજે આટલી મોટી સંખ્યામાં કથાઓ ઉપલબ્ધ નથી. કથાનુયોગ એ સામાન્ય જનસમૂહ માટે ધર્મમાર્ગમાં પ્રવેશદ્વારની ભૂમિકા પૂરી પાડે છે. કથા-લોકથા એ સાહિત્યનું હૃદય છે. આબાલવૃદ્ધ, ગરીબ-તવંગર, સાક્ષર, નિરક્ષર સર્વ કોઈને કથા સમસ્વરૂપે એકસૂત્રતાથી જકડી બાંધી રાખે છે. આ ઉપરાંત તેની વિશેષતા એ છે કે એને જેટલી સાંભળવા કે વાંચવામાં આવે એટલી જ સહેલાઈથી, સરળતાથી તે હૃદયંગમ થઈ શકે છે. આથી જ પ્રત્યેક ધર્માચાર્યોએ પોતાનો ધર્મોપદેશ કથાના માધ્યમ દ્વારા કરવાનું યોગ્ય, ઉચિત માન્યું છે. માનવજીવનમાં ધાર્મિક સંસ્કારોના સિંચન માટે કથાથી ઉત્તમ સરળ, સહજ અને યોગ્ય કોઈ માધ્યમ નથી અને આથી જ વિશ્વના પ્રત્યેક ધર્મમાં કથાસાહિત્યની લોકપ્રિયતા, પ્રચલિતતા વ્યાપકપણે જણાય છે. ભગવાન મહાવીરે ધર્મોપદેશ દરમિયાન ધર્મ, વિજ્ઞાન અને તત્ત્વદર્શન જેવાં ગૂઢ અને ગંભીર તત્ત્વોને અધિક સરળ, સુગમ, સુબોધ અને રુચિકર બનાવવા માટે કથાનો આશ્રય લીધો જેને આગમસાહિત્યમાં સંગ્રહિત-સંકલિત કરવામાં આવ્યો. આગમ સાહિત્ય પછી ક્રમશ: થતી કથારચનામાં પરિવર્તન આવતું ગયું. આગમમાંથી પ્રાપ્ત કથાઓ, ચરિત્ર અને મહાપુરુષોના જીવનના નાના-મોટા અનેક પ્રસંગોમાંથી મૂળ કથાવસ્તુમાં અવાંતર કથાઓનું સંયોજન અને મૂળ ચરિત્રના પૂર્વજન્મોની ઘટનાઓને સમૃદ્ધ કરવી, એની કથાવસ્તુનો વિકાસ અને વિસ્તાર કરવાની પશ્ચાદવર્તી શૈલી બની ગઈ. જૈ શૈલીનો પ્રભાવ રામાયણ, મહાભારત કે જાતકથી માંડીને ચારિત્રો, - ૧૧ - કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ પારાયણો, આખ્યાયિકા, કથાકોશો ઈત્યાદિમાં પરંપરાગત રીતે જણાઈ આવે છે. વિશ્વભરનાં ધર્મ અને સાહિત્યએ દૃષ્ટાંતકથાનો સહારો લીધો છે. બાળદશાના શ્રોતાઓ અને વાચકોને ધર્મ અને તત્ત્વનાં ગહન રહસ્યો સરળતાથી રસમય રીતે સમજાય એ તેનો મુખ્ય ઉદ્દેશ છે. કથાઓ દ્વારા પરિચિતતાની માધુરી અને અપરિચિતતાનો આનંદ આપી શકાય છે. દ્રવ્યાનુયોગના ગહન તત્ત્વ પ્રાથમિક દશાના વાચકો માટે સમજવા મુશ્કેલ- અઘરાં છે, પરંતુ દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવાર થઈ વાચકના હૃદય સુધીની યાત્રા સરળતાથી કરી શકે છે. જૈન કથાનકોની વિરાટ સૃષ્ટિ આપણી અમૂલ્ય સંપદા છે. ધર્મ અને દર્શનને જગત સુધી પહોંચાડવા કથાનુયોગ સૌથી વધુ ઉપકારક બને છે. આગમમાં કથાનુયોગ અભિપ્રેત છે. કાદમ્બરીનો ભાવાનુવાદ કરનાર કવિ ભાલણની ઉક્તિ અમારા હૃદયભાવને વાચા આપે છે. મુગ્ધ રસિક સાંભળવા ઈછી પાગ પ્રીછી નવ જય, તેહને પ્રીછવા કારગે કીધું ભાલણે ભાષા બંધ.'' મુગ્ધ રસિક શ્રોતા સાંભળવા અને સમજવા ઇચ્છે છે, પરંતુ સમજી શકતા નથી, એને સરળ રીતે સમજાવવા ભાલણ જે રીતે આસ્વાદ-ભાવાનુવાદનો પુરુષાર્થ કરે છે તેમ આપણે પણ કથાનકો દ્વારા આસ્વાદનો પુરુષાર્થ કરવો જોઈએ. વિશ્વના કથાસાહિત્યમાં જાસૂસી કથાઓ, જુગુપ્સાપ્રેરક કથાઓ, બીભત્સ કથાઓ, હિંસાત્મક વીરકથાઓ પુષ્કળ છે, પરંતુ ધર્મ કે દર્શન સાહિત્યમાં આવી કથાઓને સ્થાન નથી. અહીં નીતિ-સદાચાર પ્રેરકકથાઓ, ચારિત્ર્યકથાઓ, તપ-ત્યાગની કથાઓ જ ધર્મકથાઓ છે જે માનવજીવનને ઊર્ધ્વગામી કરી શકે છે. વળી જ્ઞાનીઓએ ચાર વિકથાનો ત્યાગ કરવા જણાવ્યું છે જેમાં પાપ હેતુભૂત સ્ત્રી-પુરુષની કથા છે. એ જ રીતે રાજકથા અને દેશકથા કરવાથી નિંદા દ્વારા આત્મા અનથદંડથી દંડાય અને કર્મબંધન કરે છે, તો વળી ક્યારેક આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં ફસાઈ જાય છે. જ્યારે ભોજનકથામાં આસક્તિ અભિપ્રેત છે. આવી વિકથાનો આરાધક આત્માઓએ ત્યાગ કરી માત્ર ધર્મકથાનો જ આશ્રય લેવો જોઈએ. આસક્તિ અને સંજ્ઞાઓને પાતળી પાડવા આ કથાનકો પાયાનું કામ કરે છે. શાસ્ત્રકાર પરામર્શિઓ, જૈન દાર્શનિકો, મુનિઓ કે જૈન સર્જક-સાહિત્યકારો એમ દૃઢપણે માને છે કે સાહિત્ય અને કલાના સર્જનનો ઉદ્દેશ શુભતત્ત્વોનાં દર્શનનો હોય તો જ સાર્થક. - ૧૨
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy