SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જ સાત્ત્વિક સહચિંતન માર્ગમાં મહેલ બનાવતા આપણે મંજિલે જ્યારે પહોંચીશું? શેઠ શ્રીનગરથી મુંબઈ જવા માટે પ્લેનમાં બેઠા. શ્રીનગરથી મુંબઈ કોઈ ડાયરેક્ટ લાઈટ ન હતી. વાયા દિલ્હી થઈ જવું પડે તેમ હતું. દિલ્હી ઊતરી જવાનું. ટિકિટ તો ડાયરેક્ટ મુંબઈની હતી, પરંતુ દિલ્હીમાં પ્લેન બદલવાનું હતું. દિલ્હી આવી ગયું. અહીંધી ચાર કલાક પછી મુંબઈની ફ્લાઈટ મળવાની હતી. દિલ્હી ઊતર્યા પછી એ શેઠે અગાઉથી જાણ કર્યા પ્રમાણે તેને હોટલમાં જમીનના દલાલ, આર્કિટેક્ટ, બિલ્ડિંગના કૉન્ટ્રાક્ટર અને ઇન્ટિરિયર ડેકોરેટર મળવા માટે આવ્યા. શેઠે જમીનના દલાલ (એસ્ટેટ કન્સલ્ટન્ટ)ને કહ્યું કે અહીં નજીકમાં પ્લૉટ ઉપલબ્ધ હોય તો મને બતાવો, મારે ખરીદવા છે. સ્થાપત્ય નિષ્ણાત અર્કિટેક્ટને કહે કે એક સુંદર મહેલનો પ્લાન-નકશો તૈયાર કરી દો, કારણ આ જમીન પર મારે મહેલ બનાવવો છે. બિલ્ડિંગ કૉન્ટ્રાક્ટરને કહે કે નકશા પ્રમાણે તમે મહેલ બનાવી દો અને ઇન્ટિરિયર ડેકોરેટરને કહે કે તમે મહેલ શોભી ઊઠે તેવી ડિઝાઈન કરો, પરંતુ આ મહેલમાં સુશોભન સાથે બધી સગવડ મળે તેનું ધ્યાન રાખશો. - બધાએ શેઠને પૂછયું, “હાલ આપ ક્યાં રહો છો ? અહીં ક્યારે રહેવા પધારશો ?" શેઠે કહ્યું, “આમ તો હું મુંબઈ રહું છું. શ્રીનગરથી મુંબઈ જઈ રહ્યો હતો. અહીં દિલ્હીમાં ચાર કલાકનો હોલ્ટ છે. મને આરામ કરવા સુંદર તમામ સગવડવાળા મહેલની જરૂર છે. તમે સમય બગાડ્યા વિના તમારે કામે લાગી જાવ.' શેઠ નવા મહેલમાં આરામ કરી અને મુંબઈ જવાના હોય તો તે ક્યારે મુંબઈ પહોંચે ?' શ્રીનગરથી મુંબઈ જતા માર્ગમાં દિલ્હી આવે અને શેઠને માર્ગમાં મહેલ - ૩૩ - જો જો સાત્ત્વિક સહચિંતન સિક બનાવવો છે. બસ, આ શેઠ જેવું જ કંઈક આપણી જીવનયાત્રાનું છે. જીવનથી મૃત્યુ વચ્ચે આપણે અનંતીવાર આ સંસારમાં યાત્રા કરી. આપણી મંજિલ તો સિદ્ધાલય મોક્ષ છે. ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયન, નમિ પ્રવ્રજ્યામાં ઇન્દ્ર અને નમિરાજર્ષિ વચ્ચે થયેલો રસપ્રદ સંવાદ આ સંદર્ભે ચિંતનપ્રેરક બની રહેશે. મિથિલાના મહારાજ નમિરાજ દાહજવરની દારુણ્ય વેદનાથી પીડાતા હતા. તે વખતે મહારાણીઓ અને દાસીઓ ખૂબ ચંદન ઘસી રહી હતી. હાથમાં પહેરેલી ચૂડીઓ પરસ્પર અફળાવાથી જે અવાજ ઉત્પન્ન થતો હતો તે મહારાજના કર્ણ પર અથડાઈને વેદનામાં વધારો કરતો હોવાથી મહારાજાએ મંત્રીશ્વરને કહ્યું, “આ ઘોંઘાટ અસહ્ય છે, તેને બંધ કરો.". ચંદન ઘસનારીઓએ માત્ર હસ્તમાં એકેક ચૂડી સૌભાગ્યરૂપે રાખી બધું દૂર કર્યું કે તુરત અવાજ બંધ થઈ ગયો. નમિશ્વરે પૂછયું, “કેમ કાર્ય પૂરું થયું ? મંત્રી કહે, “ના છે.” “તો અવાજ બંધ કેમ થયો” મહારાજાએ પૂછયું. નમિશ્વરને હકીકત જણાવી તે જ ક્ષણે પૂર્વયોગી નમિશ્વરના ચિત્તમાં ઝબકારો થયો, “જ્યાં બે છે ત્યાં ઘોંઘાટ છે, એક છે ત્યાં શાંતિ છે.' આ નિમિત્તથી પૂર્વજન્મનું સ્મરણ થતાં વૈરાગ્યભાવ જાગૃત થયો. વ્યાધિ શાંત થતાં યોગીએ સર્ષની કાંચળી માફક રાજપાટ ત્યાગી સંયમતપમાર્ગે પ્રયાણ કર્યું. તે અપૂર્વ ત્યાગની કસોટી કરવા ઇન્દ્ર બ્રાહ્મણનો સ્વાંગ સજી કેટલાક પ્રશ્નો પૂછે છે, રાજર્ષિ તેના ઉત્તરો આપે છે. ઇન્દ્ર કહે, "રાજ્યનું રક્ષણ કરવું તે તારો ક્ષત્રિય ધર્મ છે. પહેલાં ક્ષત્રિયધર્મ સંભાળ પછી ત્યાગીનો ધર્મ સંભાળ." રાજા કહે, “સંવર સંયમરૂપી ભાગોળ, ક્ષમારૂપી સુંદર ગઢ અને પુરુષાર્થરૂપી ધનુષ્યથી જ સાચું રક્ષણ થઈ શકશે.” - ઇન્દ્ર કહે છે, “ક્ષત્રિયને છાજે એવા ઊંચા પ્રકારના બંગલાઓ, મેડીવાળાં ઘરો, કીડાનાં સ્થાન કરાવી અને પછી તમે ત્યાગના પંથે જાવ.” નમિરાજર્ષિ જવાબ આપે છે : “જે ચાલતા ચાલતા માર્ગમાં ઘર કરે છે તે ખરેખર સંદેહભરેલું છે. જ્યાં જવાને ઇચ્છે છે ત્યાં જ શાશ્વત (નિશ્ચિત) ઘરને બનાવવું જોઈએ.' આ કથનનું હાર્દ બહુ જ ગંભીર છે. શાશ્વત સ્થાન એટલે મુક્તિ, મુમુક્ષુનું ધ્યેય જો માત્ર મુક્તિ જ છે તો તે સ્થાન મેળવ્યા વિના માર્ગમાં એટલે કે આ સંસારમાં બીજા ઘરબારનાં બંધન શા માટે કરે છે મારું સાચું ઘર તો દિગંત છે, જ્યાં દશે દિશાઓનો અંત છે તે જ સિદ્ધાલય છે. હે પ્રભુ, ત્વરાથી ત્યાં પહોંચવાના પુરુષાર્થની મને પ્રેરણા કર ! માર્ગમાં આવતાં અસંખ્ય પ્રપંચો અને પ્રલોભનોમાં અટવાઈ અને અટકાઈ જઈશું તો મંજિલે ક્યારે પહોંચશું ? શાશ્વતને પામવાની સાધનાની વાત નમિરાજર્ષિના આ સંવાદમાં અભિપ્રેત છે. - ૩૪.
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy