SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ D & સન ૧૯૯૨માં બ્રાઝિલના રિયો-ડી જાનેરિયોમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે જે કૉન્ફરન્સનું આયોજન કર્યું તેનો વિષય હતો ‘પર્યાવરણ અને વિકાસ'. આને પૃથ્વી સંમેલન (Earth Summit) એવું નામ પણ આપવામાં આવ્યું. આ કૉન્ફરન્સમાં ૧૭૨ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધેલો. ૧૦૮ દેશોમાંથી રાજ્યોના વડાઓએ પણ સંમેલનમાં હાજરી આપેલી. અહીં ચર્ચામાં લેવાયેલા મુદ્દાઓ આ પ્રમાણે હતા : • ઉત્પાદનની પદ્ધતિ અંગે ઝીણવટભરી ચકાસણીનું માળખું ગોઠવાવું જરૂરી છે : ખાસ કરીને ઝેરી તત્ત્વો, જેમ કે પેટ્રોલમાં સીસાની વપરાશ અથવા વિકિરણયુક્ત ઝેરી કચરો કે અન્ય ઝેરી રસાયણોની વપરાશ થતી હોય તેવાં ઉત્પાદનો. • અશ્મિભૂત ઊર્જા સ્રોતો, જેમનો સંબંધ ગ્લોબલ વૉર્મિંગ સાથે છે તેમને સ્થાને વૈકલ્પિક ઊર્જા સ્રોતોની વપરાશ વધારવી. ♦ વધતાં જતાં વાહનોને લીધે શહેરોમાં વધતી ગીચતા તેમ જ હવામાં વધતા પ્રદૂષણના ઉપાય તરીકે જાહેર વાહનવ્યવહારની વપરાશ વધારવી જરૂરી લાગે છે. આમ કરવાથી વાહનોને કારણે થતા GHG (ગ્રીન હાઉસ ગૅસીસ)માં થોડો ઘટાડો થશે. ♦ વધતી જતી મીઠા પાણીની તંગી : એક મહત્ત્વની ઉપલબ્ધિ એ હતી કે જળવાયુ પરિવર્તન અંગે એક સંમેલન કરીશું, એ વાત પર મોટા ભાગના સભ્યોની સંમતિ સાધી શકાઈ, જેને કારણે આગળ જતાં ક્યોટો પ્રોટોકોલ કરી શકાયો. ‘વિશ્વભરમાં વસતા આદિવાસીઓ તેમ જ મૂળ નિવાસીઓની જમીનો પર પર્યાવરણને હાનિ પહોંચે તેવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં’ એ અંગે પણ સહમતી થઈ. આમ થાય તો તે આદિવાસીઓની સંસ્કૃતિની વિરુદ્ધનું કામ છે એ તરફ પણ ધ્યાન ખેંચવામાં આવ્યું. બ્રાઝિલના રિયો-ડી-જાનેરિયોમાં ૧૯૯૨માં ભરાયેલા ‘પૃથ્વી સંમેલન’માં વાતાવરણમાં છોડવામાં આવતા ગ્રીન હાઉસ ગૅસીસ પર કાપ મૂકવાની તાતી જરૂર છે, તેના પર ભાર મૂકવામાં આવ્યો. તે પછી ૧૯૯૫માં બર્લિનમાં; ૧૯૯૬માં જીનિવા, સ્વિટ્ઝરલૅન્ડમાં, ૧૯૯૭માં ક્યોટો, જાપાનમાં આ અંગે ૪૭ 3. પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ DX વિશ્વના દેશોનું સંમેલન ભરાયું હતું. ક્યોટોમાં જે મુસદ્દો તૈયાર થયો તેને ક્યોટો પ્રોટોકોલ (Kyoto Protocol) કહેવામાં આવે છે. આ મુસદ્દા પ્રમાણે વિશ્વમાં ૧૯૯૦માં જેટલા જથ્થામાં ગ્રીન હાઉસ ગૅસીસ વાતાવરણમાં મુક્ત કરતા હતા, તેના કરતાં ૨૦૧૨ સુધીમાં ૫.૨%નો કાપ મૂકશે. ત્યાર બાદ ૧૯૯૮માં આર્જેન્ટીનામાં; ૧૯૯૯માં બોન, જર્મનીમાં; ૨૦૦૨માં ભારતમાં આંતરરાષ્ટ્રીય પરિષદ મળી હતી. તે પછી પણ નિયમિત સંમેલનો ભરાતાં રહ્યાં. ૨૦૧૧માં અમેરિકાએ સ્પષ્ટ કહ્યું કે ક્યોટો પ્રોટોકોલને તે માન્ય નહીં કરે. અમેરિકા આ માટે જુદાજુદા તબક્કે જુદાંજુદાં કારણો આપે છે. તેની મુખ્ય દલીલોમાં – (૧) ગ્રીન હાઉસ ગૅસ, ઉષ્ણતામાનનું વધવું અને વાતાવરણમાં પરિવર્તન આવવું, તે અંગે પૂરતા વૈજ્ઞાનિક અભ્યાસો થયા નથી. (૨) કેટલાક અભ્યાસો દર્શાવે છે કે માનવહસ્તક્ષેપની કોઈ સીધી અસર વાતાવરણ પર નથી. (૩) અમેરિકાને જ્યારે મંત્રણાના ટેબલ પર લાવવામાં આવે ત્યારે અકડુ બનીને, તેઓ પોતાના નાગરિકોની રહેણી-કરણીમાં કોઈ કાપ મૂકવાની તૈયારીમાં નથી, તેમ કહે છે. અમેરિકાની તૈયારી ન હોવાથી ઘણા સમય સુધી ઑસ્ટ્રેલિયા, જાપાન, રશિયા પણ કોઈ આંતરરાષ્ટ્રીય કરારને માન્યતા આપતા ન હતા. વિશ્વસ્તરે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જો ૫૫% ગ્રીન હાઉસ ગૅસીસના જથ્થાને છોડતા દેશો વચ્ચે સહમતી સધાય તો આ દિશામાં આગળ વધવું. આ શરત જળવાઈ ગઈ છે. આના કારણે ૧૪૧ દેશોનો સમૂહ ક્યોટો પ્રોટોકોલને માન્ય ગણીને તેને એક વિશ્વસંમતિ ગણીને આગળ ચાલશે. આ કરારને ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૫થી માત્ર સ્વૈચ્છિક નહીં, પરંતુ કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે તેનો ભંગ કરવો તે આંતરરાષ્ટ્રીય ગુનો ગણાય. કૅનેડાના મૉન્ટ્રીઅલ શહેરમાં નવેમ્બર ૨૮થી ડિસેમ્બર ૯, ૨૦૦૬ના ગાળામાં વિશ્વના ૧૯૦ દેશોના આશરે ૧૦,૦૦૦ સરકારી પ્રતિનિધિઓ, વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ, પર્યાવરણ નિષ્ણાતો અને કર્મશીલો મળ્યા. ‘ક્યોટો પ્રોટોકલ’ પછી વિશ્વસ્તરે ગ્રીન હાઉસ ગૅસીસના જથ્થામાં ઘટાડો ૪૮
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy