SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ » » પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ થક વૈશ્વિક તાપમાન, પર્યાવરણ અને ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તી નીતિશાસ્ત્રીઓ તથા ઈશ્વરવાદીઓ હવે પર્યાવરણીય પડકારના પ્રત્યુત્તરરૂપે સજાગ બન્યા છે. વિશ્વને વધુ ઉષ્ણ, ઉગ્ર, તોફાન, ભીડ-ભાડયુક્ત હિંસક જોઈ ચિંતિત પણ થયા છે. જીવસૃષ્ટિ પ્રતિ સભાનતા - પરિવર્તન લાવવાની તીવ્રતા જ્યારે ઘટતી જાય છે તેવા સમયમાં ક્રિશ્ચિયાનિટીના ભિન્નભિન્ન પંથ, પરંપરાઓ અને સંસ્કૃતિની આ વિષય પરત્વે વિચારધારાઓના મુદ્દાઓનો અભ્યાસ કરવો રસપ્રદ થઈ પડશે જે નોંધમાં સાત મુદ્દાઓ છે. - પહેલો મુદ્દો : ધર્મગ્રંથો અને પ્રચલિત પરંપરાનું પુનર્વાલોકન કરી ખ્રિસ્તી માન્યતા અને નીતિશાસ્ત્રનું પર્યાવરણની ભાષામાં રૂપાંતર કરવું. જીવસૃષ્ટિ તેની સમગ્રતામાં ઈશ્વરને પ્યારી છે. ઈશ્વર તેનો સીધો સંબંધ સ્થાપિત કરવાની સાથે કલ્યાણની ખેવના રાખે છે. ઈતર જીવસૃષ્ટિની ઉત્પત્તિ ઈશ્વરે તેમના અધિકાર અને તેમના જીવન માણવા માટે કરી છે. સાથે સાથે તેણે માનવજાતના સાથીરૂપે અને સહાયક્તરૂપે સેવા આપવાની છે. ખ્રિસ્તીઓ સૃષ્ટિકેન્દ્રિત વાયુમંડળ કે જેમાં ઈશ્વરીય શક્તિનો સંચાર છે તે શ્વાસોશ્વાસરૂપે પ્રાણશક્તિ, પ્રજ્ઞાશક્તિ જે સતત નવજીવનના નિર્માણમાં રત રહે છે અને પ્રેમનું રક્ષણાત્મક પોષણ કરે છે. બાઈબલની પરિકલ્પના એક વિનાશકારી જીવનપદ્ધતિ દ્વારા થયેલા નુકસાનની રૂઝ લાવવાનું કામ કરે છે. જેવી રીતે જળ, પ્રકાશ, કબૂતર, માતા, અગ્નિ, પ્રાણવાયુ વગેરે પ્રાણરક્ષક છે અને પીડામાં રાહત આપે છે. ક્રીટીપાનીટી અને ઈકોલૉજીના સર્જક ડાયરેક્ટર ટી. હેઝલ અને થોમસ બેરીઆનાં નિરીક્ષણો રસપ્રદ છે. બીજો મુદ્દો : કુદરત અધ્યાત્મ અને નૈતિકતા વચ્ચેના જટિલ સંબંધોનું સંશોધન કરે છે. ખ્રિસ્તી ધર્મનું આધુનિક સ્વરૂપ વર્તમાન યુગમાં એવું રહેલું કે 22.2. પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કદી તેણે કુદરતની પ્રકટ શક્તિમાં શ્રદ્ધા ગુમાવી માનવતાને સર્વોપરી ગણાવી ભ્રષ્ટ જીવનને ચાલાકીપૂર્વક તેની સામે મૂકી એક પ્રકારનો અનર્થ સર્યો છે. સમકાલીન ખગોળશાસે ધરતી અને વિશ્વના સ્વભાવગત સંબંધ એકએક પદ્ધતિરૂપે પ્રસ્થાપિત કરી વિવિધ વિષયોનું સંકલન સંમિશ્રણ કરી માનવોએ એ મુજબ જીવન ગોઠવી લેવાનું છે. તેઓ કહે છે કે આ અમારું એક મહાન કાર્ય છે અને તે દ્વારા ગ્રહોની (અવકાશી ગ્રહો)માં માનવીની હાજરી દ્વારા તેને આધાર આપી નવી પ્રણાલિકા સ્થાપિત કરવા તત્પર છે. ત્રીજો મુદ્દો : માનવધર્મ, વિજ્ઞાન અને રાજનીતિ દ્વારા આધુનિક તત્ત્વજ્ઞાનને જે માન્યતા આપવામાં આવી છે તેની કડક આલોચના કરવામાં આવી છે. ખ્રિસ્તી ઈશ્વરવાદે તેમાં પાયાનો ભાગ ભજવેલ છે જે દ્વારા સાંસ્કૃતિક અને પર્યાવરણીય વાતાવરણનો અનુચિત ઉદ્ભવ થયેલ છે જેના પરિણામે કુદરત પર બૌદ્ધિકતા અને વૈજ્ઞાનિકતાએ વિજય મેળવવાનો દાવો કરવામાં આવે છે. હવે ભૌતિક અને પર્યાવરણીય શાસ્ત્રો દ્વારા માનવી અને કુદરત વચ્ચે પોષક સંબંધ પ્રસ્થાપિત કરવા, પર્યાવરણીય ન્યાયને, બૌદ્ધિક પરિમાણ બાઈબલ, સબ્બાથ અને ઈશ્વરીય સૃષ્ટિને એક દષ્ટિ થઈ રહેલ છે. ચોથા મુદ્દામાં નોંધેલ છે કે ઈશ્વરવાદ ક્રિસ્ટિયાનિઝમ (ખ્રિસ્તીવાદ)ની પવિત્રતા અને સમજણ ઉપરાંત, ઉપદેશક તત્ત્વને સમજણ અને પરંપરાગત સંસ્કૃતિનું અનેરું પ્રદાન છે. ઉદારમતવાદી, ઈશ્વરવાદ, પર્યાવરણને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખ્રિસ્તીવાદ સાથે સુમેળ સાધી એવી પવિત્ર ભાવનાની વાત કરે છે કે ઈશ્વર અમારી સાથે છે. આ ઉપદેશાત્મક તત્ત્વનું પરિમાણ પ્રગટ માત્રામાં છે. પૌર્વાત્ય સૂફીવાદ, મૂર્તિપૂજક્તા, કલાત્મક સૌંદર્યવાદ અને સાહિત્ય દ્વારા પ્રાકૃતિક વિશ્વ સાથે જોડાણ કરે છે, જેમાં અંતિમ લક્ષની પરિકલ્પના એક અદ્ભુત ઉગમસ્થાન છે જેમાંથી શક્તિ ને ગુણોની કદર પ્રગટે છે. પાંચમા મુદ્દાનું તારણ એ છે કે પર્યાવરણના પ્રશ્નોના અનુસંધાનમાં પરંપરાગત વર્ગીકરણ જે સામાજિક ને પર્યાવરણીય રીતે અદશ્યતા ધરાવે છે જેનું પુનઃ અવલોકન કરવાની જરૂર છે. - છઠ્ઠો મુદ્દો ઈસાઈ પર્યાવરણીય નીતિનો ઉદ્ભવ અને પરિવર્તનરૂપે ૩૨ ૩૧
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy