SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ BE0B8%Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ADD» » પરસ્પરાવલંબી છે. બૌદ્ધ ધર્મ દ્વારા પર્યાવરણનું રક્ષણ થાય છે. સૂત્રો (ધર્મ)માં આખું વિશ્વ સમાઈ જાય છે. પર્વતો, નદીઓ અને વિશાળ મહાન ધરતી, વનસ્પતિ-વૃક્ષ, વેલા, છોડ આદિ (ડોમન) બૌદ્ધ પર્યાવરણવાદીઓ ડોગનના મતનો ઉલ્લેખ જીવોના પ્રકારની કિંમતી જાળવણીના ટેકામાં કામ કરે છે. બે પ્રકારની ટીકાઓ બૌદ્ધ પર્યાવરણવાદીઓ (ક્યારેક તેમને પર્યાવરણ બૌદ્ધ અથવા હરિત બૌદ્ધ તરીકે વર્ણવવામાં આવે છે) દ્વારા કરવામાં આવી છે. વિદ્વાનોની દલીલ છે કે બૌદ્ધ વિશ્વદર્શનને પર્યાવરણમય બનાવવાથી તેની પરંપરાગત ઐતિહાસિક અખંડિતતાનું એક વિકૃત ચિત્ર રજૂ થાય છે અને (૨) સાધકો અને આરાધકો જે હરિત બૌદ્ધદર્શનને અને તેની પરંપરાને એકમાર્ગી-એકતરફી બોધ-ઉપદેશ અને સરળ આંતરસંબંધરૂપ ગણે છે, પણ તે આધ્યાત્મિક અને નૈતિક પરિવર્તનને શ્રેષ્ઠ મહત્ત્વ આપવાના ધ્યેયને ભોગે થાય છે. બૌદ્ધદર્શન, ઉપયુક્ત જણાવ્યા મુજબની એક સમજણના ચોકઠામાં ગોઠવાય છે, જેમાં બૌદ્ધ પર્યાવરણ અને તેના ટીકાકારો બન્નેની હિમાયત કરે છે. બૌદ્ધ ધર્મના સંદર્ભે માનવીય વિકાસનું પર્યાવરણશાસ્ત્ર ઉત્તર ભારતમાં બૌદ્ધદર્શનનો ઉદય ઈ.સ. પૂર્વે પાંચમી સદી (BCE)માં એ સમયે થયો જ્યારે તે પ્રદેશ શહેરીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો અને રાજકીય કેન્દ્રીયતાની સાથેસાથે વ્યાપારી વિકાસ અને વેપારી અને કારીગર વર્ગ પણ અસ્તિત્વમાં આવી રહ્યો હતો. શહેરીકરણનો ઉદ્ભવ અને કૃષિ અર્થશાસ્ત્ર વિકસી રહ્યું હતું જેને પરિણામે વન્યસંપત્તિ, જંગલો અને અન્ય અવાવરુ જમીનના ભૂમિવિસ્તાર પણ નષ્ટ થઈ રહ્યા હતા (નાશ પામી રહ્યા હતા). આ ફેરફારોએ પ્રાચીન બૌદ્ધદર્શનને ઘણી અસર કરી અને તે પણ વિવિધ પ્રકારે. ભારતીય બૌદ્ધ ધર્મ છવકેન્દ્રીય અને તીવ્ર (મજબૂત) પ્રાકૃતિક ભાષાઓ કે જેણે ચીનમાં કોરીઆમાં બૌદ્ધ ધર્મનો પ્રવેશ કરાવ્યો તેવો હરગિજ ન હતો અને જાપાન તો પ્રાચીન મઠપ્રધાન બૌદ્ધ ધર્મની અસરથી અલિપ્ત હતું. જોકે, પ્રકૃતિગત દયા-કરુણા પ્રસિદ્ધ હતાં અને તેણે તેનો ભાગ BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 20 fewથક ભજવેલ હતો. તેમ છતાં પ્રાકૃતિક વિશ્વ માનવીય વિકાસની, બૌદ્ધની કલ્પનાને ધ્યાન ખેંચાય તે રીતે પ્રગટ કરતી હતી. કદાચ આંશિક રીતે તેના પરિવર્તનશીલ પ્રાકૃતિક વાતાવરણ કે જેમાં તે જખ્યું હતું તેના કારણે જેવું આપણે જોઈએ છીએ, જોઈશું જ્યારે પ્રકૃતિએ પોતાના ગુણધર્મથી ખાસ વિશેષ ભાગ ન ભજવેલ હોય કે જેથી બૌદ્ધ ધર્મની પ્રાચીન વિચારધારા અને આચરણો વિકાસમાં મદદરૂપ થાય તેમ છતાં પણ તે પારંપરિક ગૂંથણી દ્વારા પ્રકૃતિ સાથે અને પર્યાવરણ દ્વારા માનવીય વિકાસનો જ એક ભાગરૂપ અગત્યનો ભાગ ભજવી રહ્યો હતો. જોકે, બુદ્ધનું બોધિવૃક્ષની નીચે બેસીને જ્ઞાનપ્રાપ્તિ દર્શાવતું ચિત્ર કંઈ પાર્યવરણ રક્ષા વિચારધારાને પારંપરિક અનુમોદનરૂપ કે સ્વર્ગીય આનંદની અભિવ્યક્તિ કરતું અર્થઘટન દર્શાવવામાં આવ્યું નથી. છતાં પણ સમકાલીન - અત્યારના બૌદ્ધ પર્યાવરણશાસ્ત્રીઓ નિર્દેશ કરે છે કે આ પ્રકારની બુદ્ધના જીવનની ચોક્કસ વિશેષતારૂપ બનેલ ઘટના પ્રાકૃતિક ગોઠવણ દર્શાવે છે કે બુદ્ધનો જન્મ, જ્ઞાનપ્રાપ્તિ (બોધિપ્રાપ્તિ) અને નિર્વાણ વૃક્ષોની નીચે જ થયેલ અને આ એક કુદરતી રચના હતી. તદુપરાંત શાસ્ત્ર-ગ્રંથોની નોંધ વનની અગત્યતા દર્શાવે છે. ફક્ત પર્યાવરણની દૃષ્ટિથી જ નહીં, પરંતુ આધ્યાત્મિક સાધનાની, ધ્યાનની, સહજતા માટે વન વધુ પસંદગી પામે છે, કે જ્યાં સાધકને આંતરણા થઈ હતી. ઐતિહાસિક દષ્ટિએ ન્દ્રોની સ્થાપના સાધના તથા અધ્યયનની દષ્ટિરૂપે ગાઢ જંગલોમાં, પહાડોની વચ્ચે, શહેરી વાતાવરણના તેના કોલાહલથી ખાસ્સા દૂર શાંત રમણીય વાતાવરણમાં કરવામાં આવેલ હતી. બુદ્ધનું પોતાનું દષ્ટાંત આ પ્રકારના સ્થાનના મૂળ પ્રેરણાસ્ત્રોતરૂપે છે. ઉત્કૃષ્ટ શાંતિની શોધમાં હું ઘણું રખડડ્યો. મને એક આકર્ષક અને પ્રસન્નતા અર્પતી ભૂમિની હારમાળા અને પ્રિય ઉપવન, વિકસતું ઉપવન મળ્યું અને વહેતી નિર્મળ નીરયુક્ત નદી અને આનંદમય વનરાજિ સહિતના સ્થાને બેસીને ચિંતનનો આરંભ કર્યો. ખરેખર આ એક યોગ્ય સ્થાન હતું જ્યાં અંતિમ લક્ષ્યરૂપ નિર્વાણનો સાક્ષાત્કાર થઈ શકે. (આર્યપરિયેશન સુત્ત, મજિર્મમા નિકાય). ૧૩ ૧૪ -
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy