SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જ સાત્ત્વિક સહચિંતન જજર જિન શાસનની સાંપ્રત સમસ્યા પરત્વે સહચિંતન જિન શાસનના સાંપ્રત પ્રવાહમાં કેટલીક સમસ્યા ઉદ્ભવતી હોય છે અને સમયાનુસાર તેનું સમાધાન પણ થતું હોય છે. જુદાજુદા ધર્મ અને સંપ્રદાયોમાં દીક્ષાત્યાગ, મંદિરો, મઠ, દેરાસર, ઉપાશ્રય, સંઘ કે ટ્રસ્ટના આધિપત્ય માટે ઝઘડા, મારામારી, કોર્ટ-કચેરી અને નાણાંના દુર્ભયના ચિંતાપ્રેરક સમાચારો મળે છે. દેશ-વિદેશના ખ્રિસ્તી પાદરીઓ, બૌદ્ધ સાધુઓ, ભારતના હિંદુ અને જૈનોના વિવિધ સંપ્રદાયના સાધુઓ, સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયના સાધુઓ વગેરેના શિથિલાચારના પ્રસંગો જાણવા મળે છે. દીક્ષા એટલે માનવસન્તપુંજને ગ્રહણ કરવા સ્વીકૃત અભિમત માટે સમર્પિત થયું. તપત્યાગનાં વ્રત-નિયમો પાળવાનો સંકલ્પ ધરવો કે સંન્યાસ ગ્રહણ કરવો એટલે દીક્ષપ્રાપ્તિ. ઉત્તમ પ્રકારનાં આચાર, સાધના અને આરાધનાને લીધે જ જૈન દીક્ષાર્થીનું વિશ્વમાં અજોડ સ્થાન છે. આજના વિષમયુગમાં જૈન સંત-સતીજીએ ભગવાન મહાવીરે દશાવેલ માર્ગે શાતાપૂર્વક વિચરી રહ્યાં છે અને વિશ્વકલ્યાણ અને વિશ્વમાંગલ્યનો સંદેશ આપી રહ્યાં છે. દીક્ષાજીવનમાં સ્વ પર કલ્યાણાનો ઉદ્દેશ અભિપ્રેત છે. આ પવિત્ર પરંપરાનાં મૂળ પરમતત્વના અનુસંધાન સાથે જોડાયેલાં છે. દીક્ષા લેનાર દરેક સાચી ભાવનાથી ત્યાગ-વૈરાગ્યની સમજણથી પ્રેરાઈને સંયમ માર્ગે ચાલે છે માટે જ જૈન સાધુઓના ચલિત થવાના પ્રસંગો નહિવત જ બને છે. ૧૯ સરકારે સાત્વિક સહચિંતન શિક્ષક શિથિલાચારી સંત કે સતીની દેશના કે ઉપદેશનું મૂલ્ય બેંકમાં બંધ કરી દીધેલા ખાતાના ચેક જેટલું પણ નથી. ઘણાનીઓએ સ્વચ્છંદી સાધુને ઝાંઝવાના જળે બદબાદ થતા કાગડા સાથે સરખાવ્યો છે. સ્વછંદાચારીની વાંઝણી ક્રિયાઓ નિષ્ફળતાને વરે છે. જો મુનિત ડચકાં લેતું હોય તો પાવકતત્વની શી વલે થાય ? આવા સંજોગોમાં અમ્માપિયા જેવાં મહાજનો, ઠરેલ બુદ્ધિના ધર્મનિષ્ઠ શ્રાવકોએ ગીતાર્થ ગુભગવંતોના માર્ગદર્શન હેઠળ શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરવો પડે. જિન શાસનમાં જ્યારે શિથિલાચારના પ્રસંગો બને ત્યારે શ્રાવક-શ્રાવિકા, મહાજન, સંસ્થા કે સંઘ અને પત્રકારોની ભૂમિકાના વિશે સહચિંતન કરવું અનિવાર્ય બને છે. તીર્થંકર પરમાત્માએ તીર્થની સ્થાપના કરી જેમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ સંઘનાં ચાર અવિભાજ્ય અંગો છે. શ્રાવકધર્મ કે સાધુધર્મ બન્નેનું અંતિમ એય તો મોક્ષ જ છે. સાધુધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે, જ્યારે શ્રાવકધર્મ સરળ અને લાંબો માર્ગ છે. ગણધર ભગવંતોએ સૂત્રસિદ્ધાંતની રચના કરી આચાર્યભગવંતોએ આચારસંહિતા બતાવી. સાધુઓ માટે ‘સમાચારી' અને શ્રાવકોએ પાળવાના નિયમો તે ‘શ્રાવકાચાર'. ‘સમાચારી’ અને ‘શ્રાવકાચાર' તે મારા સંસારમાં મીઠા જળનું મોટું સરોવર છે. હંસવૃત્તિવાળાનું સરોવર તરફ આકર્ષણ હોય, કાગવૃત્તિ ખાબોચિયા તરફ ખેંચાય. સાધુજીની સમાચારી અંગે નિર્ણય લેવા આપણે અધિકારી નથી. દાર્શનિક સંદર્ભમાં તપાસીએ તો શાસ્ત્રોક્ત આચારસંહિતાના મૂળ સ્વસિદ્ધાંતો ત્રણે કાળમાં એક જ હોય, કારણકે તે સર્વતભગવંતો દ્વારા રચાયેલા હોય તેથી કાળના પ્રવાહમાં તે કદી બદલાય નહિ. છતાં મૂળભૂત સિદ્ધાંતોમાં લેશમાત્ર પરિવર્તન કર્યા વિના ગીતાર્થ આચાર્યો શાસ્ત્રાનુસાર પરિવર્તન અંગે નિર્ણય લઈ શકે.. જૈન ધર્મનો સંયમમાર્ગ અતિકઠિન છે. અનેક પરિપહો સહીને ઉપસર્ગો સામે ઝઝૂમતાં સંત-સતીજીઓ ચારિત્રયાત્રામાં આગળ ધપે છે. પંચમહાવ્રતધારી સાધુસંતો પણ આપણા જેવા માનવ છે. આપણે સૌ છવસ્થ છીએ. ક્યારેક પ્રમાદ કે કર્મોદયને કારણે, માનવસહજ મર્યાદાને કારણે આચારપાલનમાં શિથિલતા આવવા સંભવ છે. આવી શિથિલતા કે સ્વચ્છંદીપણા વિશે જ્યારે સાંભળીએ ત્યારે આંખ આડા કાન ન કરાય, મૌન પણ ન સેવાય અને વગર વિચાર્યું જાહેરમાં હોબાળો પણ ન કરાય. શિષ્યોના શિથિલાચાર કે સ્વચ્છંદાચારના નિયમનની જવાબદારી ઘણું કરીને તો જે તે ૨૦
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy