SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મહાગ્રંથ કહ્યો. આત્મસિદ્ધિને સુવર્ણ પર કંડારવાનું કામ ઘણા સાધકો, દ્રવ્યાનુયોગીઓ, મનીષી આત્માઓએ કર્યું. અમારાં તરુલતાજીએ પણ આજ સુવર્ણ સ્પર્શ કરી તેમના પર નકશી કરી છે. ‘અધ્યાત્મસાર' કહી શકાય. એમણે નિશ્ચયની વાણીને અહંપે પરિણમવાની વાત કરી, વાણીના સારને પ્રગટ કર્યો છે. આખો ગ્રંથ એક ખાનદાન પુત્રવધૂની જેવી સંસ્કારરૂપ અલંકારયુક્ત કોઈ નૂતન પ્રતિભાવવાળી શારદાની પ્રતિકૃતિ જેવો છે. કાવ્યમય મધુરતાથી પીરસાયેલા તત્ત્વજ્ઞાનથી આ ગ્રંથ અમૃતભંડાર જેવો બની ગયો છે. ‘હું આત્મા છું’નાં દરેક પ્રકરણના અંતે ‘આત્મચિંતન'ની કાવ્યાત્મક શૈલીમાં લખાયેલી કેટલીક પંક્તિઓ મૂકી છે, જે ‘હું આત્મા છું’ના રાજમાર્ગ તરફ જતી પગદંડી જેવી ભાસે છે. આત્મધર્મની પરિક્રમા સમી ‘આત્મચિંતન’ની આ સુવર્ણ રેણુની એક નાનકડી પુસ્તિકા પણ પ્રગટ થઈ. સાધકો નિત્યક્રમમાં દરરોજ એકએક ‘આત્મચિંતન' વાંચે છે. અત્યાર સુધીમાં લગભગ વીશ હજાર પુસ્તિકાઓ પ્રગટ થઈ છે જે દેશ-વિદેશના મુમુક્ષુઓ સ્વાધ્યાયમાં ઉપયોગમાં લે છે. પૂ. ડૉ. તરુલતાજીએ શ્રીમદ્ રાજચંદ્રજીનાં પત્રો, પદો, કાવ્યોના વિવેચનને લગતાં અનેક પ્રવચનો પણ આપ્યાં છે. રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મ.સાહેબે મહિનાઓ સુધી ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ પર વાંચણી કરેલ. મંદિરમાર્ગી પૂજ્ય શ્રી કેસરસૂરિ મહારાજસાહેબના શિષ્ય પૂજ્ય ભુવનતિલકસૂરિ અને પૂજ્ય ભાનુવિજયજી મ.સાહેબે શ્રીમદ્ના સાહિત્યનું ઊંડું અધ્યયન કરેલું. પૂજ્ય શ્રી ભાનુવિજયજીની પ્રેરણાથી સાગોડિયા (પાટણ)ના સર્વ મંગલ આશ્રમમાં શ્રીમદ્ઘના ચિત્રપટનું સ્થાપન થયેલ અને ત્યાં સ્વાધ્યાય પણ થાય છે. પૂજ્યશ્રીના આત્મસિદ્ધિનું રસદર્શન કરતા વિવેચનના ગ્રંથો પણ પ્રગટ થયા છે. પૂજ્ય મુક્તિદર્શનસૂરિએ પણ શ્રીમના સાહિત્યનું ઊંડું અધ્યયન કરેલ. શ્વે. મૂ.પૂ. પૂ. વિચક્ષણાજી મહાસતીજીનાં શિષ્યા પૂ. મણિપ્રભાજી જેમણે ભગવાનની કેવળજ્ઞાન ભૂમિ ઋજુવાલિકામાં ભગવાનની ગોદોહ આસન પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાવી તે મહાવીર મંદિરના પ્રણેતાએ શ્રીમદ્ઘના તત્ત્વજ્ઞાન પર ઘણું જ ઊંડું ચિંતન કરેલ અને વ્યાખ્યાનો પણ ફરમાવે છે. આમ ઘણાબધા જૈન સંતોએ યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વિવિધ સાહિત્ય સ્વરૂપોને આત્મસાત્ કરી તત્ત્વજ્ઞાનને સાધકો અને મુમુક્ષો સમક્ષ અભિવ્યક્ત કર્યું છે. - ૭૭ · ૧૬ ભગવાનનાં સ્વપ્નો : સ્વ-પર કલ્યાણનો સંકેત ભગવાન મહાવીરે ગૃહવાસ તજી સંયમના માર્ગે પ્રયાણ કર્યું. સાધનાકાળ દરમિયાન ભગવાન મહાવીરને મનુષ્ય, દેવ અને તિર્યંચકૃત ઉપસર્ગો સહેવા પડ્યા. એમની અજબ તિતિક્ષાને કારણે એ ભયભૈરવને જીતવા શક્તિમાન થયા. મહાવીરે તેને તત્ત્વોપદેશ આપી અહિંસાના દિવ્ય માર્ગે ચડાવ્યો. પ્રશ્ન થશે કે મૌનસાધક ભગવાને ઉપદેશ કઈ રીતે આપ્યો ? કથાકારે આ ઉપદેશ અપદેવ થયેલા સિદ્ધાર્થ દ્વારા અપાવ્યો છે. શૂલપાણિ બોધ પામ્યો. અન્ય જીવોના ઘાતથી પોતાના આત્માનો જ ઘાત થાય છે. અંતે એ રહસ્ય તે સમજ્યો અને શાંત થઈ ગયો. આ ઉપસર્ગ સામે ઝઝૂમતા સહેવા પડેલા માનસિક અને શારીરિક શ્રમ અને ત્રાસને કારણે ભગવાનને મોડી રાતે અલ્પ નિદ્રા આવી. ઉપસર્ગમાંથી સાંગોપાંગ પાર ઊતરતા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરનાર આ ઘટનાથી ભગવાનને નિદ્રામાં હવેથી ભવિષ્યમાં થનારી તેમની પ્રગતિનાં સૂચક દશ સ્વપ્નો આવ્યાં. બીજ દિવસે સવારે, સાધક અવસ્થામાં રહેલ પ્રભુની શી દશા થઈ હશે તે જાણવા ભય, શંકા-કુશંકાસહ ગામલોકો યક્ષના મંદિરક્ષેત્રમાં આવ્યા. લોકો સાથે આવેલા ઉત્પલ નામના નિમિત્તશાસ્ત્રજ્ઞ ભગવાનને આવેલાં તે સ્વપ્નોનો અર્થ કરી બતાવ્યો. .૭. •
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy