SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ અનિવાર્યતાને સમજી શકીએ છીએ. 'ધ બીજ ઓન ધી રિવર ફ્લાઈ’ ફિલ્મનો હીરો એલેક ગિનેસ આ ફિલ્મથી સિનેજગતમાં પ્રખ્યાત બની ગયો હતો. યુવા વર્ગ તેની પાછળ પાગલ થઈ ગયો હતો. ફિલ્મનિર્માતાને આ ફિલ્મથી કરોડોની આવક થઈ હતી. આ બધું જોઈ એક દારૂ બનાવતી કંપનીના માલિક્સે આ હીરોનો ઉપયોગ કરવાની ઇચ્છા થઈ આવી, કારણકે એની પાછળ પાગલ બનેલો યુવા વર્ગ પોતાની બ્રાંડનો દારૂ પીતો થઈ જાય તો તો પછી કંપનીમાં પૈસાની ટંકશાળ પડી જાય. તે બીજે જ દિવસે એલેક પાસે પહોંચી ગયા અને કહ્યું: ‘હું એક ખૂબ જ સરસ વાત લઈને આવ્યો છું, જે તમારા અને મારા, બન્ને માટે ફાયદાકારક છે.' એલેકે તેને કહેવા માટે પોતાની મૂકસંમતિ આપી. કંપનીના માલિકે ઉત્સાહમાં આવી જઈને કહ્યું, ‘હું દારૂની એક બ્રાન્ડેડ કંપનીનો માલિક છું અને મારી ઇચ્છા છે કે એના પ્રચાર માટે જાહેરખબર પર તમારો પોઝ જોઈએ છે. હું એ કાર્ય માટે તમને સાત કરોડ ડૉલર સુધીનો ચેક આપવા તૈયાર છું.' એક નજર એલેક પર નાખી કંપનીના માલિકે આગળ ચલાવ્યું : 'આનાથી તમને તો કરોડો ડૉલરનો ફાયદો ચોખ્ખો છે અને મને ફાયદો થશે તમારી જાહેરખબરથી આ બ્રાન્ડેડ દારૂ પીનારાથી.’ એલેક પોતાની ખુરશી પરથી ઊભો થતાં બોલ્યો : 'માફ કરજો, હું દારૂ પીતો નથી. આ કામ મારાથી થઈ શકશે નહીં.' - એલેકનો હાથ પકડી ઊભા રાખતાં કંપનીના માલિકે કહ્યું: ‘પણ જુઓ, આમાં તમારે દારૂ પીવાની વાત પણ નથી. તમારે તો માત્ર દારૂની બોટલ મોઢે અડાડવાની છે અને શરીરમાં તાજગી આવી ગઈ એવો અભિનય માત્ર કરવાનો છે, જેમાં તમે કુશળ છો અને આવા માત્ર એક મિનિટના કામ માટે કંપની તમને સાત કરોડ ડૉલર આપવા તૈયાર છે. રકમ નાનીસૂની નથી.' પણ કંપનીના માલિકનો આ દાવ સાવ નિષ્ફળ કરતાં એલેકે કહ્યું: ‘હું મારાં લાખો ચાહક યુવક-યુવતીઓને દારૂના રવાડે ચડાવવા નથી માગતો અને એ રીતે હું તેમનું શારીરિક અને નૈતિક અધઃપતન કરવા નથી માગતો.' અને બીજી પળે જ એલેક પોતાની કેબિનમાં જતો રહ્યો. ‘પોતાના નિયમને અકબંધ રાખવા માટે સાત કરોડ ડૉલરને પણ લાત મારીને જંગોળી દેનારા આ જગતમાં છે' એમ બોલતો સન્માનભરી નજરે જોતો કંપનીના માલિક • ૧૪૭ સાત્ત્વિક સહચિંતન કરતા ત્યાંથી રવાના થયો. આવો જ પ્રસંગ ભારતની ભૂમિ પર જન્મેલા અને જાદુજગતના સમ્રાટ ગણાતા જાદુગર કે. લાલ (કાંતિલાલ) સામે પણ ઉપસ્થિત થયો હતો. | એક ગુટખા કંપનીનો માલિક જાદુગર કે. લાલ પાસે પહોંચ્યો અને કહ્યું: ‘તમારે માત્ર ગુટખાનું પાઉચ હાથમાં રાખીને માત્ર વાહ ગુટખા’ આ પાંચ અક્ષરો જ બોલવાના છે.' અને સામે પચાસ લાખથી પાંચ કરોડ રૂપિયાની ઑફર મૂકી. જૈન ધર્મને પામેલા અને ધન તથા સન્માનને પચાવી જાણેલા જાદુગર કે. લાલે કહ્યું: ‘હું આ પચાસ-પાંચસો લાખની રૂપરડી માટે મારી સો કરોડની જનતાને મૃત્યુના મુખમાં ધકેલવા નથી ચાહતો.' અને આટલું કહી બીજું કશું જ સાંભળ્યા સિવાય તેમને અલવિદા આપી દીધી. ‘પૈસા કરતાં પ્રતિષ્ઠા મહાન છે' આ સૂત્રને બોલતો તે વેપારી પણ ત્યાંથી રવાના થયો. જીવનમાં સુખને ધન અને વૈભવ સાથે ગાઢ સંબંધ સ્થપાઈ ચૂક્યો છે. સુખના દરેક તબક્કાને લક્ષ્મીના સમીકરણના સંદર્ભે મૂલવવાની ભ્રમણામાંથી આપણે બહાર નીકળી શકતા નથી અને વૈભવથી જ દરેક સુખની પ્રાપ્તિ થાય છે એવા માની લીધેલા સત્યને કારણે જીવનને માત્ર ભૌતિક નજરે જોયા કરીએ છીએ. - કોઈ પણ વ્યક્તિ સાથે ભૌતિક વસ્તુની આપ-લેના વ્યાવહારને પ્રેમનો વિકલ્પ માની લીધો છે અને કોઈ પણ સાધનો દ્વારા બાહ્યાભ્યાંતર પરિગ્રહ, એટલે સંપત્તિ, વૈભવ કે સત્તા પ્રાપ્ત કરવી તે જીવનનું ધ્યેય બની ગયું છે. પદાર્થને બદલે પ્રેમ અને સાધનશુદ્ધિનો વિચાર જ જીવનપ્રવાહની દિશા બદલી શકે કે સાચી દૃષ્ટિ આપી શકે. સંપત્તિ અને વૈભવ જીવનવ્યવહાર માટે જરૂરી ખરાં, પરંતુ આપણે તેને અગ્રીમ સ્થાન આપી દીધું છે. દરેક ક્ષેત્રમાં સંપત્તિની પ્રધાનતાને કારણે જીવનનાં ખરાં મૂલ્યોની અવગણના થઈ છે. કુટુંબજીવન કે સમાજ જીવનમાં સંપત્તિના માપદંડનાં ત્રાજવાંએ માનવીના સત્ત્વશીલ ગુણોની અવગણના કરી છે. સમગ્ર સમાજજીવન દ્વારા માનવીના સત્ત્વશીલ ગુણોને પ્રધાનતા આપવી હોય તો પૂર્વાચાર્યોએ આપેલ ન્યાયસંપન્ન વૈભવના વિચારનું સાધનશુદ્ધિના સંદર્ભે જીવનમાં અવતરણ કરીએ તો સત્ત્વગુણોનો વિકાસ થાય. * ૧૪૮
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy