SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ આ બધું એમ સૂચવી જાય છે કે આપણી આ પૃથ્વી પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે અને હવામાનમાં ફેરફાર તદ્દન અકલ્પનીય એવી ખાનાખરાબીનાં એંધાણ આપી રહ્યાં છે. તેનો પરચો તો વધુ ને વધુ પ્રમાણમાં આપણને અત્યારથી જ મળવા લાગ્યો છે. ઊંચી ને ઊંચી આવી રહેલી સમુદ્રની સપાટી અનેક ટાપુઓને ડુબાડી દેશે તથા જ્યાં દુનિયાની ભારે ગીચ વસ્તી આજે જીવી રહી છે એવા બાંગ્લાદેશ તેમ જ બીજા સમુદ્રકિનારે આવેલા નીચાણવાળા પ્રદેશોને પણ ભરખી જશે. હવામાનમાંના ફેરફારને કારણે નવાનવા રોગો ઊભરી આવશે અને અત્યારના કેટલાક રોગો પણ બેહદ વકરશે. હવામાન બદલાશે તેને કારણે કેટલાય પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ એટલું બધું ઘટી જશે કે ત્યાં ખેતી કરવી દોહ્યલી થઈ પડશે. આ બધી કોઈ કાલ્પનિક નહીં, વાસ્તવિક સમસ્યાઓ છે અને અત્યારે જ આપણી સામે મોં ફાડીને ઊભી છે. આ સમસ્યાઓને રોકવા માટે તેમ જ તેના ઉકેલ શોધવા માટે આપણે બધાંએ મળીને કંઈકેટલુંય કરવું પડશે. હજારો ઉપાયો શોધવા પડશે, હજારો પગલાં ભરવાં પડશે. પરંતુ શું શું કરવું પડશે, તેની માત્ર એક યાદી બનાવી દીધે ચાલવાનું નથી. તેનાથી વિશેષ કાંઈક કરવું પડશે. મૂળમાં તો આપણું માનસ બદલવું પડશે, વિચારવાની આપણી પદ્ધતિ બદલવી પડશે. અલબત્ત, આપણને નવી ટેક્નૉલૉજીની જરૂર પડશે. વ્યવસ્થાકીય નવાં માળખાંની ને સિદ્ધાંતોની જરૂર પડશે; પરંતુ સૌથી મુખ્ય અને સૌથી પહેલી જરૂર નવા વિચારોની પડશે. આ વિચારો આપણે સહુએ ઝીલવા પડશે, પચાવવા પડશે. તેનો તત્કાળ અમલ કરવો પડશે અને સૌથી વધુ ફેરવિચારણા તો આપણે આજની આપણી લાઈફસ્ટાઈલ-જીવનશૈલી વિશે કરવી પડશે. આમ કરવા જતાં આપણે સામેનાં અત્યંત માતેલાં થઈ ગયેલાં એવાં જબ્બર પરિબળોનો સામનો કરવો પડશે. રક્ષણકાય આર્થિક કંપનીઓ અને કૉર્પોરેશનોની શક્તિ આજે એટલી બેસુમાર વધી ગઈ છે કે તેની સામે ઝીંક ઝીલવી આસાન નથી. આજના તોતિંગ અર્થતંત્રનો ભરડો આપણા જીવન પર અને સમાજજીવન પર એટલો બધો વધી ગયો છે કે તના સકંજામાંથી છૂટવાનું ભારે ૧૨૯ 300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ! કપરું છે. આજની આપણી આખીય આર્થિક પ્રવૃત્તિઓને નવાં ધોરણો ને નવી દિશા આપવી પડશે. નવા માપદંડો ને નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવા સતત મથવું પડશે. નવસર્જન માટે સમસ્ત પ્રજાની સમગ્ર શક્તિ લાગવી જોઈશે. તેમ થઈ શકે તો જ આજનાં બળૂકાં વિપરીત પરિબળો સામે લડવા માટે એક પ્રબળ ઊર્જાસ્રોત આપણા હાથમાં આવે. આમપ્રજા આ નવરચનાની પ્રક્રિયામાં સામેલ થવી જોઈએ. આ બધા વિચારો આમપ્રજા સુધી પહોંચાડીને વ્યાપક લોકજાગૃતિ કરવી એ પાયાનું કામ છે. સ્થાપિત હિતો સરકારની નીતિઓ પોતાના હિતની વિરુદ્ધ જાય અથવા ઓછામાં ઓછી જાય, તે માટે આજે આકાશ-પાતાળ એક કરી રહ્યાં છે! આજે ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ વગેરેની અત્યંત ગાજતી સમસ્યાઓને કારણે અમેરિકાની સરકાર કેટલાય કડક કાયદાઓ ઘડી રહી છે. ત્યારે કાયદા ઘડનારાઓ પર અસર પાડવા અને એમને પોતાના વશમાં રાખવા ઉદ્યોગો અને મોટાંમોટાં કૉર્પોરેશનો તરફ્થી ભરપૂર ‘લોબીઇંગ’ થઈ રહ્યું છે. વરસ ૨૦૦૮માં ૭૭૦ આવાં કૉર્પોરેશનો અને સ્થાપિત હિતો દ્વારા અઢી હજાર જેટલા માણસો આ માટે કામે લાગેલા અને આની પાછળ નવ કરોડ ડૉલરનો ખર્ચ કરાયેલો! સરકાર ભલે ને પ્રજાએ ચૂંટેલી હોય, અમારો પૈસો તેને અમારા અંકુશમાં રાખશે ! અગમચેતીનો સિદ્ધાંત આજે સમાજમાં બધી જ આર્થિક પ્રવૃત્તિનું નિયંત્રણ બજાર દ્વારા થાય છે અને બજારનું મુખ્ય ચાલકબળ છે - નફાખોરી અને પૈસો. તેમાં બીજી કોઈ વિચારણાને કે મૂલ્યોને સ્થાન નથી. બધું જ નફા-નુકસાનની દષ્ટિએ વિચારાય છે. અમુક ચીજવસ્તુ બજારમાં મુકાય છે, તો તેનાથી સમાજને લાભ થાય છે કે હાનિ, તે કશું જોવાતું નથી; તે તેના ઉત્પાદકને ને વેપારીને પૈસો કમાવી આપે છે કે નહીં, એટલું જ જોવાય છે. તેનાથી સમાજને હાનિ પહોંચે છે, એમ કોઈને લાગતું હોય અથવા એમ કોઈ કહેતું હોય તો ખરેખર આવી હાનિ પહોંચે છે એવું પુરવાર કરી આપવાની જવાબદારી એમ કહેનારની છે. ઘણી વાર આમાં વરસોનાં વરસો પણ નીકળી જાય છે. દરમિયાન બજારમાં તે ચીજવસ્તુ ધૂમ ચાલે છે અને તેનાથી ૧૩૦
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy