SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સાત્ત્વિક સહચિંતન જૈન સંઘો અને શ્રેષ્ઠીઓને અંતે પ્રતીતિ થઈ કે આ સંતનાં જીવન અને વિચારને સમજવામાં કંઇક ગેરસમજ થઈ રહી છે...અને અંતે ગેરસમજનાં વાદળાં વીખરાઈ ગયાં અને સમજણનો સૂરજ ઊગ્યો. અંતે ઘાટકોપર હિંગવાલા ઉપાશ્રયમાં પૂ. સંતબાલજીનું ભવ્ય ચાતુર્માસ કરાવ્યું. જૈન શ્રેષ્ઠી ભાણજીબાપાએ ભિલાઈમાં ચાતુર્માસ કરાવ્યું, જ્યાં સર્વધર્મ સમન્વય અને ઉપાસનાનાં કાર્યો થયાં. ૭ જૈન શ્રેષ્ઠી શ્રી કામાણી અને અન્ય જૈન આગેવાનોએ કોલકાતા પધારવા વિનંતી કરી જ્યાં મુનિશ્રી પ્રેરિત પશુબલી વધુ નિષિદ્ધ સમિતિ દ્વારા ઐતિહાસક કામગીરી થઈ. • મુનિ શ્રી સંતબાલજીના જીવનકાળ દરિમયાન તેમણે કરેલાં જનહિતનાં કાર્યો પર એક ષ્ટિપાત કરીએ તો તેમની મહાનતાનાં દર્શન થયાં વગર રહે નહીં. ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ ઉપરાંત વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા મુંબઈમાં માતૃસમાજ અને ચીંચણના મહાવીર નગર કેન્દ્ર દ્વારા અનેક જનહિતનાં કાર્યોના પ્રેરક બન્યા. લોકઘડતર માટે ‘વિશ્વવાત્સલ્ય’ પાક્ષિક ૧૯૪૭થી શરૂ કર્યું. “અભિનવ રામાયણ’”, “અભિનવ મહાભારત'' અને જૈન દષ્ટિએ ‘‘ગીતા દર્શન’’ ગ્રંથનાં સર્જનોએ મુનિશ્રીને લોકહૃદયમાં પ્રતિષ્ઠા આપી. જાણે મુનિશ્રી ઉત્કૃષ્ટ લોકશિક્ષકની ભૂમિકામાં રહ્યા અને પૂ. સંતબાલજીની વિવિધલક્ષી પ્રવૃત્તિમાં આપણા રાષ્ટ્રના જાણીતા સંતો પૂ. રવિશંકર મહારાજ, મુનિ નેમિચંદજી, પૂ. માનવમુનિ, પૂ. જનકવિજયજી અને પૂ. જ્ઞાનચંદ્રજી આદિ સંતોનો સહકાર મળ્યો. મુનિશ્રી ન્યાયને પુષ્ટિ કરતાં આંદોલનો, શુદ્ધિપ્રયોગો અને સમાજમાં નૈતિક હિંમતને પ્રબળ કરવાના સમ્યક્ પુરુષાર્થના પ્રેરક હતા. સુધારણાના કાર્યક્રમો અને આંદોલનોના અડાબીડ જંગલ વચ્ચે પણ મુનિશ્રી ‘ઉત્તરાધ્યયન સૂત્ર’, ‘ધર્માનુબંધી વિશ્વદર્શન’ અને ‘આચારાંગ સૂત્ર’ની વિવેચના લખી અધ્યાત્મનું નંદનવન સર્જતા હતા. મુનિ શ્રી સંતબાલજી સ્વ-પર સાધના માટે ખૂબ જ જાગૃત હતા. પ્રત્યેક સાધક સાથે એકાત્માતાનો અનુભવ કરતાં તેઓના નીચેના શબ્દો પ્રત્યેક સાધકને પોતાના બનાવી દે છે. “સાધકોનો વિકાસ મારો પ્રમોદ છે, સાધકોનું સૂક્ષ્મ પતન પણ મારું આંસુડું છે.'' મુનિશ્રીએ સાધકોને લખેલા પત્રો : વિશ્વચેતના સાથે અનુસંધાન આ પત્રો વાંચતાં મુનિશ્રીમાં ગુરુપદમાં લોકોત્તર પ્રતિષ્ઠાનું ચિંતન કરનાર આત્મસ્થ સંતનાં દર્શન થાય છે. ૐ મૈયાના આરાધક અને વિશ્વવાત્સલ્યના સંદેશવાહક મુનિ શ્રી સંતબાલજીના ૧૩૫ સાત્ત્વિક સહચિંતન જીવનમાં નિશ્ચય અને વ્યવહારનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. મુનિશ્રીએ દર્શાવ્યું હતું કે જૈન સંત તરીકે દીક્ષા લીધા પછી તેઓ એક વિશાળ વિશ્વયોજનાઓનો ભાગ છે. જૈન સાધુએ સમાજની સુધારણા માટે કામ ન કરવું જોઈએ એવું નથી. આવાં કામ માટે કોઈ મનાઈ ફરમાવવામાં આવી નથી. મુનિશ્રીનું આ વિધાન ભગવાન મહાવીરના જીવન સંદર્ભે વિચારવું રસપ્રદ થઈ પડશે. ભગવાન મહાવીરે પોતાના સંઘમાં શુદ્ધ જાતિના લોકોમાંથી મેતાર્યમુનિ અને મુનિ હરિકેશીને દીક્ષિત કરી અસ્પૃશ્યતા નિવારણના વિચારને પુષ્ટિ આપી પશુબલી પ્રથાને બંધ કરાવી, હિંસા રોકી, ચંદનબાળાના હાથે બાકુળા વહોરાવી દાસીપ્રથાની નાબૂદી માટે પ્રેરણા કરી. ભગવાને મોરાક ગામના તાંત્રિક અછંદકનાં પાખંડને ખુલ્લાં પાડીને લોકોને અંધશ્રદ્ધા અને વહેમની બેડીમાંથી મુક્ત કર્યા. કૌશામ્બીની રાણી મૃગાવતીના રૂપ પર મોહિત રાજા ચંદ્રપ્રદ્યોતને ધર્મદેશના સંભળાવી મૃગાવતીને મુક્તિ અપાવી. આ યુદ્ધભૂમિમાંનું સ્થળ અશુચિ, રૂધિર અને માંસથી ખરડાયેલું હોવા છતાં ભગવાન ઉગ્ર વિહાર કરી પધાર્યા તે મહાવીરની પ્રબુદ્ધ કરુણા, સામાજિક ચેતનાના વિકાસનું પ્રેરકબળ બની એક સ્ત્રીના શીલનું રક્ષણ કરે છે. ભગવાન મહાવીરના જીવનપ્રસંગોમાં જનહિત અને લોકકલ્યાણની ભાવના અભિપ્રેત છે. મહાવીર ધર્મના કણકણમાં માનવતાનું અમૃત છલકાઈ રહ્યું છે. મુનિ શ્રી સંતબાલજી આવા અમૃતપ્યાલાના પુરસ્કર્તા હતા. સંત તો સંસારની બળબળતી બપોરમાં ચંદન જેવી શીતળતા આપે છે. જૈન દર્શનમાં “સ્વ-પર-કલ્યાણ''ની વાત આવે છે. મારા કલ્યાણ સાથે વિશ્વકલ્યાણનો વિચાર આ ખ્યાલમાં અભિપ્રેત છે. શ્રમણ સંસ્કૃતિના વિશિષ્ટ પૂર્વાચાર્યે પૂ. હેમચંદ્રાચાર્ય, પૂ. વિજયવલ્લભસૂરિ, પૂ. અમરમુનિ અને મુનિ શ્રી સંતબાલજી જેવાઓ આ દિશામાં કાર્ય કરી જૈન ધર્મના સેવાભાવને ઉજાગર કર્યો છે. આચાર્ય આનંદઋષિ, સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ, આચાર્ય તુલસીએ લોકકલ્યાણની પ્રેરણા કરે, સમયના સાંપ્રત પ્રવાહમાં આચાર્ય ચંદ્રશેખર મ.સા.એ વીર સૈનિક તપોવન સંસ્કારધામ, પૂ. હેમરત્ન વિજયજીના શિષ્યોએ એલર્ટ યંગ ગ્રુપ, યુગ દિવાકર પૂ. નમ્રમુનિ મ.સા. ‘અહંમ યુવા ગ્રુપ’ને, પૂ. નયપદ્મસાગરજી ‘છતો’ દ્વારા જનહિતનાં કાર્યો માટે પ્રેરે છે. ઘાટકોપર હિંગવાલા ઉપાશ્રયમાં ભારતના પૂર્વ વડા પ્રધાન સ્વ. મોરારજી દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં જૈન ચિંતક ચીમનલાલ ચકુભાઈ શાહ સહિત અને સંઘપતિઓ અને શ્રેષ્ઠીવર્યોએ મુનિ શ્રી સંતબાલજીનો ગુણાનુવાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ૧૩૬
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy