SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ કારક સાત્ત્વિક સહચિંતન સર્જન કરે છે. વર્ષો પહેલાં વડોદરામાં ગુજરાતી સાહિત્યનો એક કાર્યક્રમ સાહિત્યકાર કિસનસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો. આ કાર્યક્રમમાં તે સમયના જાણીતા નવલકથાકાર રમણલાલ વસંતલાલ દેસાઈ બોલવા ઊભા થયા. મહાનુભાવોને સંબોધન કરતી વખતે તેમણે કિસનસિંહ ચાવડાને માત્ર ‘કિસન’ એવું સંબોધન કર્યું. તેમના વક્તવ્ય પછી એ બેસી ગયા. કોઈએ ૨. વ. દેસાઈને કહ્યું કે, “હું માનું છું કે કિસનસિંહ ચાવડા ઉંમરમાં તમારાથી નાના હશે એટલે તમે ‘કિસન’ એવું સંબોધન કર્યું, પરંતુ આજની સભાના એ પ્રમુખ છે. ૨. વ. દેસાઈને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે જાહેરમાં એકરાર કર્યો કે, ‘આજની સભાના પ્રમુખ શ્રી કિસનસિંહ ચાવડાને આત્મીયતા અને લાગણીના આવેગોને કારણે મેં ‘કિસન' એ રીતે સંબોધન કર્યું જે સર્વથા યોગ્ય નથી.' અહીં આંતરિક વિનય પાળવાનું પ્રાગટય અભિપ્રેત પ્રમુખસ્થાનેથી પોતાના વક્તવ્યમાં કિસનસિંહ ચાવડાએ કહ્યું કે, “આદરણીય શ્રી ૨. વ. દેસાઈ, આપે ‘કિસનસિંહ'ને બદલે ‘કિસન’ એવું સંબોધન કરી મારામાં રહેલા ‘પશુઓને દૂર કર્યો, ‘પશુતા'ને બદલે ‘પ્રભુતા' ‘કિસન' તરફ લઈ જવા બદલ આભાર. કિસનસિંહના વિવેકસહ વિનયની અભિવ્યક્તિથી સભામાં હળવાશ અને હાસ્યનું મોજું ફરી વળ્યું અને સભામાં પ્રસન્નતા છવાઈ ગઈ. હિત, મિત ને પ્રિય બોલવું એને વાણીનું તપ કહ્યું છે. અહીં પ્રિય એટલે ‘કર્ણપ્રિય', કાનને ગમે તેવા વચનો બોલવાં તેવો માત્ર સ્થળ અર્થ નથી. પ્રિય એટલે વિનય-વિવેકસહ આત્મહિત, આત્મકલ્યાણનાં વચનો એવો થાય છે. વિચારયુક્ત બુદ્ધિમાં જીવે તે બુદ્ધ બની શકે, પરંતુ વિવેકથી જીવે તે બદ્ધ બની શકે છે. માટે જીવનનો નિર્ણય વિચારથી નહીં, વિવેકથી કરવો જોઈએ. સમતાને સિદ્ધપદની પ્રાપ્તિનું પરમસાધન માનવામાં આવ્યું છે. સમતા જીવનમાં આવે કઈ રીતે ? સ્વ પરનો વાસ્તવિક વિવેક ન જન્મે ત્યાં સુધી સાચી સમતાની પ્રાપ્તિ થવી અશક્ય છે. જિનેશ્વરદેવોએ ફરમાવ્યા મુજબનો સ્વ પરનો વિવેક જીવનમાં આવી જાય તો સમતાની પ્રાપ્તિ થઈ જાય છે. માટે વિવેક એ સિદ્ધત્વની યાત્રામાં દીવાદાંડીરૂપ છે. જ્ઞાની પુરુષો સ્વ પરનો વિવેક થયો છે કે નહીં તેની ખાતરી કરવાનું કહે છે. એવા વિવેક્ત પામેલો આત્મા જેમજેમ વિવેકની માત્રા વધે તેમતેમ આત્મહિતકારી જોક સાત્ત્વિક સહચિંતન શિબિર પ્રવૃત્તિઓ તરફ ઢળતો જાય છે. પર વસ્તુઓથી પાછો હઠતો જાય છે. આત્મા બહિર્મુખ મટીને અંતર્મુખ બને. સ્વ પરનો આવેલો વિવેક તો જ સફળ ગણાય જો તે આત્માને પરથી પાછો હઠાવી સ્વ સ્વરૂપમાં લીન બનાવે. આ રીતે જોતાં આત્માને સ્વ પરનો વાસ્તવિક વિવેક થયો છે કે નહિ તે સમજી શકાય. વિવેકપ્રાપ્તિની આ પારાશીશી છે. વ્યાવહારિક જીવનની સફળતામાં વિનય-વિવેક કેન્દ્રસ્થાને છે, તો ધર્મના શાસનનો પ્રાણ વિવેક છે. માટે જ્ઞાનીઓ કહે છે કે ધર્મ વિવેકે નીપજે. હંસ વિવેકનું પ્રતીક છે. હંસવૃત્તિથી સારાસારનો ક્ષીર-નીર વિવેક પ્રાપ્ત થાય છે. શ્રાવિકા સાધુજીને કેસરિયા મોદક વહોરાવે છે. સાધુજીને આ મોદક દાઢ માં રહી જાય છે. રાત્રે સાધુ ફરી મોદક વહોરાવવા આવે છે. શ્રાવિકા વિચારે છે કે, આહાર સંજ્ઞાના પ્રબળ જોરે રસ આસક્તિમાં મહારાજ, સાધુજીની સમાચારીનું વિવેકભાન ભૂલ્યા છે. બે હાથ જોડી વિનયપૂર્વક શ્રાવિકાએ સાધને અત્યારે શું સમય થયો છે, સાધુને ગોચરી વહોરાવવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંદર્ભે શું નિયમો છે તેની યાદ આપી. સાધુને પોતાની ભૂલ સમજાણી. વિનયપૂર્વકનાં વિવેકયુક્ત વચનોમાં શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનું સામર્થ્ય છે. આમ વિનયભાવ, પ્રસન્નતા અને સુગતિનું કારણ બને છે. વિનયવાન વ્યક્તિના વચનમાં વચનસિદ્ધિ પ્રગટી શકે. આમ વિનય જ આપણા વિકાસનું મૂળ છે અને સફળતાની માસ્ટર કી છે. વિનયવાન વ્યક્તિ બધામાં સ્વીકૃત બની જાય અને સર્વમાં પ્રિયપાત્ર બની જાય છે. જ્યારે આપણી અનંત પુણ્યરાશિ એકત્ર થઈ હોય ત્યારે માનવભવ મળે અને સરનો યોગ સાંપડે. જૈન આગમ શાસ્ત્રોમાં ઠેરઠેર ગ્રુભગવંત પ્રતિ આપણા વિનયધર્મની વાત આવે છે. આપણે તેનું અવગાહન કરીએ. ઉપાસક દશાંગ, ઉત્તરાધ્યયન, આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્રકૃતાંગ અને ભગવતી સૂત્ર વગેરેમાં ગુરુ પ્રત્યેના વિનયભાવનું વર્ણન આવે છે. સર સાન્નિધ્યે જાગૃત રહેવું જોઈએ. સન્નુરની હિતશિક્ષા માટે તત્પર રહેવું જોઈએ.
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy