SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Sokhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કે કેમ થievek પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *** * * હિંદુ વૈદિક ધર્મ, વૈશ્વિક તાપમાન અને પર્યાવરણ પરિચય ભારતની ધાર્મિક પરંપરા વિભિન્ન પ્રકારની અને મૂલ્યવાન (વૈભવી) છે, જે વિવિધ આધ્યાત્મિક ઈશ્વરીય અને વ્યાવહારિક દષ્ટિયુક્ત અને માનવીય સ્થિતિને દર્શાવનારી છે. વૈશ્વિક ધર્મ અભ્યાસ કેન્દ્ર (C.S.W.R.) દ્વારા આયોજિત પરિષદ શુંખલા દરમિયાન વિશ્વના ધર્મો અને પર્યાવરણ વિષય પરત્વે ત્રણ મુખ્ય ધાર્મિક પરંપરા જે ભારતમાં ઉદ્દભવ પામી તેના વિષે સંશોધનાત્મક અભ્યાસ થયો. બૌદ્ધ, વૈદિક અને જૈન દર્શન અન્ય પરંપરાઓમાં જે ભારતમાં જોવા મળે છે, તેમાં શીખ, પારસીનો સમાવેશ થાય છે, જેનાં મૂળ ભારત અને મધ્યપૂર્વમાં છે. પર્યાવરણના વિષયમાં આ ધર્મોના વિદ્વાનો અને અભ્યાસીઓ - પ્રવર્તકોના પ્રતિભાવો, ભાવિ સંકેતો જોવા-પામવા અમો-આપણે આશા રાખીએ છીએ. એક અન્ય મુખ્ય એશિયન ધર્મ ઇસ્લામનો પણ અભ્યાસ પર્યાવરણની દૃષ્ટિએ થયેલ છે. ભારતીય ઉપખંડોમાંથી ધાર્મિક પરંપરાઓમાં સતત પળાતી સૌથી જૂની પરંપરામાં વૈદિક અને જૈન દર્શનની પરંપરાનો સમાવેશ થાય છે જે આ બન્ને ઉપખંડની બહાર પણ ફેલાતા વિશ્વના દરેક ખૂણે પ્રસરેલ છે. જોકે, મોટા ભાગના ઉપાસકો આ બન્ને ધર્મને ભારતીય પ્રાચીનના રૂપે માને છે. આ પરંપરા વિષયક બે પરિષદોમાં વિદ્વાનો અને ધાર્મિક નેતાઓએ જે જૈન સાહિત્યનું સંશોધન કર્યું, સાથેસાથે ઇતિહાસ, સામાજિક શાસ્ત્રો, ક્રિયાકાંડો અને ઋષિપરંપરાનું પણ પ્રવર્તમાન પર્યાવરણની કટોકટીના સંદર્ભમાં ઊંડાણથી અવલોકન કર્યું. વૈદિક દર્શન (Hinduism), હિન્દુ ધર્મ અને પર્યાવરણશાસ્ત્ર હિન્દુ ધર્મની વૈદિક પરંપરા એક કલ્પના, ધારણા રજૂ કરે છે કે જે કુદરતની સૃષ્ટિની શક્તિને મૂલ્યવાન ગણીને કદર કરે છે. વેદોના વિદ્વાનોએ વિભિન્ન સિદ્ધાંતો તથા ક્રિયાકાંડોને માન્યતા આપી છે કે જેમાં પૃથ્વી (ભુ), વાતાવરણ (ભૂવાહ) અને આકાશ (સ્વા) તથા તેનાં અધિષ્ઠાયક દેવ-દેવી જેવાં કે પૃથ્વી, અપ (જળ), અગ્નિ અને વાયુ આ તત્ત્વોનો સમાવેશ થાય છે. તેમણે એ નોંધ લીધી છે કે આ બધાં દેવ-દેવીઓને કેન્દ્રમાં રાખી તેઓ સૂચવે છે કે પર્યાવરણની સંવેદનશીલતા એ હિન્દુ ભારતીય પરંપરાનો એક અંતર્ગત હિસ્સો છે. પશ્ચાત્ ભારતીય વિચારધારામાં આ વૈદિક ધારણાઓ સાંખ્યદર્શનનાં પાંચ મૂળભૂત તત્ત્વોની ધારણામાં સ્થાન પામી. તેને પંચમહાભૂત તકે નામકરણ કરી ઓળખાવ્યા જે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશરૂપે જાહેર થયાં. ક્રિયાકાંડનાં વિધિ-વિધાનો તથા ધ્યાન પરંપરા જે હિન્દુ ધર્મના અંગરૂપ છે તે આ દ્રવ્યોના હિરસા તર્કની જાગૃતિ, ઓળખાણ પામ્યાં. તેની દૈનિક પૂજા આ પાંચ શક્તિઓમાં પ્રતિષ્ઠિત કરે છે. હિન્દુ-વૈદિક-સાંસ્કૃતિક દર્શન એક પવિત્ર પૂજનીય વિશાળ વૃક્ષ ધરાવે છે. વિપુલતાના પ્રતીકસમાં આ શક્તિશાળી વૃક્ષનું મૂળ સિંધુ સંસ્કૃતિનાં નગરો (CA. 3000 BCE)ની પ્રાચીનતા સાથે સંકળાયેલું છે તેનું ચિત્ર રજૂ કરે છે. ભારતનાં વૃક્ષોનો ઉલ્લેખ વિશાળ સાહિત્યમાં જોવા મળે છે. ખાસ કરીને કાશ્રગંથો અને મહાકાવ્યો (રામાયણ-મહાભારત આદિ)માં વિશેષરૂપે વર્ણવાયેલ છે. ભારતીય ઇતિહાસ વનરક્ષણનું વિશેષ માહામ્ય ધરાવે છે. અશોક શિલાલેખ અને અનેક રાજવીઓ દ્વારા પ્રકાશિત ઉલ્લેખોથી લઈને આધુનિક ચિપકો આંદોલન સુધીનો ઇતિહાસ એ વાતની નોંધ લે છે કે નારીઓએ પોતાના દેહનું બલિદાન આપીને
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy