SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ પર્યાવરણીય પરિસ્થિતિ વચ્ચેની આંતરક્રિયા (Interaction) દ્વારા મનુષ્યમાં ઉત્તરોત્તર બુદ્ધિનો વિકાસ થયો. જેમ જેમ મનુષ્ય તેના મૂળ નિવાસથી દૂર દૂર સ્થળાંતર (Migration) કરતો ગયો તેમ તેમ અન્ય સ્થળોના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરવાની તક મળી અને તેની બુદ્ધિ ખીલતી ગઈ. બૌદ્ધિક વિકાસના સ્તર અનુસાર ધર્મ કે ધાર્મિક માન્યતાઓનો જીવનમાં પ્રભાવ પડવા માંડયો. દરેક ધર્મની માન્યતાઓમાં તેના મૂળ ઊગમસ્થાનની અસરો જોવા મળે છે. હાલના ધર્મો વચ્ચેની ભિન્નતા ઉપરછલ્લી અને હંગામી છે. વિવિધ આંતરપ્રક્રિયાઓથી ઘડાયેલું માનસ (ધાર્મિક પરંપરા) ક્યારેક હકારાત્મકને બદલે નકારાત્મક સ્વરૂપ ધારણ કરે છે, જેમાંથી વાદ-વિવાદ અને સંઘર્ષ પેદા થાય છે. આજની ધાર્મિક અસહિષ્ણુતા, જાતિવાદ, સામાજિક ભેદો, આર્થિક અસમાનતા અને રાજકીય હરીફાઈ વગેરે બૌદ્ધિક અને પર્યાવરણીય પરિસ્થિતિ વચ્ચેના આંતરપ્રક્રિયાનાં નકારાત્મક (વિકૃત) સ્વરૂપો છે, તે ધર્મ નથી. સ્થિરતા આપે તે ધર્મ. વિચલિત કરે તે અધર્મ. (ધર્મ - ધાતુ છુ - ધારવતે) ધારણ કરનાર તે ધર્મ એટલે કે સ્થિરતા આપનાર તે ધર્મ). નિસર્ગ પ્રત્યેના પ્રેમની હકારાત્મક વૃત્તિઓ હજુ પણ વનવાસી/આદિવાસી પ્રજાઓમાં જોવા મળે છે. આફ્રિકાની લોઈઍટા-મસાઈ કોમની નિસર્ગ, વનસ્પતિ, પ્રાણીઓ વગેરે પ્રત્યેની ભાવનાઓ જોવા મળે છે. ભારતમાં બિહાર, ઓરિસા અને મધ્યપ્રદેશના આદિવાસીઓમાં પણ આવા નિસર્ગ પ્રત્યેના પ્રેમના કિસ્સાઓ જોવા મળે છે. આ ગોંડ આદિવાસીઓ તેમના પ્રદેશ (જંગલ)ના સાલના વૃક્ષને પૂજે છે. તેમની માન્યતા મુજબ તેમાં અત્મા (Spirit) વાસ કરે છે. નિસર્ગમાં ઊગેલા સાલ વૃક્ષમાં જ આવા આત્મા વસે છે. નર્સરીમાં ઉગાડેલા સાલના રોપામાં એવું નથી એમ તેઓ માને છે. તેમની માન્યતા મુજબ ફળ ધારણ કરી રહેલા વૃક્ષને કાપવું એ સગર્ભા સ્ત્રીની હત્યા સમાન પાપ છે. માત્ર સુકાઈ ગયેલાં વૃક્ષો અને અન્ય વનસંપત્તિ તેમની આજીવિકા માટે વાપરે છે. આ અભણ પ્રજા પાસેથી સુશિક્ષિત સમાજે બોધપાઠ શીખવો જોઈએ. વૃક્ષો કાપવાથી વનદેવી કે વનદેવતા નારાજ થશે એવી બીક આ લોકો સેવતા. વિવિધ સ્વરૂપે નિસર્ગપૂજાનાં ઉદાહરણો મધ્યપૂર્વ એશિયાના દેશોમાં પણ મળી આવે છે. પગનિઝમ (Paganism), ઍનિમિઝમ (Animism) મિત્રાઈઝમ (Nutrausn) જેવી ચીલાચાલુ ‘ભક્તિવાદ’ આદિ પ્રજામાં જોવા ૧૪૭ ધધધ ધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ! * મળે છે. (આ બધા આદિવાસીઓના ભક્તિવાદનાં સ્વરૂપો છે). નિસર્ગપૂજા અથવા વનસ્પતિ અને પ્રાણીઓના દેવ/દેવીરૂપે પૂજવાની વિભાવનાને મોટો ધક્કો પડયો જ્યારે પાશ્ચાત્ય દેશોમાં ‘ઈશ્વરવાદ (Monotheism)'ની વિભાના જાગ્રત થઈ. ક્રિશ્ચિયનિટી અનેક દેવ-દેવીઓ કે મૂર્તિપૂજાવાદમાં માનતી નથી. ઇસ્લામ ધર્મ ઈશ્વર એક જ છે અને તેના સિવાય કોઈ મૂર્તિ, વનસ્પતિ કે પ્રાણીને ઈશ્વરરૂપે માનતો નથી, એટલું જ નહીં, કોઈ આવી મૂર્તિ કે વનસ્પતિને ઈશ્વર સ્વરૂપે પૂજે તો તે મૂર્તિ કે વૃક્ષનો નાશ કરી નાખવામાં આવતો. દુનિયાભરમાં આ તાર્કિક વિભાવનાનો પ્રચાર ખૂબ બહોળો થયો. પરિણામ એ આવ્યું કે વનસ્પતિ કે પ્રાણીની પૂજા માત્ર આદિવાસી પ્રજા કે ભારતીય સંસ્કૃતિમાં રહેવા પામી. ગાયની પૂજા, તુલસી કે સાલ વૃક્ષની પૂજા તર્કશુદ્ધ હોય કે ન હોય, પણ પશ્ચિમનાં રાષ્ટ્રો કે ઇસ્લામિક રાજ્યોમાં, પૂજા તો બાજુએ રહી, પણ તેમના તરફ માત્ર એક ઉપભોગ કરવાની વસ્તુ છે એવી તાર્કિક વિભાવનાથી જોવા માંડ્યા. આ માત્ર બૌદ્ધિક કે આર્થિક દૃષ્ટિએ જોવાની વૃત્તિઓને લીધે તેમની નૈસર્ગિક સંપત્તિના નાશને માટે પોતે જ જવાબદાર બન્યા છે. ભારતે ગાયની પૂજા કરી ગાયની ઉપયોગિતા અને કૃષિવિકાસમાં તેનું મહત્ત્વ દુનિયાને સમજાવ્યું. ભારત આજે આત્મનિર્ભર ખેતીપ્રધાન દેશ તરીકે વિકાસ પામી રહ્યો છે. તેની પાછળ સજીવો - વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પ્રત્યે જીવદયાની વિભાવના કામ કરે છે. મૂર્તિમાં ભગવાન નથી એવું તેનો બુદ્ધિવાદ કે તર્કવાદ આજે પણ માને છે, પરંતુ મૂર્તિમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી પોતાના અંતરાત્માનું તેમાં નિરૂપણ કરે છે; એટલે કે સત્-અસત્ પોતપોતાના નૈતિક ખયાલ કે વિવેકબુદ્ધિથી તેને નિહાળે છે. આ કર્તવ્યભાનનું પ્રતીક તે મૂર્તિપૂજા. આ મૂર્તિપૂજાનું તત્ત્વજ્ઞાન સામાન્ય માનવીને સમજાય તેમ નથી અને તેનાથી સામાન્ય માનવી સ્થૂળ મૂર્તિપૂજા કરી ઈશ્વર પ્રત્યેની પોતાની ફરજ/કર્તવ્ય પૂરું કર્યાનો સંતોષ માને છે. આપણી ઈશ્વર પ્રત્યેની ભાવના સૂક્ષ્મરૂપે વનસ્પતિ, પ્રાણી કે નિસર્ગને પૂજે છે. તેનાથી ભારતમાં વન્યપ્રાણીઓ અને વનસ્પતિસૃષ્ટિ આટલી વિશાળ માનવવસ્તી હોવા છતાં ટકી રહી છે. ચીન જેવા દેશે તેની વિશાળ વસતિને પોષવા વનસ્પતિ એ પ્રાણીસૃષ્ટિને કેટલે અંશે સાચવી છે તે આપણે સૌ જાણીએ છીએ. ચીની પ્રજાએ ખાવામાં એકેય પ્રાણી બાકાત રાખ્યું નથી. ૧૪૮
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy