SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * વૈશ્વિક તાપમાનના વધારાથી સુનામી અને પર્યાવરણ શરણાર્થીના વધારાના પક્કર... આબોહવાના પરિવર્તનથી શરણાર્થીઓનો એક નવો સમૂહ “પર્યાવરણ શરણાર્થી'' નવી વૈશ્વિક સમસ્યાના રૂપમાં સામે આવી રહ્યો છે. એનાથી હાલની વસાહતો પર અત્યાધિક ભાર આવવાની આશંકા છે. એની સાથે વધી રહેલો સમુદ્રી જળસ્તર લાખો કિલોમીટર જમીનને પોતાનામાં સમાવી રહ્યો છે અથવા તો એને ખેતીને માટે નકામી બનાવી રહ્યો છે. આજની સભ્યતા પર પડનારા આ સંકટ પર વિચારણા કરવાની આવશ્યકતા છે. - બાંગ્લાદેશના દક્ષિણી કિનારે આવેલો કુતુબદિયા નામનો ટાપુ એના આકારમાં આજે, એક શતાબ્દી પહેલાં કરતાં માત્ર ૨૦ ટકા બાકી રહ્યો છે, એનું કારણ છે શક્તિશાળી ભરતીનાં મોજાં અને દરિયાઈ તોફોનોથી થતું ધોવાણ. સમુદ્ર આ ટાપુમાં ૧૫ કિ.મી. સુધી ઘૂસી ગયો છે. સંયુક્ત રાષ્ટ્રના એક વસાહત રિપોર્ટમાં જણાવાયું છે કે નદી ડેલ્ટાવાળાં શહેરો જેવાં કે ભારતમાં કોલકાતા, મ્યાનમારમાં રંગૂન અને વિયેટનામમાં હાઈપોંગ જેવાં શહેરો વધતા વૈશ્વિક તાપમાનને કારણે અત્યાધિક ભરતીનો સામનો કરી રહ્યાં છે. આવનારા વર્ષોમાં સમુદ્રકિનારાનાં શહેરોની પણ આવી જ દશા થવાની છે. ચી. ચોક પેવીંગના મતે વર્લ્ડ વિઝન રિપોર્ટ અનુસાર બીજા શહેરી વિસ્તારોને વધતા વૈશ્વિક તાપમાનનું સીધું જોખમ તો નથી, પરંતુ ઉપરોક્ત અસરગ્રસ્ત શહેરોમાંથી આવનારા “પર્યાવરણીય શરણાર્થીઓ” આ શહેરો માટે જબરજસ્ત પડકાર ઊભો કરી શકે છે. અત્યારે આપણને જે દેખાઈ રહ્યું છે એ તો ભવિષ્યની માત્ર એક ઝલક જ છે. વિશ્વમાં આબોહવા પરિવર્તનની સૌથી વધારે અસર એશિયા અને પ્રશાંત વિસ્તારોમાં છે, કારણકે આ વિસ્તારની વિશાળ દરિયાઈ સીમા છે. એવો પણ વિશ્વાસ દર્શાવવામાં આવી રહ્યો છે કે આ વિસ્તારોએ જે સામાજિક - આર્થિક ઉન્નતિ કરી છે તેને આગામી બે-ત્રણ દાયકામાં વધતા જળસ્તર ગળી જશે. th-hishપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ £3.63 કથક એશિયા વિકાસ બેંકના હાલમાં જ પ્રગટ થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ-પૂર્વ એશિયાની અર્થવ્યવસ્થાનાં બધાં ઘરેલુ ઉત્પાદનમાં વધતા વૈશ્વિક તાપમાનને કારણે ૨૧૦૦ સુધીમાં ૬.૭ ટકાનો ઘટાડો થઈ શકે છે. એ વૈશ્વિક સરેરાશ કરતાં બમણો છે. આબોહવા પરિવર્તનની બાંગ્લાદેશ પર અત્યંત વિપરીત અસરો પડશે. એના પરિણામે અહીં આવનારાં તોફાનોનાં પુનરાવર્તન અને તીવ્રતા બંનેમાં વધારો થશે. સાથે ગંગા-બ્રહ્મપુત્ર-મેઘના પરિસરમાં પૂરનો પ્રકોપ વધશે. હિમાલય, મધ્ય અને પશ્ચિમ એશિયા તેમ જ દક્ષિણ ભારતમાં વર્ષાઋતુમાં પરિવર્તન આવશે જેનાથી ખેત-ઉત્પાદન અને ખાધસુરક્ષાને જોખમ પેદા થઈ શકે છે. એના પરિણામે લાખો લોકો ભૂખની ઝપટમાં આવી જશે અને ભારે સંખ્યામાં લોકો પર્યાવરણ શરણાર્થી બની જશે. પરિણામે પ્રશાંત, દક્ષિણ પૂર્વ એશિયા અને હિંદ મહાસાગરના નીચેના ટાપુઓનાં અસ્તિત્વ પણ જોખમમાં આવી પડશે. એની સાથેસાથે આ વિસ્તારમાં પાણીની તંગી પણ વધતી જશે. આમેય આ વિસ્તાર અત્યારે પણ લગાતાર દુકાળની ઝપટમાં આવેલા છે. છેલ્લા દાયકાઓમાં આબોહવા પરિવર્તનને કારણે પ્રચંડ તોફાનો, દુકાળ, ગરમ પવનો, ભૂ-ખલન અને અન્ય પ્રાકૃતિક આપત્તિઓના વધારામાં બાંગ્લાદેશ, ભારત, ફિલિપાઇન્સ અને વિયેટનામ જેવા દેશો આગળ રહ્યા છે અને અહીંયાં આ ગાળામાં આ આફતોને લીધે થનાર નુકસાન ૨૦ અબજ ડૉલર કરતાં વધારે છે. વધતા તાપમાનને કારણે સમુદ્રની સપાટી વધશે, સમુદ્ર અધિક ગરમ થશે અને સમુદ્રની ખારાશમાં વધારો થશે. એનાથી કિનારાના વિસ્તારોમાં ઘટાડો થશે અને સામુદ્રિક પરિસ્થિતિતંત્ર પ્રશાંત અને એશિયાના દેશોમાં લોકાની આજીવિકા અને પોષણતત્ત્વોનો મુખ્ય સ્ત્રોત છે. - વિશ્વ વન્યજીવન કોપના અધ્યયન અનુસાર આ સદીના અંત સુધીમાં પ્રશાંત મહાસાગરમાંથી પરવાળા વિલુપ્ત થઈ જશે, જેનાથી ૧૦ કરોડ કરતાં વધારો લોકોની આજીવિકા અને ખાદ્યપુરવઠો મુશ્કેલીમાં મુકાઈ જશે. પરવાળા પર્યટકોને પણ આકર્ષે છે. એના અભાવથી પર્યટનથી થનારી આવકનેય વિપરીત અસર પડશે. આબોહવા પરિવર્તન ખેતીનેય અસર કરશે. એશિયાઈ વિકાસ બૅન્ક અનુસાર પાણીના અભાવને કારણે થાઈલેન્ડ અને વિયેટનામમાં ચોખાનું ઉત્પાદન ઘટીને અડધું થઈ જશે જ્યારે ૬૮
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy