SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક કરુણા ઘણા બૌદ્ધ શ્લોકોમાં જોવામાં આવે છે. બધા જીવો વેરભાવથી મુક્ત થાઓ (મુક્તિ પામો), બધા જીવો ઈજાથી મુક્તિ પામો, બધા જીવો દુઃખથી મુક્તિ પામો અને સર્વ જીવો સુખી થાઓ. સમસ્ત ચેતનસૃષ્ટિના પર્યાવરણની ચિંતામાંથી બૌદ્ધ પર્યાવરણશાસ્ત્રીઓએ કરણામય પ્રેમને વિસ્તૃત કરી અને તેમાં મનુષ્યો, પ્રાણીઓ ઉપરાંત વનસ્પતિ, છોડ અને પૃથ્વીનો પણ સમાવેશ કર્યો. કર્મ અને પુનર્જન્મ (સંસાર)ની કલ્પના (વિચારણા) બૌદ્ધ વિશ્વદર્શનના નૈતિક પરિમાણની સાથે સમસ્ત જીવસૃષ્ટિની સામાન્ય અવસ્થાની સાથે અસ્તિત્વ સાથે સંયોજન સાથે છે. જીવવિજ્ઞાનથી વિપરીત મનુષ્ય અને તિર્યંચ યોનિને પુનર્જન્મની સાથે સાંકળે છે. તેની સમાનતા અને અસમાનતા જીવસૃષ્ટિની ઉત્પત્તિની લાક્ષણિકતા અને શારીરિક ભિન્નતાને આધારે જોઈ. પુનર્જન્મનો નકશો નૈતિકતાના આધારે બન્યો. તિર્યંચ યોનિના પ્રત્યેક સ્વરૂપનું કર્મોના ભજવવાના ભાગ દ્વારા નિરીક્ષણ કર્યું. પરંપરાગત રીતે તેનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું - વૈશ્વિક સ્થરે અને ચડતા-ઉતરતા ક્રમમાં તેનું પાંચથી છ જીવ-વિભાગમાં વિભાજન કર્યું. જોકે, આનું ચાલ્યું આવતું સાતત્ય એક પ્રકારનો નૈતિક ચડ-ઊતરનો ક્રમ બની સ્થાપિત થયો છતાં પણ જુદીજુદી છવયોનિ વચ્ચેનો ફરક અને વ્યક્તિગત ફરક સાપેક્ષ છે. સંપૂર્ણ નથી અને એકાંતિક પણ નથી. પરંપરાગત બૌદ્ધદર્શન મનુષ્યોને તિર્યંચ (પશુઓ) કરતાં વિશેષાધિકારી અને તિર્યંચ પશુઓને ભૂખ્યા પિશાચો કરતાં ચડિયાતાં માન્યાં છે. પુરપજાતિને સ્ત્રી જાતિ કરતાં ચડિયાતી અને બૌદ્ધ ભિક્ષુઓને ગૃહસ્થીઓ કરતાં ચડિયાતા માન્યા, પરંતુ આ બધાં કર્મોથી બંધાયેલા જેવા કે મનુષ્ય તિર્યંચ, દેવ, અસૂર વગેરે સંસારથી સંબંધિત કાળને આધીન અને અનિશ્ચિત ભવપરંપરા આધીન માન્યા. અનંત ભવભ્રમણ દરમિયાન એવો એક પણ જીવ ન હતો કે જે કાળક્રમે માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રીરૂપે પરસ્પર ન સંકળાયેલ હોય (અર્થાત્ પ્રત્યેક જીવ સાથે અનેક સંબંધોથી ભવોભવ બંધાયો) એ જ રીતે જન્મપરંપરામાં તિર્યંચરૂપે વિવિધ યોનિમાં જંગલી પશુ તર્ક કે પાલક પશુ-પક્ષી તરીકે પણ અનેક રીતે અનેક જીવોના સંપર્કમાં આવ્યો અને ગર્ભાવસ્થામાં રહી જન્મ પામ્યો (લંકાવતાર સૂત્ર). KB. Kી પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કદી નBg નિર્વાણ બૌદ્ધોનું એક સર્વોત્કૃષ્ટ લાભદાયી સ્થાન જે કાર્મિક બંધનોને નિબંધ અવસ્થા દ્વારા આત્મિક મુક્તિ તેમ જ દરેક પ્રકારના સૃષ્ટિના જીવોને સુષુપ્ત શક્તિઓના આવિષ્કારરૂપ કર્મથી મુક્ત થવા ક્રમિક વિકાસ સોપાન થકી પ્રાપ્તિનો લાભ અપાવે છે. વનસ્પતિ, વૃક્ષો-છોડ આદિ સજીવ સૃષ્ટિ, પૃથ્વી આદિમાં પણ આ પ્રકારની આત્માની છૂપી શક્તિ મુક્ત રીતે રહેલી છે જે ચીન તથા જાપાનના બુદ્ધદર્શનમાં જોવા મળે છે અને ત્યાંની પ્રચલિત માન્યતા મુજબ આદિકાળથી આ પ્રકારની માન્યતા ચાલી આવે છે. ટૂંકમાં, બધા જીવના પ્રકારોમાં સામાન્ય કોયડાના ઉકેલમાં તથા પ્રતિબદ્ધતારૂપ વચનોમાં ભાગ પડાવી અંતિમ ધ્યેય (મુક્તિન) સિદ્ધ કરાવવામાં સહાયરૂપ થાય છે. જોકે, બૌદ્ધ સિદ્ધાન્તો અને તત્ત્વજ્ઞાન કર્મ અને પુનર્જન્મ સાથેસાથે બધી જ જીવસૃષ્ટિના પ્રકારોના નૈતિક પ્રસારને સાંકળી લે છે. તથાગત બૌદ્ધ દર્શનની નૈતિકતા માનવસંસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેનાં પરિણામો પર ભાર મૂકે છે. વનસ્પતિ અને પશુઓનો સમાવેશ બૌદ્ધની soteriological યોજનાઓમાં કરવામાં આવેલ છે, તેનું તાત્વિક રીતે મહત્ત્વ હોઈ શકે, કારણકે મનુષ્યતર જીવસૃષ્ટિમાં તે સ્વાભાવિક મહત્ત્વ પ્રદાન કરે છે. તેમ છતાં પણ મનુષ્યો વર્તમાન પર્યાવરણને લગતી કટોકટીના મુખ્ય અને પ્રાથમિક પ્રતિનિધિઓ છે અને તેથી તેના ઉકેલની સૌથી વધુ જવાબદારી તેમણે જ વહન કરવાની છે. પાલી ભાષાના ગ્રંથોમાં આદિ પૌરાણિક કાળની માનવપ્રવૃત્તિઓ દ્વારા કુદરતી સૌન્દર્ય પરની ચાલી આવતી પરંપરાને ભૂંસી નાખતા પ્રભાવનું વર્તન જોવા મળે છે. હિબ્રુ બાઈબલમાં એડનના બગીચાની વાર્તામાં ઈશ્વર અને માનવ વચ્ચેના સંબંધોનું કેન્દ્રીયકરણ માનવસંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. આનાથી વિપરીત બુદ્ધની કથામાં આદિકાળથી આદિમાનવના સ્વાર્થ અને લોભ દ્વારા પૃથ્વી પરના નકારાત્મક પ્રભાવનું વર્ણન છે. બૌદ્ધ પૌરાણિક કથાઓમાં ઈડન'' પૃથ્વી પ્રાકૃતિક રીતે વિકાસ પામે છે, પરંતુ સ્વાર્થી અને લોભી માનવો વચ્ચે તેની માલિકી માટે વિવાદ થતાં વિનાશકારી યુદ્ધો અને અરાજકતાના ફેલાવાને ઉત્તેજન મળે છે. ટૂંકમાં બૌદ્ધ પુરાણોમાં માનવસંસ્થા ૧૦.
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy